આ ઉનાળાની ગરમીમાં ઠંડી ફીલિંગ આપશે વરીયાળી શરબત

ઉનાળામાં વરીયાળી ગરમીમાં રાહત આપે છે. વરીયાળીના અનેક ફાયદા છે. જેમકે વરીયાળીને સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત થાય છે, આંખની તકલીફોમાં પણ લાભ થાય છે.વરીયાળી ખાવવાથી મોઢાની ગરમીમાં પણ રાહત મળે છે. તો ઉનાળામાં વરીયાળીના શરબતનું સેવન કરવાથી ગરમીમાંથી છુટકારો મળે છે.

સામગ્રી

  • 200 ગ્રામ વરીયાળી
  • 200 ગ્રામ સાકર
  • 4 નંગ લીંબુ
  • 6 ટી.સ્પુન જલજીરા પાવડર
  • મીઠું સ્વાદાનુસાર

વરીયાળીના શરબત બનાવવાની રીત

  • સૌ પ્રથમ રાતે વરીયાળીને પાણીમાં પલાળી દેવી.
  • સવારે તે વરીયાળીને તેજ પાણીમાં ઉકાળી લેવી.
  • ત્યારબાદ તે ઠંડું થાય પછી ક્રશ કરી ગળી લેવી.
  • ત્યારબાદ તેમાં સાકરનો ભૂકો,મીઠું,જલજીરા પાવડર નાખી બરફની ભુક્કો નાખવો.
  • થોડું ઠંડું થાય પછી સર્વ કરવું.

નોંધ : સાકરને બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકાય.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi V Nandargi

Leave a Comment