આ લેખમાં રક્ષાબંધન માટે એક પસંદગીનો વિકલ્પ લઈને આવ્યા છીએ જેનાથી બહેન માટે શાનદાર ભેટ સિલેક્ટ કરવામાં આસાની થશે. રક્ષાબંધનની એક દિવસની રાહ છે ત્યારે મોટાભાગની બહેને ભાઈ માટે રાખડીની ખરીદી કરી લીધી હશે અને દૂર રહેતી બહેને ભાઈ માટે તેના ઘર સુધી રાખડી પહોંચાડી પણ દીધી હશે.

હવે ભાઈને એક દિવસમાં એ નક્કી કરવાનું છે કે બહેનને શું ગીફ્ટ આપવી અથવા એવી કઈ વસ્તુ કે બહેનને ખુબ ગમે? તો બહેનને ગીફ્ટ આપવાની બાબતમાં જે ભાઈ હજુ કાચા છે અને ગીફ્ટ સેલીકસનના મામલે થોડી રકજક થતી હોય એવા ભાઈઓ માટે આ લેખ ખાસ તૈયાર કરવામાં આવેલ છે.
ઓછા બજેટમાં સારી અને આકર્ષક ભેટ ખરીદી કરવા માટે તમારે આ લેખને પૂર્ણત: રીતે વાંચી લેવો જોઈએ. તો ચાલો ઓછા બજેટમાં કઈ ગીફ્ટ રહેશે બેસ્ટ એ જણાવી દઈએ.
(૧) હેન્ડબેગ

મોટાભાગની છોકરીઓને હેન્ડબેગ પસંદ હોય છે અને એથી વિશેષ કે તેને હેન્ડબેગની જરૂર પણ પડતી હોય છે. આ અફોર્ડેબલ પ્રાઈસમાં આવતું ગીફ્ટ છે. આ પવિત્ર રક્ષાબંધનના દિવસે લાડલી અને પ્યારી બહેનને હેન્ડબેગ ગીફ્ટ કરી શકાય છે.
(૨) ફેશનેબલ ચોઈસ

જો તમને બહેનની ફેશન સ્ટાઈલનો અંદાજ હોય તો બહેનને તેની પસંદગી મુજબ ફેશનના કપડા પણ ગીફ્ટ કરી શકાય છે. એ માટે અત્યારે ઘણી ઓનલાઈન વેબસાઈટ છે એ ઉપરથી ફેશનનો અંદાજો લગાવી બજારમાંથી ખરીદી કરી શકાય છે.
(૩) એક્સેસરીઝ

સામાન્ય રીતે દરેક છોકરી વધુ કે ઓછા પ્રમાણમાં એક્સેસરીઝનો ઉપયોગ કરતી હોય છે. ત્યારે તેને જરૂરી એવી અને પસંદ આવે એવી કોઈ વસ્તુ આપીને બહેનને ખુશ કરી શકાય છે. એક્સેસરીઝમાં ગીફ્ટ આપવા માટે ઘણા વિકલ્પ મળી શકે છે. જેમ કે, લીપસ્ટીક સેટ, જવેલરી બોક્ષ, મેકઅપ બોક્ષ વગેરે…
(૪) ટી મગ

અમુક છોકરીને આવી ગીફ્ટ વધુ પસંદ પડે છે, જેનો એ ડેઈલી યુઝ પણ કરી શકે અને સાથે એ ભાઈની યાદને તાજા રાખી શકે. બહેનને રક્ષાબંધનની ગીફ્ટમાં કસ્ટમાઈઝ મગ આપી શકાય છે, જેના પર તેનો ફોટો હોય અથવા ફૂલ ફેમેલીનો ફોટો હોય.
(૫) સ્પેશીયલ ગીફ્ટ
સ્પેશીયલ ગીફ્ટમાં બહેનની પસંદગીના મૂડ પ્રમાણે ગીફ્ટ આપી શકાય છે. જેમ કે, તેને વાંચવાનો શોખ હોય તો કોઈ સારી એવી બૂક આપી શકાય છે, બહેનને કોમ્પ્યુટર રીલેટેડ વર્ક હોય તો ડીઝાઇનેબલ કીબોર્ડ-માઉસ કે પેનડ્રાઈવ આપી શકાય છે. અને હવે તો ડિજીટલ યુગ થઇ ગયો છે એટલે બહેનને ગીફ્ટ વાઉચર પણ આપી શકાય છે, જે તેની જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકે.
સાથે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ દરેક બહેનનો હદયથી આભાર વ્યકત કરે છે અને દેશની દરેક બહેનને બે હાથ જોડી પ્રણામ કરે છે….
#Author : Ravi Gohel