હંમેશા ગરમાગરમ ન્યુઝ આપતી હોય એવી એક જ ફિલ્ડ છે, એ છે ‘બોલીવૂડ.’ આમ પણ બોલીવૂડમાં દરરોજ કૈંક ખાસ અપડેટ હોય છે. હમણાં થોડા સમય પહેલા જેમ પ્રિયંકા અને દીપિકાના લગ્નની ન્યુઝ બધા મીડિયા એજન્સી માટે ચર્ચાનો વિષય બની હતી. એવી રીતે અન્ય માહિતી પણ રોજ-દરરોજ આવતી રહે છે.
તો આજે આપણે બોલીવૂડમાંથી જ એક ચર્ચાનો વિષય લઇ રહ્યા છીએ. આજની ચર્ચા બહુ ખાસ છે કેમ કે આપણો વિષય પણ બહુ રસપ્રદ છે. તો વાતમાં કંઈક એમ છે કે, બોલીવૂડની ઘણી અભિનેત્રીઓએ વિદેશી મુંડા સાથે લગ્ન કર્યા છે. એ યાદીમાં કોણ-કોણ છે એ જોઈએ આજે…
- પ્રિયંકા અને નીક જોનાસ પહેલીવાર ૨૦૧૭ની સાલમાં ન્યુયોર્કમાં મળ્યા હતા. પછી બંનેએ વર્ષ ૨૦૧૮માં લગ્ન કરી લીધા હતા.
- પ્રીતિ ઝીન્ટા ૨૦૧૬માં લોસ એન્જેલીસના ફાયનાન્સ એનાયલીસીસ્ટ જીન ગુડએનએફ સાથે લગ્ન કરી લીધા. આ બંને કપલ પહેલી વાર સાન્તા મોનિકામાં મળ્યા હતા અને એ પહેલા બંને પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
- ટેલીવીઝન ક્ષેત્રે કાર્યરત એવી આશ્કા ગોરડિયાએ ડીસેમ્બર ૨૦૧૭માં હિંદુ અને ઈસાઈ ધર્મ રીવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેને અમેરિકન પ્રેમી બ્રેન્ટ ગોબલે સાથે લગ્ન કર્યા હતા. અમેરિકાના લાસ વેગાસમાં પહેલી વાર મુલાકાત માટે ભેગા થયા હતા.
- ઇન્ડો-કન્ડાઈ અભિનેત્રી “લીઝા રે” ના લગ્ન કેલીફોર્નીયાના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જેસન હેડની સાથે ૨૦૧૨માં લગ્ન થયા. કેનેડાની અંદર બંનેની પ્રથમ મુલાકાત થઇ હતી અને પછી બંનેએ લગ્ન કરી લીધા હતા.
- બોલિવૂડની અભિનેત્રી શ્રિયા સરનને માર્ચ ૨૦૧૮ના વર્ષ દરમિયાન આન્દ્રેઈ કોસ્ચીવ સાથે લગ્ન કર્યા. બંનેની જોડી એવી જામી કે ગાઢ મિત્રતાથી લઈને એકબીજાના હમસફર બની ગયા.
- ઈલીયાના ડીક્રુઝ પણ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી હતી. તેને ઇન્સ્ટાગ્રામમાં તેના ઓસ્ટ્રેલિયન પ્રેમી સાથેની અમુક તસવીરો પોસ્ટ કરી હતી.
- રાધિકા આપ્ટેને તમે ઓળખતા જ હશો. રાધિકાના બધા ચાહકોને પણ ખબર છે કે એ લગ્નના તાંતણાથી જોડાયેલ છે. તેને એક બ્રિટીશ્યન સાથે લગ્ન કર્યા છે.
તો આટલા ઉદારહણ પછી તમને ખબર પડી ગઈ હશે કે આવી રીતે પણ ભારત અને વિદેશનો સંબંધ ગાઢ રહ્યા છે, જેમાં બોલીવૂડના મહાન કલાકારોએ પણ ફાળો આપ્યો છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel