કોઈપણ માણસના જીવનની પહેલી ઈચ્છા એ જ હોઈ છે કે તે ખુબ જ ધન કમાઈ શકે, જેથી તે તેના પરિવારને એક સારી એવી જિંદગી અપાવી શકે. આ માટે દરેક માણસ ખુબ જ મહેનત કરે છે. આવા પ્રયત્નો કરવાથી ઘણા લોકોને સફળતા મળે છે તો ઘણા લોકોને નિરાશા, પરંતુ આવા લોકોને ક્યારેય પણ નિરાશ ના થવું જોઈએ.
જ્યોતિષ વિદ્યામાં પણ ગરીબી દુર કરવા માટે ઘણા ઉપાયો બતાવ્યા છે, જેની મદદથી તમે માલામાલ થઈ શકો છો. જોયું જાય તો ઘણા લોકો અંધવિશ્વાસમાં માને છે, પરંતુ ઘણીવાર તે સાચે જ લોકોની તકદીર ને બદલી નાખે છે. આજે અમે તમને ધન કમાવવા અને ગરીબી દુર કરવા માટેના અમુક ઉપાયો જણાવીશું, જેની મદદ થી તમે એક ખુશહાલ જિંદગી જીવી શકશો.
ધનલાભ ના ૮ ઉપાયો –
જ્યોતિષ મુજબ, જો કોઈ વ્યક્તિ નીચે જણાવેલા ઉપાયોને પુરા દિલથી અજમાવશે તો તેના જીવનમાં કયારેય પણ ધનની અછત નહી થાય, પરંતુ તેની સાથે જ તેને પરિશ્રમ કરવાનું છોડવું ના જોઈએ –
૧. દરેક ગુરુવારે તુલસીના છોડ માં દૂધ ચડાવવાથી આર્થીક પરિસ્થિતિ સુધરે છે.
૨. શુક્લ પક્ષની પંચમીએ ઘરમાં શ્રીસુકતની ઋચાઓથી આહુતિ દેવી જોઈએ જેનાથી ધનલાભ મળે છે.
૩. મહિના ના પહેલા બુધવારે રાતમાં કાચી હળદરની ગાંઠ બાંધી ભગવાન શ્રી કૃષ્ણને ચડાવો ત્યારબાદ આગળના દિવસે તેને પીળા ધાગામાં બાંધી તમારા જમણા હાથમાં બાંધી લો, તેનાથી તમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગશે અને ગરીબી દુર થશે.
૪. રોજ કેળાના ઝાડ પર જળ ચડાવી અને ઘી નો દીવો કરવાથી ગરીબી દુર થાય છે, જેથી તમારા ઘરમાં લક્ષ્મીનો નિવાસ થશે.
૫. તિજોરીમાં ૯ લક્ષ્મીકારક કોડીઓ અને તાંબાનો સિક્કો રાખવાથી તમારી તિજોરીમાં ધન હમેશા ભર્યું રહેશે.
૬. દરરોજ ભોજન કર્યા પહેલા કુતરા અથવા ગાય માટે એક રોટલી હમેશા બનાવી રાખો. એવું કરવાથી તમારા જીવનમાં ધનની અછત રહેશે નહી.
૭. શનિવાર ના દિવસે તમારા પલંગ નીચે એક વાસણમાં સરસોનું તેલ રાખો. ત્યારબાદ આગળના દિવસે એ તેલમાં અડદની દાળના ગોટા બનાવીને કુતરાઓને ખવડાવવા જોઈએ. આવું કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ગરીબી દુર થાય છે.
૮. છેલ્લો ઉપાય એ છે કે જો તમે ગુલરની જડને કપડામાં બાંધી અથવા ચાંદીના કવચમાં નાખી ગળામાં પહેરશો તો, તેનાથી પણ ધન લાભની પૂરી સંભાવના છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team