૩૫૧ ફૂટ લંબાઈ ધરાવતા “ભગવાન શિવ” ભારતમાં આવ્યા..

ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશાળ પ્રતિમાની સ્થાપના થઈ; જેને આપણે બધા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી જાણીએ છીએ એવી રીતે ભારતમાં અન્ય એક વિશાળ પ્રતિમા તૈયાર થઇ રહી છે. આ પ્રતિમા પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી વિશાળ-મહાકાય કદની હશે. ભારતની અંદર આ પ્રતિમાનું કામ હાલ અત્યારે ચાલુ છે. તમને જાણકારી આપી દઈએ કે, અત્યારે જે પ્રતિમાનું કામ ચાલી રહ્યું છે એ ભગવાન શિવની પ્રતિમા છે. ચાલો, આ ભગવાન શિવની આ મૂર્તિ વિશેની માહિતી અગાઉથી જાણી લઈએ.

રાજસ્થાનના ગણેશ ટેકરી પાસેના નાથદ્વારામાં ભગવાન શિવની પ્રતિમાનું નિર્માણ કાર્ય ચાલુ છે. અહીં આપેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે, આ પ્રતિમાનું સ્થાપન કરવા માટે કેટલી વિશાળ જગ્યાની જરૂર પડે છે. આવનારા ઓગષ્ટ મહિનામાં આ મૂર્તિને સ્થાપિત કરીને દર્શનાર્થે ખુલ્લી મુકવામાં આવી શકે છે. આ પ્રતિમા એટલી વિશાળ હશે કે, આજ સુધી ભગવાન શિવની આવી પ્રતિમા બીજી કોઈ જગ્યાએ બની જ નથી. આ પ્રતિમા ૩૫૧ ફૂટ જેટલી લંબાઈની છે એટલે કે દિલ્હીમાં આવેલ કુતુબમિનાર કરતા પણ લંબાઈ વધુ છે. કુતુબ મીનારની લંબાઈ ૨૪૦ ફૂટ છે, જયારે આ પ્રતિમા એ કરતા પણ લંબાઈમાં વધુ હશે.

આ પ્રતિમામાં ભગવાન શિવના એવી રીતે દર્શન થાય છે કે, જેમાં શિવના હાથમાં ત્રિશુલ છે. એ ત્રિશુલની વાત કરીએ તો ૩૧૫ ફૂટ તેની લંબાઈ છે. મજબૂત અને સ્પેશિયલ સ્ટીલમાંથી આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આશરે ૨૨૦૦ ટન જેટલું સ્ટીલ નિર્માણકાર્ય દરમિયાન વાપરવામાં આવ્યું છે. આ પ્રતિમાને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ પર્યટકો માટે ખુલ્લી મુકવામાં આવશે.

દેશ-વિદેશના ખૂણે-ખૂણેથી આ પ્રતિમાના દર્શન કરવા લોકો આવશે. પર્યટકો પ્રતિમાને નજીકથી નિહાળી શકે એ કારણે તેમાં લીફ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રતિમાની ફરતે ચાર લીફ્ટ અને ત્રણ સીડીઓ લગાડવામાં આવી છે. આ લીફ્ટની મદદથી મુલાકાતીઓ એકદમ નજીકથી પ્રતિમાને નિહાળી શકશે.

નિર્માણકાર્યની વાત કરીએ તો સમગ્ર મૂર્તિમાંથી ઉપરનો ભાગ તૈયાર થઇ ચુક્યો છે. આ પ્રોજેક્ટ છેલ્લા ચાર વર્ષથી સતત અને ઝડપથી ચાલી રહ્યો છે, જેમાં ૭૫૦ થી ૮૦૦ જેટલા કારીગરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. આ વિશાળ કદની પ્રતિમાને, મુલાકાતીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે. આવનારા સમયમાં અહીં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ લાંબી કતાર અને ભીડ જામશે.

એ સાથે દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યુની વાત કરવામાં આવે તો, હાલ અત્યારે ભગવાન શિવની સૌથી મોટી મૂર્તિ નેપાળના કૈલાશનાથ મંદિરમાં છે. આ મૂર્તિ ૧૪૩ ફૂટ ઉંચી છે. આ પ્રતિમા પણ ભગવાન શિવની છે. શિવની આ પ્રતિમા દુનિયાના ‘ચાર’ સૌથી વિશાળ સ્ટેચ્યુમાંથી બધાથી ખાસ હશે. આવનારા સમયમાં ભગવાન શિવની આ મૂર્તિ દેશ-દુનિયામાં બહુ મોટી ફેમ મેળવશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment