દીવાથી ‘પ્રકાશ’ થાય છે અને દીવાથી અંધકારને પણ મુઠ્ઠીમાં કેદ કરી શકાય છે. અર્થાત્ અંધકારને અંજવાળામાં રૂપાંતરિત કરવા માટે એક દીવો કાફી છે. પૂજામાં પણ દીવો કરવામાં આવે છે પણ શું તમને ખબર છે આ દીવાનું મહત્વ? દરરોજ એક દીવો તમારી હથેળીમાં કરવામાં આવે તો તેનો ફાયદો શું થાય છે એ જાણો છો?

શુભ કાર્ય, પ્રસંગ, ઉત્સવ, ઉદ્દઘાટન વગેરે જગ્યાએ કાર્યની શરૂઆત દીવાથી કરવામાં આવે છે. કારણ કે, દીવો એ પ્રકાશ ફેલાવનાર છે અને દીવો કરવાથી શુભ કાર્યને વધુ શુભ બનાવી શકાય છે. કોઈ જગ્યાએ અંધકાર ભલે ભરપૂર માત્રામાં હોય પણ ત્યાં એક નાનો અમથો દીવો કરવામાં આવે તો એ અંધકારમાં અંજવાળાના ‘દર્શન’ કરી શકાય છે.

ભારત દેશમાં દીવાનું સ્થાન અનેરું છે અને ધાર્મિક કાર્યમાં દીવાને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે. દીવો એ વિદ્વતાનું પ્રતિક છે એટલે કે, પોતાની જાતને જલાવીને અન્યને પ્રકાશમય બનાવવાનું કામ કરે છે. દીવો કોઇપણ સમયે કરો પણ દીવાનું મહત્વ ઘટતું નથી. બસ, દીવાને પ્રગટાવો ત્યારે ભાવ શુદ્ધ હોવો જોઈએ.

દીવામાં એક પ્રકારની અગ્નિ છે, એ અગ્નિના સ્થાનને માન છે. પણ એ જ ‘અગ્નિ’ કોઈના ઘરમાં કે ઓફીસમાં લાગી હોય ત્યારે એ અગ્નિ ભયાનક અને નુકસાનકારક ગણાય છે. એમ અગ્નિને ચોક્કસ સ્થાન મળે ત્યારે એ અંજવાળું ફેલાવે છે.

દીવાની શક્તિ તમારે જાણવી હોય તો ઘોર અંધકારમાં એક દીવો પ્રગટાવીને જુઓ, એક બંધ ઓરડામાં અંજવાળું કરીને જુઓ, એક સાથે વધુ દીવાથી ફેલાતા પ્રકાશનો અનુભવ કરીને જુઓ. દીવામાં દીવેલ છે એ ‘શક્તિ’નું રૂપ છે એટલે કે, જ્યાં સુધી શક્તિને બાળવામાં આવશે ત્યાં સુધી અંજવાળું ફેલાતું રહે છે.

અહીં જણાવેલ તમામ વાત, માનવ જીવન સાથે સંકળાયેલ છે. જીવનને અસ્તવ્યસ્ત જીવીને ગમે તે કાર્યમાં વેડફી નાખવું, એ કરતા ‘શક્તિ’ એટલે કે મહેનત દ્વારા જીવનને ચમકાવી શકાય છે અને જાતને ઉજ્જવળ બનાવી શકાય છે. જીવનમાં તકલીફ હોય પણ બળવું તો આપણે જ પડે, તો જ એ તકલીફમાંથી સાચો માર્ગ મળે.
દરરોજ હથેળીમાં એક દીવો કરવાથી શું થાય? એ ખબર ન હોય તો આ જાણી લેજો.

દરરોજ હથેળીમાં એક ઘી નો દીવો કરો. દરરોજ સવારે નાહીને આ કાર્ય કરવું. રોજ ભગવાનને પ્રાર્થના કરો કે, “ઈશ્વર! મારા કાંડામાં બળ આપજે, મારા દિમાગમાં સારા વિચાર આપજે, સારા કર્મ કરવાની શક્તિ આપજે. હું તારું બનાવેલું પુતળું છું, મને એવો રસ્તો ચીંધાડજે કે મારા થકી બીજાનું ભલું કરી શકું.”

આટલી પ્રાર્થના દરરોજ હથેળીમાં ઘી નો દીવો રાખીને કરો. જુઓ, તમારી જિંદગીમાં જરૂરથી અંજવાળું થશે અને અગ્નિની સાક્ષીમાં તમે જે પ્રાર્થના કરશો એનું ફળ તમને ટૂંક સમયમાં કોઈને કોઈ રીતે મળતું દેખાશે. ભગવાન બહુ ભલો છે, બસ, આપણી પ્રાર્થનામાં સચ્ચાઈ અને અન્યનું ભલું કરવાનો ભાવ હોવો જોઈએ.

આ શુદ્ધ ભાવને બદલે પ્રાર્થનામાં જો બંગલા-ગાડી, રૂપિયા અને સુખ જ માંગીએ તો એમ કાંઈ ઈશ્વર બધાને બધું આપી દેવા માટે નવરા નથી. આપણે ‘એક ઘર’ સરખું ચલાવી નથી શકતા તો ઈશ્વરને તમારા-મારા જેવા કંઈકની આખી જિંદગી ચલાવવાની છે. તો એની પાસે બધા માટે સમય ક્યાંથી હોય!!
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel