નોકરીમાં પ્રમોશન જોઈતું હોય તો આ સરળ ઉપાયને અજમાવીને જુઓ..

ભણતર પછીનો સમય નોકરી કે વેપારને સેટઅપ કરવાનો હોય છે. એમાં પણ જે વ્યક્તિઓ નોકરી કરવા ઈચ્છે છે તેને કોઈ સારી કંપની અને સારા પગારની નોકરી મળે એ માટે તત્પર રહેતા હોય છે. ભલે શરૂઆત કોઈ નાની એવી નોકરીથી થાય પણ એ નોકરીમાંથી અનુભવ લઈને કોઈ સારી પદવી પર જઈને બેસવાનું સપનું હર કોઈ વ્યક્તિઓનું હોય છે.

Image Source

એ સપનાને સાકાર કરવા માટે થોડો સમય તનતોડ મહેનત કરીને વિતાવવો પડે છે; સાથે ઈશ્વરમાં થોડી આસ્થા પણ જરૂરી છે. જે તમારા કિસ્મતનું તાળું ખોલીને ખજાનો હાંસિલ કરાવવા માટે જરૂરી છે. આ ખજાનો એવા પ્રકારનો છે કે, સારા પગારની પ્રાપ્તિ થાય છે અથવા કંપનીના સારા એવા કર્મચારી બનીને નામ ચમકાવી શકીએ છીએ. તો તમે પણ જો નોકરીમાં પ્રમોશન ઇચ્છતા હોય તો આ લેખ તમારા માટે બિલકુલ પરફેક્ટ છે.

Image Source

|| મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી નોકરીમાં પ્રમોશન મળી શકે છે… ||

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત કરવામાં આવે છે. મંગળવારનું નામ જ “મંગળ” છે એટલે કે શુભ. શુભકાર્યની મનોકામના પૂર્ણ કરવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી નોકરીમાં પ્રમોશનના યોગ બને છે. અહીં જણાવેલા ઉપાયોથી તમે હનુમાનજીને પ્રસન્ન કરી શકો છો, જે તમને ધારેલા કામમાં સફળતા અપાવશે.

Image Source
  • હનુમાન ચાલીસાના પાઠ

હનુમાનજીનું રૂપ શક્તિશાળી છે, એટલે જે લોકોને આત્મવિશ્વાસની કમી હોય તે દરરોજ ‘હનુમાન ચાલીસા’ના પાઠ કરે તો તેનામાં આત્મવિશ્વાસમાં વધારો થઇ શકે છે. શરીરમાં રહેલી નકારત્મક ઉર્જાને હનુમાનજી દૂર કરશે અને નોકરીમાં તમને ઉતરોતર પ્રગતિ થતી જણાશે.

Image Source
  • આ મંત્રના જાપ કરો

જો તમને કોઈ પ્રકારના સંકટનો ભય છે અથવા નોકરી જોખમમાં હોય તો આ મંત્રના જાપ તમને રાહત અપાવશે. 

ऊं नमो हनुमते रूद्रावताराय
सर्वशत्रुसंहारणाय सर्वरोग
हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा ||

Image Source
  • નોકરીના પ્રમોશન માટે આ ખાસ અસરકારક જાપ છે

નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાની ગણતરી હોય તો દર મંગળવારના દિવસે શુદ્ધ દેશી ધી માંથી બનાવેલી પ્રસાદી હનુમાનજીને ભોગ ધરો. જો આ શક્ય ન હોય તો ગોળ અને ચણા પણ હનુમાનજીને ભોગ રૂપે ધરી શકાય છે. આ ઉપાય નોકરીના પ્રમોશન માટે ખુબ કામ આવશે.

Image Source
  • સિંદૂર અને તેલ ચડાવવાથી પણ ફાયદો થાય છે

મંગળવારના દિવસે હનુમાનજીની મૂર્તિને સિંદૂર કરો અને તેલ ચડાવો. ચમેલીનું તેલ હનુમાનજીને અતિ પ્રિય છે. વેપારમાં તરક્કી માટેનો આ ઉપાય એકદમ અસરકારક નીવડશે.

Image Source
  • ૧૧ વખત માળા કરવી

મંગળવારના દિવસે સવારમાં સ્નાન કરીને ઘરની આસપાસ કોઈ હનુમાન મંદિરે જઈને પ્રતિમા સામે બેસીને ૧૧  વખત હનુમાનજીના નામની માળા કરવાથી પણ નોકરીમાં પ્રગતી થઇ શકે છે.

અહીં જેટલા પણ ઉપાય બતાવ્યા છે એ બધા અસરકારક છે, પરંતુ માણસની આસ્થા અને શ્રદ્ધા કેવી છે? એ ઉપર બધું આધાર રાખે છે. ‘ભક્તિ’ એટલે ઈશ્વર પરની શ્રધ્ધા અને જો શ્રદ્ધા અતૂટ હોય તો કોઇપણ કાર્યને સિદ્ધ થવું પડે છે. તમે પણ સાચા મનથી મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના કરશો તો નોકરીમાં પ્રગતિ-ઉન્નતી થઇ શકવાની સંભાવના વધી જશે.

નોકરી કરતા હોય એવા મિત્રો સાથે આ લેખને શેયર કરવાનું ભૂલશો નહીં અને એ સાથે “ફક્ત ગુજરાતી”ની લેખક ટીમ સ્પેશિયલ તમારા માટે અવનવા લેખ લાવતા રહેશે. બસ, અમારા સાથે જોડાયેલા રહેજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment