હિમાચલના એક ડોક્ટરમાં સાક્ષાત ભગવાનનું રૂપ દેખાયું અને જે કાર્ય કર્યું એ જાણવા જેવું..

ડોક્ટરને ‘ભગવાન’ કહેવામાં આવે છે. પણ અમુક લોકોના મનમાં ડોક્ટર પ્રત્યે દુર્ભાવ હોય છે. કારણ કે, ઘણાખરા લોકો માત્ર એ જ જાણે છે કે ‘ડોક્ટર એટલે પૈસા ખંખેરી લેતો વ્યક્તિ…’ પણ જો તમે એથી વિશેષ વિચાર રાખો છો આજનો લેખ તમારા માટે માહિતીસભર છે.

અમે, આજ એવા ડોક્ટર વિશેની જાણકારી જણાવવાના છીએ જેનામાં સાક્ષાત ભગવાન વસતા હોય એવો ભાવ છે. આ ડોક્ટરનું નામ છે : “ડો. ઉદય ભાનુ”. હિમાચલ પ્રદેશમાં મંડી જીલ્લો આવેલો છે ત્યાં ઝોનલ હોસ્પિટલમાં ડો. ઉદય ભાનુ સ્ત્રી રોગના નિષ્ણાંત તરીકેની ફરજ અદા કરે છે. 

Image Source

એ સાથે આ ડોક્ટરની ઉદારનીતિ જોઈને તમને ખબર પડી જશે કે, બધા ડોક્ટર એકસરખા નથી હોતા…

ડો. ઉદય ભાનુએ રૂપિયા ૧૦ લાખ થી વધુ તેના ખિસ્સામાંથી કાઢીને સારામાં સારા ઈલાજ માટે લેપ્રોસ્કોપિક હિસ્ટેરેક્ટોમી સર્જરી માટેનું મશીન ખરીદ્યું, જેનાથી તે દર્દીઓની વ્યવસ્થિતપણે સારવાર કરી શકે. આ સુવિધા આજે પણ અમુક હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે પરંતુ આ ડોકટરની સેવા કરવાની નીતિએ લોકોને ઘણી રાહત અપાવી છે.

આ મશીન મહિલાના ગર્ભાશય સંબંધિત બીમારી અથવા ઓપરેશન માટે બેસ્ટ ઓપ્શન છે. સાથે ઓછા સમયમાં અને પીડારહિત ઓપરેશનનો ઓપ્શન પણ ક્રિએટ કરે છે. જે નીચી કક્ષાનું જીવન જીવતા હોય એવા લોકો માટે આ સુવિધાનો લાભ લેવો લગભગ અશક્ય હતો પણ ડો. ઉદય ભાનુએ કરેલા આ કાર્યથી ગરીબ લોકોને પણ મશીન દ્વારા થતી સારવારનો ફાયદો મળી શકશે. કહેવાય છે ને, “ભગવાન રૂબરૂ નથી આવતા પણ એ કોઈને મોકલે છે, જે મદદ કરવા માટે જ આવે છે.”

Image Source

આ લેટેસ્ટ મશીન ખરીદવા માટે ડો. ઉદયે તેના ખિસ્સામાંથી રૂપિયા ૧૦ લાખ કરતાં વધુ ખર્ચ્યા અને દર્દીઓને સારામાં સારી સુવિધા મળી રહે એવું આયોજન પણ કરી આપ્યું. આ ‘લેપ્રોસ્કોપિક હિસ્ટેરેક્ટોમી’ સર્જરી માટેનું મશીન દ્વારા ૩૫ થી વધુ લોકોની અત્યાર સુધીમાં સારવાર થઇ ચુકી છે અને હજુ પણ જરૂરરિયાતમંદ લોકોને આ સારવાર આસાનીથી મળી રહે છે.

વધુમાં ડોક્ટર જણાવે છે કે, “મારા માતા-પિતાનું સપનું હતું કે, હું એક સફળ ડોક્ટર બનું. અને દર્દીઓને શક્ય તેટલી મદદ કરું. સર્જરી મારું ઝૂનૂન છે એટલે એ કામ હંમેશા હું ધ્યાન આપીને કરું છું સાથે આ કામમાં શક્ય તેટલી મહેનત કરવામાં પણ કંટાળો નથી આવતો. મારો ઉદ્દેશ છે કે, મંડી જીલ્લાના ગ્રામિણ ક્ષેત્રમાં શક્ય તેટલી મેડીકલ ફેસેલીટીસ બધાને મળી રહે અને દર્દીઓને આસાનીથી સારવાર પણ મળી શકે.”

આ મશીન ખરીદવાનો નિર્ણય કરવાનું કારણ શું??

Image Source

લેપ્રોસ્કોપિક હિસ્ટેરેક્ટોમી સર્જરી માટેના આ મશીનથી માત્ર ૧ સેમી અને ૦.૫ સેમીના શરીરમાં ૨-૩ હોલ કરવામાં આવે છે. આ મશીન સર્જરી માટે પેટને કાપવાની જરૂર પડતી નથી. લાંબી ઓપરેશનની થીયરી ફોલો કરવી પડતી નથી અને દર્દીને પણ પીડામાં સારી એવી રાહત રહે છે. 

આ મશીન વગર ગર્ભાશયને લાગતી તકલીફનું નિરાકરણ કરવામાં આવે તો દર્દીને ૭ થી ૧૦ દિવસ સુધી હોસ્પિટલમાં જ રહેવું પડે છે, જયારે આ મશીન દ્વારા સર્જરી કરવામાં આવે તો માત્ર ૨૪ કલાકની અંદર દર્દીને ઘરે જવા દેવામાં આવે છે. મશીનથી ઓપરેશન કરવામાં આવે તો એ પેઈનલેશ ઓપરેશન થઇ શકે છે. (As per 2019 July)

Image Source

ડો. ઉદય ભાનુ સિવાય તેના સાથી ડોક્ટર “સંદીપ” પણ દર્દીઓને સારવાર મળી રહે એ માટે સાથે આપે છે. હિમાચલ પ્રદેશની અમુક હોસ્પિટલમાં જ આ સર્જરી થાય છે. ઉપરાંત એ માટે ૫૦,૦૦૦  થી ૧ લાખ રૂપિયા જેવો ચાર્જ પણ ચૂકવવો પડે છે. દિલ્લી અને ચંડીગઢની હોસ્પિટલમાં પણ ૧.૫ થી ૩ લાખ જેવો ખર્ચ થઇ શકે છે. (As per 2019 July)

જયારે ડો. ઉદય આ સુવિધા અને ઓપરેશન માટે કોઈ ‘ફી’ લેતા નથી અને સામાન્ય વર્ગના લોકોને પણ આ સુવિધા મળી રહે એવા હેતુથી કાર્ય કરી રહ્યા છે.

Image Source

તો હવે સમજાયું ને કે બધા ડોક્ટર સરખા નથી હોતા!! એકવાર કીચડમાં પડી જઈએ એટલે ચાલવાનું બંધ કરી દઈએ એ યોગ્ય નથી. એમ, એકવાર ડોક્ટરનો ખરાબ અનુભવ થયા પછી બધા ડોક્ટર એકસરખા જ હોય એવું જરૂરી નથી..

તદ્દન નવી માહિતી જાણવા માટે આપ “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને અલગ-અલગ વિષયની માહિતી મળતી રહેશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment