OHH!! આ ચાવાળો મહિનામાં ૧૨ લાખ રૂપિયાની રોકડી કમાણી કરે છે..

‘ચા’ના ધંધામાં શું પ્રોફિટ મળે? આ પ્રશ્ન જેના મનમાં હોય તેને આ લેખ ખાસ વાંચવા જેવો છે. આ નવનાથભાઈ દર મહીને ચા વહેંચીને ૧૨ લાખની ઇન્કમ કરે છે.  આ તો 2 વર્ષ પેહલાની વાત છે કદાચ હમણાં તો ઘણું વધુ કમાતા હશે. 

તમારા ઘર કે ઓફીસની આજુબાજુ ચાની દુકાન કે નાનો અમથો ટી સ્ટોલ હશે પરંતુ તમે શું લાગે છે કેટલી હશે તેની ઇન્કમ? કદાચ તમે કહેશો રોજના ૨૦૦-૫૦૦ રૂપિયા પણ ના એવું નથી એક ચાની દુકાન ચલાવતો વ્યક્તિ એવો છે જે ચા વહેંચીને લાખો રૂપિયાની કમાણી કરે છે. આ શખ્સ છે મહારાષ્ટ્રનો સૌથી અમીર ચાવાળો. આજના લેખમાં આ વ્યક્તિ વિશેની વાત કરવાના છીએ તો તમે આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.

એક ચા વહેંચતો વ્યક્તિ ચા વહેંચીને એટલી કમાણી કરે છે કે કોઈ વિચારી પણ ન શકે. આ શખ્સની ચાની ઇન્મક સાંભળીને આશ્ચર્યમાં પડી જવાય એમ છે. એટલું જ નહીં આ ચાવાળો મહારાષ્ટ્રનો સૌથી અમીર ચાવાળો કહેવાય છે. આ વ્યક્તિની ઇન્કમ મહીને ૧૨લાખ રૂપિયા જેટલી છે. કદાચ તમને આ વાતમાં વિશ્વાસ નહીં આવે પંરતુ આખી વાત જાણી લો.

આ શખ્સ પુનાના નવનાથ યેવલે છે જે ચા વહેંચીને મહિના ૧૨ લાખ રૂપિયા જેટલી કમાણી કરે છે. નવનાથ માહિતી આપતા જાણવા છે કે તેને ચા અને બ્રેડના આઈડીયાસ ૨૦૧૧માં આવ્યો હતો. આ પછી ટી હાઉસનું સ્થાપન કરનાર નવનાથની ફેમ એટલી મોટી થઇ ગઈ કે આજે તો એ મહારાષ્ટ્રના પ્રખ્યાત વ્યક્તિ બની ગયા છે. હજુ કામ અહીંથી અટકતું નથી નવનાથ ચા-બ્રેડને દુનિયાભરમાં ફેમસ કરવા ઈચ્છે છે. શહેરમાં નવનાથના બે આઉટલેટ છે, જે ૩૦૦૦-૪૦૦૦ કપ જેટલી ચા દરરોજ વહેંચે છે. આ ચા વહેંચીને તેને મહિનામાં ૧૦-૧૨ લાખ રૂપિયાની કમાણી કરીને આપે છે.

પુનામાં સારી ચા મળે એવા બહુ ઓછા સ્ટોલ છે એટલે નવનાથ યેવલેને વિચાર આવ્યો કે, ચાલો ટીસ્ટોલ ચાલુ કરી દઈએ. ત્યારનો આ એક વિચાર અત્યારે મજબૂત આધાર બનીને ઉભો છે. ચા પર તેને ચાર વર્ષ સુધી સ્ટડી કર્યું ત્યારે તેને આ મુકામની ઘડી તેને હાથ આવી છે. આજ તેના એક-એક ટી સ્ટોલ પર લગભગ ૧૦-૧૫ માણસો કામ કરે છે.

જુઓ આ છે ઈતિહાસ. આ વાતને ક્યારેય નહીં ભૂલી શકાય એવો છે કારણ કે આ વ્યક્તિએ કંઈક એવું કરીને બતાવ્યું છે જે બીજા માટે બહુ અઘરું સાબિત થાય એમ છે. કોઈ વ્યક્તિ ફક્ત ચા વહેંચીને મહીને ૧૨ લાખ રૂપિયાની કામની કરે એ કંઈ રીતે માનવામાં આવે!! પણ અત્યારે આ સત્ય વાત છે કે નવનાથ યેવલેની હાલની ઇન્મક ૧૨ લાખ રૂપિયા જેટલી થાય છે.

વેલ, હવે તમે ક્યારેય આ લોકેશન બાજુ આવો ત્યારે આ ટી સ્ટોલની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. નવનાથ સ્વભાવ અને વાણી-વર્તનના ખુબ જ સારા માણસ છે તો તેના કાફેની એક મુલાકાત કાયમીની આદત થઇ જશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment