દુનિયામાં જેટલા પણ દેશ છે એ બધામાં રીત રીવાજ અલગ-અલગ હોય છે. એ રીવાજમાં એક દેશ અને એ દેશનું એક ગામ એવું છે, જે લોકો માટે ચર્ચાનો વિષય છે. કારણ કે આ ગામમાં પુરૂષ કોઇપણ મહિલાને પટાવી જાળમાં ફસાવીને તેની સાથે બીજા લગ્ન કરે છે. અને બીજા લગ્ન માટે શરત એક જ કે પત્ની બીજાની ‘ચોરેલી’ હોવી જોઈએ. એટલે કે પત્ની બીજાની હોવી જોઈએ.
આવો જણાવીએ આજના લેખમાં આવી જ કંઈક રસપ્રદ વાત. આ લેખને અંત સુધી વાંચજો તમને તમામ માહિતી જાણવા મળશે :
આ ગામ તેની અનોખી રીત રશ્મ માટે જાણીતું છે. આ ગામ છે પશ્ચિમ આફ્રિકાનું ‘વોદાબ્બે’ અને અહીં પુરૂષો એકબીજાની પત્નીની ચોરી કરીને તેની સાથે બીજા લગ્ન પણ કરે છે. આ રીવાજ આજકાલનો નથી પરંતુ આ રીવાજ અગાઉની પેઢીથી ચાલ્યો આવે છે અને આ રીવાજને અનુસરવા માટે અહીં પુરૂષોને તેમજ મહિલાઓને કોઈ ફરિયાદ પણ હોતી નથી.
સામાન્ય દ્રષ્ટિએ આ વાત જાણીને આશ્ચર્ય થાય એવી છે, પણ હા પશ્ચિમ આફ્રિકાનો આ રીવાજ વર્ષોથી ચાલ્યો આવે છે. આ રીવાજમાં પહેલા લગ્ન થયેલા હોવા ફરજીયાત છે. પહેલી પત્નીની પસંદગી તો ઘરના સભ્યોની અનુમતિથી કરવામાં આવે છે; પણ બીજી પત્ની માટે પુરૂષ આ બાબતમાં આઝાદ હોય છે.
જેવા પહેલા લગ્ન થઇ જાય અને પુરૂષ બીજા લગ્ન કરવા ઈચ્છતો હોય તો તેને કોઈ અન્ય પુરૂષની પત્નીની ચોરી કરવી પડે. એવી રીતે અન્ય કોઈ પુરૂષ તેની પત્નીની પણ ચોરી કરી શકે છે. આ રીવાજમાં પુરૂષો એકબીજા સાથે કોઈ મતભેદ કરી શકે નહીં.
આ રીવાજની રશ્મ માટે દર વર્ષે ‘ગેરેવોલ ફેસ્ટીવલ’નું આયોજન કરવામાં આવે છે અને આ ફેસ્ટીવલમાં પુરૂષો તેના ચહેરા પર અલગ અલગ રંગ લગાડીને આવે છે; મહિલાઓને તેના પ્રત્યે રીઝવવાની કોશિશ કરે છે. જો કોઈ મહિલા તેના પ્રત્યે રસ દાખવે તો તેની સાથે બીજા લગ્ન કરી શકે છે.
પરંતુ આ ફેસ્ટીવલ તેમજ પશ્ચિમી આફ્રિકાની આ રશ્મ માટે એક કંડીશન છે કે. જયારે અન્ય કોઈ પુરૂષ મહિલાને રીઝવવાના પ્રયત્ન કરતો હોય ત્યારે તેનો પતિ આ બાબતથી અજાણ હોવો જોઈએ. નહીંતર આ રશ્મ અધુરી ગણાય. જો પતિને જાણ થઇ જાય તો મહિલા કોઈપણ એક પુરૂષની બીજી પત્ની બની શકે નહીં.
મહિલા જેવી માની જાય કે તરત જ બંને ત્યાંથી ભાગી જાય છે. પછી સમુદાય અને ઘરના સભ્યો બંનેના લગ્ન નક્કી કરાવી દે છે. આવા લગ્નને અહીંના લોકો ‘લવ મેરેજ’ માની લે છે. આ રીતને હાલના સમયમાં ફોલો કરવા માટે પણ ઘણા કપલ તૈયાર થાય છે.
આ આફ્રિકાની લગ્ન રશ્મ એટલી પ્રચલિત થઇ છે કે, ભારતમાં પણ આ રીતે લગ્ન કરીને પુરૂષ અને મહિલા તેનો અલગ સંસાર બનાવે છે, જેમાં ‘લવ મેરેજ’ કરવાવાળા કપલ વધુ આ રીતને ફોલો કરે છે. પરિવારની મંજૂરી મળતી ન હોય અથવા લગ્નમાં કોઈ રૂકાવટ આવતી હોય તો પુરૂષ અને મહિલા છેલ્લે આ રીતે લગ્ન કરી લે છે.
ચાર લાખથી વધુ ગુજરાતી લોકો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયા છે, તમે પણ અત્યારે જ આ મોટા વિશાળ પરિવાર સાથે જોડાય જાઓ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel