પ્રશ્ન :
હેલ્લો સર,
મારૂ નામ પ્રિયંક(બદલાવેલ નામ) છે. મારી ઉંમર ૨૫ વર્ષની છે. હું એક મિડલ ક્લાસ પરિવારથી છું. મારા માતા-પિતાએ મને હંમેશા સારા સંસ્કાર આપ્યા છે, પણ યુવાનીના જોશમાં મારાથી એક ભૂલ થઇ ગઈ છે અને હવે મારે શું કરવું એ સમજાતું નથી.
મારો પ્રશ્ન એ છે કે, અમારા ઘરની પાછળ રહેતી ૩૫ વર્ષની એક સ્ત્રી સાથે મને શરીરસંબંધ છે. તેનું નામ કાજલ(બદલાવેલ નામ) છે. પહેલા કાજલ અમારા પાડોશમાં રહેતી. અને કાજોલ રૂપવાન અને મોહક આંખોવાળી સ્ત્રી છે. તેની ખુબસુરતીએ મને બહુ આકર્ષણ કરાવ્યું છે. જ્યારથી એ અમારા પાડોશમાં રહેવા આવી ત્યારથી મને તેની સાથે એકવાર શરીર સુખ માણવાની ઈચ્છા હતી. મારી ઈચ્છા પૂર્ણ તો થઇ ગઈ; પણ મારી જિંદગીમાં એક તૂફાન આવી ગયું. અમે એકવાર ઘરે એકલા હતા ત્યારે એકબીજામાં કાંઈ જ વિચાર્યા વગર ખોવાઈ ગયા. એ દિવસે અમારી બંને વચ્ચે ખુદ આનંદ રહ્યો.

એ પછી એવું બન્યું કે, મારા મનની ઈચ્છા પૂર્ણ થઇ ગઈ પણ કાજલના મનની ઈચ્છા દિવસે દિવસે વધતી જાય છે. હવે, હું તેનાથી દૂર રહેવાના પ્રયાસ કરું છું તો એ મને તેની પાસે ખેંચી લે છે. ગમે તેમ કરીને એ શરીરસંબંધ રાખવા માટે મજબૂર કરી દે છે. તેની જવાનીએ મારી જિંદગીને હેરાનગતિમાં મૂકી દીધી છે. હજી અમારા ઘર સાથે તેના સારા વ્યવહાર છે એટલે આ તકલીફ એમની એમ રહે છે. પહેલા મને બધું સારું લાગતું હતું અને એ જાણે મારી પત્ની હોય એ રીતે વર્તન કરતી પણ હવે મને આમાંથી છુટકારો જોઈએ છે. મારે શું કરવું એ મને સમજાતું જ નથી!!

જવાબ :
પ્રિયંક તમે એક જ નહીં પણ ખૂબસૂરત સ્ત્રીના મોહમાં કોઇપણ ફસાઈ શકે છે. તમે તમારા પ્રશ્નમાં જણાવ્યું એમ તમે પણ તેની ખૂબસૂરતીમાં પગથી લપસી પડ્યા છો. ભૂલ તમારી છે એ સ્વીકારી લો અને હવે વધુ વિચારવાને બદલે એમાંથી બહાર નીકળવાનું વિચારો. જે થયું એ બધું એક ભૂતકાળની ભૂલ સમજીને ત્યાંથી છૂટવાનો રસ્તો વિચારો.

સલાહ માટે જણાવું તો, કાજલ સાથેના તમામ સંબંધને પૂરા કરવા જરૂરી છે નહીંતર તમે એમાંથી બહાર આવી શકશો નહીં. કાજલને એકવાર શાંતિથી બાજુમાં બેસાડીને સમજાવી દો કે, એ પરણિત છે જ્યારે તમારે હજુ જિંદગીને સારી રીતે બનાવવાની છે અને સેટ પણ કરવાની છે. છતાં ન સમજે તો પછી ડરને કારણે તમારી આખી જિંદગી ખરાબ થાય એવો રીશ્ક ન લઇ શકાય.
યુવાનીના જોશમાં તમે જે ભૂલ કરી એ ઘણા લોકો કરી બેસે છે પણ એનો મતલબ એ નથી કે એ જ ભૂલને કારણે હંમેશા માટે પીડાતા રહીએ. એકવાર બધી જ શરમ અને ડર સાઈડમાં મૂકીને કાજલને સંબંધમાં પૂર્ણ વિરામ આપવા માટેનું સૂચવી દો અને ખાસ તમારે હવે પછી તેની સાથે કોઈ પ્રકારના રીલેશન રાખવા યોગ્ય નથી. એ રીલેશન તમે મનથી છોડાવો કે પછી કોઈ પ્રેશરથી – પણ ગમે તેમ કરીને તમારે તેની લાઈફમાંથી અને તેના શરીરના આનંદથી છૂટું થવું જરૂરી છે.

વધુ ચિંતા કરવાની છોડી દો. એ તમને વધુ બ્લેકમેઈલ કરી શકે એમ નથી. કારણ કે એ ખુદ પણ ફોલ્ટમાં છે અને એ પરણિત પણ છે એટલે તમારા કરતા એ વધુ મુસીબતમાં છે. તેની સાથે કડક વલણ રાખીને કાજલથી છુટકારો મેળવી લો.
વધુ માહિતી જાણવા માટે જોડાયેલા રહેજો ફક્ત ગુજરાતી ફેસબુક પેજ સાથે. આ પેજ પર અમે રસપ્રદ માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel