‘વીરો મારો જગમગ જગમગ થાય…’ આવું બોલનારી બહેન સાથે ભાઈ અનેક વખત લડ્યા ઝઘડ્યા પછી પણ લાગણીઓમાં કોઈ કમી ન આવે. એથી વિશેષ તો બહેન સાસરે જાય પછી ભાઈને લાગણીઓનું પૂર આવે કારણ કે બહેન જ્યારે પાસેથી દૂર થાય ત્યારે તેની યાદ કપરી બની જાય છે. કારણ કે ભાઈ-બહેનનો સાથે વિતાવેલો સમય પલ પલ મનમાં ચુભન કરે એવો બની જાય છે.
એ ભાઈ બહેનના સંબંધને વધુ મજબૂત બનાવતો રક્ષાબંધનનો તહેવાર નજીક છે. ભાઈને બહેન તરફથી રક્ષાની અમુલ્ય ભેટ મળે છે. એની તુલનામાં આ દુનિયાનો કોઈ પણ ભાઈ બહેનને કાંઈ ‘બક્ષી’ શકે એમ ન હોય. હા, એ ઠીક છે કે બહેનની ગમતી વસ્તુ અથવા અન્ય કોઈ ચીજથી રક્ષાબંધનના દિવસે બહેનને ખુશ કરી શકાય, પણ બહેનના ભાઈ પ્રત્યેના અમુલ્ય પ્રેમ માટે કોઈ ચીજ વડે ન આંકી શકાય.
તો તમે પણ બહેનને ખુશ કરવા માટેના સિક્રેટ આઈડીયાસ જાણી તો, બહેનને આ રક્ષાબંધનના દિવસે કૈંક નવી સિક્રેટ સ્ટાઈલથી ખુશ કરી દો. દર વખતની જેમ માત્ર પૈસા આપીને છૂટી જવું એ કરતા કૈંક નવું પ્લાન કરો જેનાથી ભાઈબહેનનો પવિત્ર દિવસ રક્ષાબંધનને યાદગાર બનાવી શકાય.
સિક્રેટ પ્લાન કરવા માટે શું કરવું?
ખુશી કોઇપણ પ્રકારની હોય તેને વ્યક્તિગત અને વ્યવસ્થિતપણે જાહેર કરવામાં આવે તો એ ખુશી એક તહેવારની જેમ ‘યાદગાર’ બની જાય છે. એવી રીતે આ રક્ષાબંધનને પણ તમે હંમેશા માટે યાદગાર બનાવી શકો છો. એ માટે નીચે માહિતી જણાવી છે, તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.
(૧૦) નેઈલ પોલીશ સેટ
તમારી પ્યારી બહેનને એક પ્રીમીયમ બ્રાંડ નેઈલ પોલીશ સેટ ગીફ્ટ કરો જેનાથી એ ખુશ થઇ જશે. દરેક બહેન નેઈલ પોલીશનો કોમન યુઝ કરતી હોય છે, તો એ વખતે તમારી આપેલી ગીફ્ટ તેને કામ લાગશે અને જેટલી વખત એ નેઈલ પોલીશ કરશે એટલી વખત તમને યાદ કરશે.
(૯) ‘આઈ લવ માય સિસ્ટર’ ફ્રેમ
આપણે સામાન્ય જિંદગીમાં ‘આઈ લવ યુ’ પ્રેમી માટે જ યુઝ કરતા હોઈએ છીએ, પણ આ એક તદ્દન ખોટી વાત છે. જે તમારા દિલની નજીક હોય અને જેની સાથે જિંદગીના તાર જોડાયેલા હોય તેના માટે ‘આઈ લવ યુ’ જેવા શબ્દોથી તેના પ્રત્યેની લાગણીને વ્યક્ત કરી શકાય. આ રક્ષાબંધનના દિવસે ‘આઈ લવ માય સિસ્ટર’ લખેલી ફ્રેમ આપીને બહેનને ખુશ કરી કરી શકો છો.
(૮) સોફ્ટ એન્ડ કોમ્ફી પિલો
ગીફ્ટ આપવામાં ગીફ્ટની કિંમત ન જોવાની હોય, આપનાર વ્યક્તિની લાગણી જોવાની હોય તો તમે પણ આ રક્ષાબંધનના દિવસે બહેનને એક સરસ મજાની ગીફ્ટ આપીને રાજી કરી શકો છો. એ માટે તમે સોફ્ટ એન્ડ કોમ્ફી પિલોવમાં ‘હેપી રક્ષાબંધન’ લખીને બહેનને ગીફ્ટ આપી શકો છો.
(૭) ઇન્ડોર પ્લાન્ટ
દરેક મહિલાઓને ઘરની અંદરનું ડેકોરેશન વધારે પસંદ આવતું હોય છે, તો એવી રીતે તમે પણ બહેનને ગીફ્ટમાં ઇન્ડોર પીલોવ આપીને ખુશ કરી શકો છો. જે ગીફ્ટ ઘરમાં રાખ્યા બાદ તમારી યાદ અપાવતું રહેશે.
(૬) પર્સનલ કીચેન
બહેનને તેના નામનું અથવા તેને પસંદ પડે એવા શેપનું ‘કીચેન’ પણ રક્ષાબંધનમાં ગીફ્ટ આપી શકાય છે. તેમજ એ કીચનમાં કંઈક સ્પેશીયલ રીતે તેનું નામ પણ કોતરાવી શકાય છે.
(૫) મ્યુઝીકલ ગીફ્ટ
જો બહેનને મ્યુઝીક પ્રિય હોય અથવા મ્યુઝીકની કોઈ ફિલ્ડ સાથે જોડાયેલી હોય તો તેને રક્ષાબંધનની ગીફ્ટમાં મ્યુઝીકલ કોઈ આઇટેમ આપી શકાય છે. જેમ કે, માઉથ ઓર્ગન, પિયાનો, હારમોનિયમ વગેરે…
(૪) શોપિંગ વાઉચર
અત્યારના સમયનું આ એક આધુનિકતા ભરેલું ગીફ્ટ છે. તમારા બહેનને શોપિંગ માટેનું ગીફ્ટ વાઉચર પણ આપી શકો છે, જે તેને ગમતી વસ્તુ અથવા તેની જરૂરિયાત મુજબનું શોપિંગ કરવા માટે ઉપયોગ બની શકે છે.
(૩) સનગ્લાસીસ
દરેક વ્યક્તિને અલગ અલગ શોખ હોય છે. એમાં તમારા બહેન પણ જો સનગ્લાસીસ પહેરવાના શોખીન હોય તો તેને ગીફ્ટમાં સનગ્લાસીસ આપી શકાય છે. આ ગીફ્ટ આપતા પહેલા એક ધ્યાન એ રાખવાનું કે તેને સ્યૂટ થાય એવા સનગ્લાસીસ હોવા જોઈએ. તેને સરસ ગીફ્ટ પેક કરાવીને બહેનને અનમોલ ગીફ્ટ તરીકે આપી શકાય છે.
(૨) જ્વેલરી બોક્ષ
બહેન પાસે થોડી તો થોડી પણ જ્વેલરી તો હોય જ છે, જેમાં તેના શણગારની વસ્તુઓ શામેલ હોય. તો રક્ષાબંધનના દિવસે તમે બહેનને સ્ટાઈલીશ જ્વેલરી બોક્ષ પણ ગીફ્ટ કરી શકો છો. એ માટે તમે બજારમાં જઈને ચોઈસ કરી શકો છો અથવા ખબર ન પડે તો કોઈ મિત્રની મદદ લઈને જ્વેલરી બોક્ષની ખરીદી કરી શકો છો.
(૧) ગેજેટ્સ
અત્યારનો દરેક માણસ કોઈને કોઈ પ્રકારનું ગેજેટ્સ યુઝ કરતો હોય છે, જેમાં મોબાઈલ પણ ગણતરીમાં આવી જાય. તો રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનને રાજી કરવા માટે કોઈ ગેજેટ્સ ગીફ્ટમાં આપી શકો છો. જેમાં મોબાઈલ, કેમેરા, ડીજીટલ વોચ અથવા અન્ય કોઈ ગેજેટ્સ આપી શકાય છે.
સાથે રક્ષાબંધનના દિવસે કેક કટિંગ કરીને બહેનના પ્રેમની વધામણી કરો. બહેન પાસેથી અપાર આશીર્વાદ મેળવો. બધાને ‘હેપી રક્ષાબંધન…’
રસપ્રદ માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અહીં તમને જાણવા માટે અવનવી માહિતી મળતી રહેશે.
#Author : Ravi Gohel