ઘણા કપલ્સ એકને એક રૂટીન લાઈફથી જીવતા હોય છે અને તેને સહેજ માત્ર ખુશી મળી જાય તો એ બહુ મોટી લાગે છે. એમ, વિચારવા જેવું છે કે, જો લાંબા સમય સુધી સંબંધને જો રીફ્રેશ કરવામાં ન આવે તો તેને પણ કાટ લાગી શકે છે અને તેના પર ધૂળનું સ્તર થઇ જાય છે. અર્થાત્ પાર્ટનર સાથે રીલેશનમાં કોઈ ચાર્મ રહેતો નથી. લવ લાઈફમાં પણ કંઈક રીફ્રેશમેન્ટ લાવીને નવા કરવામાં આવે તો?? જેમ વસ્તુને પોલીશ કરીને ચમકાવવામાં આવે છે.
તો, કદાચ કોઇપણ સંબંધ હોય તે ફરીથી જીવિત થઇ શકે છે અને ફરીથી તેમાં પ્રાણ આવે છે, જે બે વ્યક્તિના વિચારોને એક કરીને એક્ષ્ટ્રા ઓર્ડીનરી બોન્ડીંગ ક્રિએટ કરે છે. અને તમારે પણ એ કરવાનું છે. એક સરખી કાયમી લાઈફને પોલિશિંગ કરવાની જરૂર છે. પણ એ કેવી રીતે કરશો? ડોન્ટ વરી, હમ હૈ ના… અમે તમને સંપૂર્ણ માહિતી જણાવીશું.
નીચેના મુદ્દાઓને ખાસ ધ્યાનથી વાંચી લો અને સમજી લો અહીં પાર્ટનર સાથેના નિર્જીવ બનેલા રીલેશનને રીફ્રેશ કરવા માટેના આસાન ઉપાયો લખવામાં આવ્યા છે :
- પાર્ટનરને હર્ટ ન કરો :
જો તમે જાણો છો કે, કોઈ વાત પાર્ટનરને હર્ટ કરશે તો એ પહેલા જ ચેતી જાઓ. એવી કોઈ વાત પાર્ટનરને ન કરવી જોઈએ જેનાથી તેને દુઃખ પહોંચે. જો ભૂલથી કોઈ વાતમાં પાર્ટનરનું દિલ દુઃખી થઇ જાય તો વગર સંકોચે અને સહેજ પણ શરમ અનુભવ્યા વગર તેની પાસે માફી માંગી લેવી જોઈએ. સંબંધને મગજથી નહીં પણ દિલથી નિભાવવા જોઈએ.
- તમામ જવાબદારીને અડધી-અડધી વેહેંચી લો :
બંનેએ એકબીજાને મદદ કરીને આખી લાઈફને પસાર કરવી જોઈએ. યાદ કરો પાર્ટનરને મેરેજ વખતે ‘અર્ધાંગીની’ કહેવામાં આવે છે એટલે તેની સાથે જવાબદારીને પણ વહેંચી શકાય છે. સાથે તમે જો ઓપન રીલેશનમાં હોય તો પણ દરેક પ્રકારની ખુશી તમે જ આપો એવુ ન હોવું જોઈએ. અડધી ખુશી પાર્ટનર તરફથી મળે એવું પણ હોવું જોઈએ.
- પાર્ટનરની સલાહને પણ માન આપો :
દરેક વ્યક્તિના ખુદના કંઈક વિચારો હોય છે એટલે પાર્ટનરને પણ તેના વિચારો રીલીઝ કરવા માટેનો અવસર આપો, જે તમારા રીલેશનને સ્ટ્રોંગ બનાવવા માટે કામ આવશે. પાર્ટનરની સલાહ મુજબ પણ અવશ્ય કામ કરવું જોઈએ અને જો સલાહ યોગ્ય ન હોય તો એ બાબતે ચર્ચા કરવી જોઈએ નહીં કે વિવાદ.
- એકબીજા સાથે માહિતીને શેયર કરો :
પાર્ટનરનો મતલબ એ છે કે, જિંદગીના દરેક પાસામાં તેની સાથે પાર્ટનરશીપ હોય. અને એથી વિશેષ કહીએ તો એવું કે તમારી જિંદગીમાં શું હશે અને શું હોવું જોઈએ? એ નક્કી કરવાનો હક તેનો પણ છે. એટલે દરેક માહિતીને પાર્ટનર સાથે શેયર કરવી જોઈએ. રીલેશનમાં ટ્રાન્સપેરેન્સી હશે અને દરેક માહિતી તમારું પાર્ટનર જાણતું હશે તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની બહુ ઓછી શક્યતા રહેશે.
- દિલની વાત કહેતા અચકાવું જોઈએ નહીં :
જો તમને પાર્ટનર સાથે ‘પોતાનું વ્યક્તિ’ હોય એવી ફીલિંગ્સ આવતી હોય તો દરેક દિલની લાગણીને બહાર કાઢીને તેને જણાવવી જોઈએ. ઘણા એવા કપલ્સ છે જે દિલની વાત દિલમાં રાખીને જ આખી જિંદગી પસાર કરી નાખે છે, જે રીલેશનને જાણતા નથી અને માણતા પણ નથી.
યાદ રાખો તમારું પાર્ટનર પણ કોઈ એક માણસ છે, એની પાસે કોઈ એવી દિવ્યશક્તિ નથી કે તમારા મનમાં ચાલતા વિચારો અથવા દિલની વાત જાણી શકે. અને જો આ વાત તમને સાચી લાગતી હોય તો આજથી જ પાર્ટનર સાથે દિલની બધી વાત શેયર કરજો.
- રીલેશનમાં મેઝીક મોમેન્ટ બનાવો :
વર્ષો-મહિના-અઠવાડિયા અને દિવસો એકબીજા સાથે પસાર કરીને કોઇપણ વ્યક્તિ રીલેશનનો ભાર અનુભવવા લાગે છે; પરંતુ અમુક સમયે રીલેશનમાં કંઈક નવું કરવામાં આવે તો રીલેશનને ફ્રેશ કરી શકાય છે. અર્થાત્ આ મુદ્દામાં એવું છે કે કંઈક સરપ્રાઈઝ ક્રિએટ કરો, રોમાન્સ માટેનો અલગ મૂડ બનાવો, પાર્ટનરની પસંદગી મુજબનું કાર્ય કરો વગેરે-વગેરે…
રીલેશન શુદ્ધ પાણી જેવા હોય છે જેમાં જરા પણ ગંદકી આવી જાય તો તેની કિંમત અને અસર બંને બદલી જાય છે. એટલે લાઈફનો એક-એક દિવસ પાર્ટનર સાથે હસીખુશીથી અને પ્યોર ફીલિંગ્સથી પસાર કરો, જે તમારા જીવનની મૂડી સમાન બનશે.
જો તમે નવી માહિતી જાણવા માટેના શોખીન હોય તો “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજને લાઈફ કરવાનું ભૂલતા નહીં. અહીં તમને દરરોજ અવનવી માહિતી જાણવા માટે મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel
1 thought on “દુઃખી મેરેજ લાઈફમાં આ રીતે લાવો સ્પાઈસ તડકો..”