આ સરળ ટેકનીકથી વીજળીના બિલમાં જોરદારનો ઘટાડો કરી શકાય છે. એ માટે આ લેખમાં જણાવેલા ટેપ્સને ફોલો કરવા જરૂરી છે. આ મુજબ કાર્ય કરવાથી વીજળીનું બિલ ઓછું આવી શકે છે; એવી સરળ ટેકનીક અહીં જણાવવામાં આવી છે. તો પાંચ મિનીટ કાઢીને ખાસ આ લેખમાં જણાવેલા બધા ટેપ્સને જાણી અત્યારે જ જાણી લો.
૫/૫ ટેકનીક નંબર પાંચ
ઘરમાં જો પાણી ભરવા માટે સબમર્શીબલ પંપ હોય તો સવારે એકવાર છલકાઈ ત્યાં સુધી ટાંકી ભરીને અને એ પાણીને આખો દિવસ ગમે તેમ કરીને ચલાવતો શીખી લો. આ ટેકનીકથી રોજના ૫૦ થી ૬૦ રૂપિયાનું બિલ બચાવી શકાય છે.
૪/૫ : ટેકનીક નંબર ચાર
અમુક ઘરમાં દિવસે પણ લાઈટ ચાલુ રાખવી હળતી હોય છે, એવા ઘરમાં બારીમાં જીણી જાળી લગાવી શકાય છે જેથી બારીને ખુલ્લી રાખી શકાય. ઘરમાં ૨૪ કલાક અંધારૂ રહેવાનો પ્રશ્ન દૂર થઇ જશે અને ચોખ્ખી હવા પણ આવનજાવન થશે.
૩/૫ : ટેકનીક નંબર ત્રણ
અમુક લોકો એસી કે કૂલરનો આખો દિવસ વપરાશ કરતા હોય છે, તો સવારમાં સમયમાં અથવા દિવસમાં ત્રણ થી ચાર કલાક ગમે ત્યારે એસી કે કૂલરને બંધ કરીને બહારની શુદ્ધ હવા પણ માણવી જોઈએ. આવી ટેવ પડવાથી લાઈટ બિલના આંકડામાં ઘટાડો કરી શકાય છે.
૨/૫ : ટેકનીક નંબર બે
આખા ઘરના જેટલા પણ બલ્બ છે એ બધા LED ફીટ કરી દો. LED અત્યારના સમયની લેટેસ્ટ ટેકનોલોજી છે ઉપરાંત તેમાં વીજળી બહુ ઓછા પ્રમાણમાં ખર્ચાય છે. ઉપરાંત જરૂર ન હોય ત્યારે બલ્બને બંધ રાખો.
૧/૫ : ટેકનીક નંબર એક
ટેકનીક નંબર એક પર છે – કોમ્પ્યુટર કે લેપટોપ, ડીવીડી, ફ્રીઝ, ટીવી વગેરે ઇલેક્ટ્રોનિક સાધનોનો જરૂર કરતા વધુ ઉપયોગ ન કરવો જોઈએ. અને એથી વિશેષ જરૂરિયાત કરવા વધારે સાધનો વસાવવા જ ન જોઈએ. જે જરૂરી છે એ સાધનો રાખવાથી તેની કાળજી પણ યોગ્ય રીતે લઇ શકાય છે અને વિશેષ કે ઇલેક્ટ્રિક બિલમાં બચાવ કરી શકીએ છીએ.
આમ તો આ બેઝીક ટીપ્સ છે, પણ આ પાંચેય ટીપ્સ કારગર છે. જેને મુદ્દાઓ સારા લાગ્યા હોય તે કમેન્ટમાં પોતાનું મંતવ્ય જણાવે.
રોચક અને મજેદાર માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અમે તમારા માટે અવનવી માહિતી પોસ્ટ કરવા રહીએ છીએ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel