ભારત દેશની જેમ પાકિસ્તાનની જમીન પણ ઐતિહાસિક છે. ઘણા લોકો જાણતા નથી પણ પાકિસ્તાનની અંદર પણ ઘણા હિંદુ ધર્મસંસ્કૃતિનો વરસો સચવાયેલો છે. અર્થાત્ પાકિસ્તાનમાં હિંદુ ધર્મના દેવ-દેવીઓના મંદિરો પણ આવેલા છે. આજના આ લેખમાં તમને પાકિસ્તાનમાં આવેલા મંદિરો વિશેની માહિતી જણાવવાના છીએ. અહીં ઘણા મંદિરો એવા છે જેની માહિતી ખરેખર રસપ્રદ છે.
૧/૮ : રામ મંદિર, સૈયદપુર
એવું કહેવાય છે કે, ૧૫૮૦ માં રાજા માનસિંહ ના સમયમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની આસપાસ અને પંજાબના રાવલપીંડી શહેરની આસપાસ ઘણા મંદિરો અને ગુરુદ્વાર આવેલા છે. પહેલાની વાત કરીએ તો ઇસ્લામાબાદમાં ત્રણ મંદિર હતા. જેમાં એક સૈયદપુરનું રામ મંદિર પણ શામેલ હતું.
૨/૮ : સાધુ બેલા મંદિર : સુક્કુર
સંત હરનામદાસને ૧૮૮૯માં આ મંદિરનું નિર્માણ કર્યું હતું. સિંધ પ્રાંતના સુક્કુરમાં બાબા બનખંડી મહારાજ ૧૮૨૩માં આવ્યા હતા પછી તેના મૃત્યુ પછી સંત હરનામદાસે આ મંદિરની નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જે પુરા પાકિસ્તાનમાં મશહૂર છે.
૩/૮ : સ્વામીનારાયણ મંદિર : કરાચી
ભારતમાં જેમ સ્વામિનારાયણ ધર્મનો દબદબો છે એ રીતે પાકિસ્તાનના કરાચીમાં પણ સ્વામિનારાયણ મંદિર આવેલું છે. ૨૦૦૪ની સાલ આ મંદિર માટે ૧૫૦ માં વર્ષની હતી. આ મંદિરમાં એક ધર્મશાળા છે, જ્યાં યાત્રીઓને રહેવાની સુવિધા મળી જાય છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે અહીં હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો આવે છે.
૪/૮ : મરી ઇન્ડસ મંદિર : પંજાબમાં મરી
૫ મી સદીનું નિર્માણકાર્ય જોવું હોય તો આ મંદિરની મુલાકાત કરવા જવું પડે. પંજાબના કાલાબાગમાં મરી નામની જગ્યાએ આ મંદિર આવેલું છે. એક ચીની લેખકે પણ તેની બુકમાં મરી નામની આ જગ્યાનો ઉલ્લેખ કરેલ છે. હાલ આ મંદિર ખંઢેર જેવી સ્થિતિમાં છે.
૫/૮ : ગૌરી મંદિર : થારપારકર
સિંધુ નદી ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલ છે પણ આ નદીનો સૌથી મોટો ૭૦ ટકા હિસ્સો પાકિસ્તાનમાં છે. આ ગૌરી મંદિર પણ સિંધ પ્રાંતમાં થારપારકર જીલ્લામાં આવેલું છે. પાકિસ્તાનનો આ એવો હિસ્સો છે જ્યાં આદિવાસી પ્રજા રહે છે, જેને થારી હિંદુ કહેવાય છે. મધ્યકાળમાં નિર્માણ થયેલ આ મંદિર હિંદુ અને જૈન ધર્મના દેવી-દેવતાઓની પ્રતિમાઓ રાખવામાં આવી છે.
૬/૮ : ગોરખનાથ મંદિર : પેશાવર
આ મંદિર આશરે ૧૬૦ વર્ષ જુનું અને પૌરાણિક છે. જયારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે આ મંદિરને બંધ કરી દેવામાં આવ્યું હતું. એ સમય વીત્યા પછી ૨૦૧૧ની સાલમાં નવેમ્બર માસ દરમિયાન પાકિસ્તાનના પેશાવર હાઈકોર્ટેના ઓર્ડર પર આ મંદિરને ફરીથી ખોલવામાં આવ્યું. પાકિસ્તાનના પેશાવરમાં આ ગોરખનાથ મંદિર આવેલું છે.
૭/૮ : પંચમુખી હનુમાન મંદિર : નાગરપારકર
પાકિસ્તાનના આ હનુમાન મંદિર બહુ જ જાણીતું છે. અહીં રોજના હજારો દર્શનાર્થે આવે છે. આ મંદિર ૧૫૦૦ વર્ષ જુનું પંચમુખી હનુમાન મંદિર છે. નાગરપારકરના ઇસ્લામકોટમાં પાકિસ્તાનમાં આવેલું એકમાત્ર ઐતિહાસિક મંદિર રામમંદિર છે. અને બીજા નંબર પર કરાચીની સોલ્જર બજારમાં પંચમુખી હનુમાન મંદિર આવેલું છે. અહીં હનુમાનની અદ્દભુત મૂર્તિ છે. આ મંદિરને અત્યારે તો ખાસ જીર્ણોદ્ધારની જરૂર છે.
૮/૮ : હિંગળાજ શક્તિપીઠ : બલૂચીસ્તાન
સિંધની રાજસ્થાની કરાચી જીલ્લામાં બાડીકલામાં માતાજીનું મંદિર પહાડી વિસ્તારમાં સ્થિત છે. અહીંનું મંદિર તમામ ૫૧ શક્તિપીઠમાનું એક સ્થાન છે. હિંગળાજ માતાની આ જગ્યા છે. અહીં માતાજીનું મસ્તક પડ્યું હતું. અહીં માતા સાથે ભગવાન શંકર ભીમલોચન ભૈરવના રૂપમાં સ્થિત છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel