સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ ‘ચા’ ફેમસ છે એવું નથી પણ સમગ્ર ભારતમાં ‘ચા રસિયાઓ’ જોવા મળે છે. ચા ની દુકાને માણસોની લાઈન જોતા જ ખબર પડી જાય છે ચા પીવાનો શોખ એ વિશ્વનો સૌથી મોટો શોખ છે. અને એમાં પણ ગુજરાતી એટલે જેની નસેનસમાં ચા નો ડોઝ હંમેશા દોડતો હોય એને ગુજરાતી કહેવાય.
અહીં ‘ચા’ થી સંબંધ ચાલુ થાય અને ચા ની સલાહ ન કરવામાં આવે તો ભલીભાતીનો સંબંધ તૂટી પણ શકે છે. મહેમાનની મહેમાન ગતિ અને દોસ્તીમાં દુશ્મની પણ ચા થી નિભાવવામાં આવે છે. એ છે ‘ચા’ અને ચા નું વિશેષ છે ‘મહત્વ….’
આવી જ રીતે ચા ના મહત્વને ૯૪ વર્ષે પણ જીવીત રાખનાર જયપુરના ‘ગુલાબ રામજી’ની ચા પણ ખાસ છે. એથી ખાસ છે આ ચા ની દુકાનની પોપ્લ્યુલારીટી. રાજસ્થાનના જયપુરમાં ૧૯૭૪ની સાલમાં શરૂ થયેલ એમઆઈ રોડ પરની આ ચા ની દુકાન આજે પણ ઘણા લોકોના જીવને શાંતિ આપે છે અને માણસો અહીં આવીને ૯૪ વર્ષના ગુલાબજી પાસે ‘ચા’ ની મજેદાર ચુસ્કી માણે છે.
ગુલાબજી જયપુરમાં એટલા ફેમસ છે કે યુવાનો અને વૃધ્ધો બધા અહીં ચા પીવા માટે આવે છે. સાથે ગુલાબજીના પ્રેમાળ સ્વભાવને લોકો એટલી હદે પસંદ કરે છે કે, જયપુર વાસીઓ રસ્તામાં આવતી ‘ચા’ ની દુકાનને ભૂલીને સ્પેશિયલ ગુલાબજીની ચા પીવા આવે છે.
પણ આ વાત અહીં પૂર્ણ થતી નથી હજુ તો ગુલાબજીની ચા ની હોટેલ શા માટે આટલી ફેમસ છે એ તો જાણો? ગુલાબજીની ઉદારનીતિ જોઇને ભલભલા માણસો મોઢામાં આંગળા નાખી જાય એમ છે. કારણ કે, ગુલાબજી દરરોજ ગરીબ લોકોને ચા સાથે બ્રેડ આપીને લોકોની સેવા કરે છે.
આપણે અમુકવાર ગરીબો અને જરૂરિયાતમંદને મદદ કરી નથી શકતા પણ આ ગુલાબજી તેની ઉંમરના ૯૪ વર્ષે પણ નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે. ચા સાથે બ્રેડ આપીને ગરીબની જઠરાગ્નિને શાંત કરે છે. ઉપરાંત એક કે બે ગરીબોને નહીં પણ રોજના ૨૦૦-૨૫૦ જેટલા ગરીબોને નિયમિતપણે રોજ સવારના સમયમાં સેવા આપે છે.
૧૯૪૬ની સાલમાં આ ‘ચા’ ની દુકાન શરૂ કરવામાં આવી હતી અને ત્યારે ગુલાબજીને લોકોનું ઘણું સાંભળવું પડ્યું હતું. કારણ કે, લોકોને મંજૂર ન હતું કે રાજપૂત પરિવારનો એક યુવાન રોડના કિનારે બેસીને ચા નો ધંધો કરે. છતાં પણ ગુલાબજીએ માત્ર રૂપિયા ૧૩૦માં આ દુકાન ચાલુ કરી હતી.
એ સમયની નાની જગ્યામાં ચા બનાવતા ગુલાબજીને આજે મેઈન રોડ પર ચા ની દુકાન છે. આજની તારીખમાં ગુલાબજી આખી ચા ૨૦ રૂપિયામાં વહેંચે છે. અને આખા જયપુરમાં મળતી બધી હોટેલ કરતા આ હોટેલની ચા સૌથી અલગ ટેસ્ટ વાળી હોય છે.
દરરોજ ચા નો ધંધો તો ચાલુ જ છે પણ એથી વિશેષ સવારના સમયમાં ગુલાબજીની દુકાન પર ગરીબ લોકોની લાઈન જોવા મળે છે, જેને ગુલાબજી તરફથી મફતમાં ચા અને બ્રેડ મળે છે અને તેના માટે ગરીબો પાસેથી કોઈ પૈસા લેવામાં આવતા નથી.
આવી જ મજેદાર પોસ્ટ નિયમિત વાંચવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અમે સ્પેશિયલ તમારા માટે રસપ્રદ માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
1 thought on “આ ૯૪ વર્ષના દાદા દરરોજ ૨૦૦-૨૫૦ જણાને મફતમાં ચા અને બ્રેડ આપે છે..”