ગુજરાતની દરેક ખુબસુરત મહિલા બહાર જતા પહેલા આ મેકઅપ ટીપ્સને જાણી લે..

બહાર જતી વખતે અથવા કોઈ જગ્યાએ કંઈક ખાસ દેખાવવા માટે પરફેક્ટ મેકઅપ ‘પરફેક્ટ લૂક’ આપે છે. આમ તો ઘણી લેડીને એ ખબર નથી હોતી કે કઈ જગ્યાએ જઈએ છીએ અને ત્યાં કેવો મેકઅપ સ્યુટ કરશે? મેકઅપ બોક્સમાં તો ઘણા મેકઅપ શેડ હોય છે; જેને ગમે તેમ લગાડી લેવાથી પરફેક્ટ મેકઅપ થઇ શકતો નથી. પણ એ માટે કઈ જગ્યાએ જવાનું છે એ મુજબ મેકઅપ કરવો એ સાચું છે, સાથે ‘અકેશન’ મુજબ મેકઅપ કરવાથી લોકોની નજર તમારા પર ચોંટીને રહે છે.

Image Source

‘પ્રસંગ’ મુજબ અહીં જણાવેલી મેકઅપ ટીપ્સને ફોલો કરવાથી તમને એક્ષ્ટ્રા ઓર્ડીનરી લૂક મળશે. તો આ માહિતીને કાયમી માટે સાચવીને રાખજો અહીં અકેશન મુજબની મેકઅપ ટીપ્સ જણાવી છે :

(૪) ઓફીસ મેકઅપ :

Image Source
  • ઓફીસ આમ તો રેગ્લુયર શેડ્યુલની અંદર ગણી શકાય છે, પરંતુ ઓફીસની કંઈક ખાસ પળ હોય ત્યારે મેકઅપ સારું કોન્ફિડન્સ આપે છે.
  • ઓફીસ એટલે ‘નો મેકઅપ’ એવું નહીં, પણ હેવી મેકઅપ ન કરીએ તો સારું. એ સમયે હલકા મેકઅપનો ઉપયોગ કરી શકાય છે.
  • નેચરલ લૂક માટે ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકાય છે. જે તમને સારો લૂક આપશે.
  • કોમ્પેક્ટ પાઉડર, નેચરલ આઈ શેડો, મસ્કરા, બ્લશ અને લીપ ગ્લોશ તમને ‘પ્રોફેશનલ લૂક’ દેવા માટે કાફી છે.
  • ઓફીસ પાર્ટી માટે અથવા કોઈ ખાસ દિવસ માટે મેકઅપ કરતી વખતે તમે બ્લશરનો જરૂરથી ઉપયોગ કરજો, જે તમને પોલિશિંગ ગ્લો ફીનીશ આપશે.

(૩) નાઈટ પાર્ટી :

Image Source
  • નાઈટ પાર્ટી માટે બોલ્ડ આઈ મેકઅપ લૂક કરો.
  • બેસ મેકઅપ હેવી રાખવો જોઈએ. જે ઓર્ડીનરી લૂક અપાવશે.
  • આઈશેડો બ્રાઈટ યુઝ કરો. સહેજ હાઈલાઈટર યુઝ કરી શકાય છે.
  • મસ્કરાનો ડબલ સ્ટ્રોક લગાવો. માત્ર કાજલનો શેડ પણ કરી શકાય છે.
  • વિન્ગ્ડ આઈ લાઈનર ટ્રાય કરી શકો છો. 
  • નાઈટ પાર્ટી માટે રેડ અથવા લાઈટ રેડ લીપ્સ્ટીક બેસ્ટ રહેશે.

(૨) ઇન્ટરવ્યુ માટે મેકઅપ :

Image Source
  • સિમ્પલ પોલીશ્ડ લૂક બરાબર ઇન્ટરવ્યુ માટે બેસ્ટ રહેશે.
  • ઓછામાં ઓછો મેકઅપ શેડો કરીને ઇન્ટરવ્યુ માટે જવું જોઈએ.
  • ડાર્ક શેડો યુઝ ન કરો અને લાઈટ શેડોથી ફૂલ મેકઅપને સેટ કરો.
  • મેકઅપ કરતા પહેલા ચહેરાને મોસ્ચ્યુરાઈઝર કરવો જોઈએ.
  • સહેજ આઈલાઈનર અને મસ્કરાને અપ્લાય કરો.

(૧) ડે ટાઈમ મેકઅપ :

Image Source
  • ડે ટાઈમ માટે નેચરલ અને સોફ્ટ મેકઅપ સારો રહે છે.
  • મેકઅપના એકપણ ડાર્ક શેડને યુઝ ન કરવા જોઈએ.
  • પિંક અથવા લાઈટ બ્રાઉન આઈશેડો બેસ્ટ રહેશે.
  • રેડ લીપ ગ્લોસ અને કાજલ લગાવો.

This is a makeup tips for women who use makeup for any function and any interesting party during a particular day. I hope you got the information here…

એ સાથે “ફક્ત ગુજરાતી” ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અહીં અમે સ્પેશિયલ તમારા માટે અવનવી માહિતી લાવતા રહીએ છીએ.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Fakt Gujarati Team

Leave a Comment