ભારતના અજીબ કિસ્સા સાંભળવામાં આપણને બહુ ઉત્સાહ થાય છે. એવી રીતે આજ પણ એક રાજસ્થાનનો એવો કિસ્સો લીન આવી ગયા છીએ જે જાણીને તમે નવાઈ પામશો. રાજસ્થાનના એક મંદિરમાં દરેક પથ્થરની પૂજા કરવામાં આવે છે. એક-બે-ત્રણ નહીં પરંતુ આ મંદિરની અંદર જેટલા પથ્થર છે બધા પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મંદિરના પથ્થરો દેવી શક્તિના રૂપમાં પૂજવામાં આવે છે.
તમે કદાચ આ કિસ્સો નહીં જાણ્યો હોય. તો ચાલો થઇ જાઓ તૈયાર આજ રાજસ્થાનના એક શીતળા માતાજીના મંદિર વિશેની અવનવી વાત જાણીએ. આજનો આર્ટીકલ સ્પે. તમારા માટે જાણકારી પ્રદાન કરશે. તો અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક એવી નાની ડુંગરી છે જ્યાં દરેક પથ્થરની પૂજા કરવામાં આવે છે. અહીં શીતળા માતાજીનું મંદિર છે અને અહીં માતાજીના આ રૂપને ઠંડા પદાર્થનો ભોગ ચડાવવામાં આવે છે. જયપુર પાસે આવેલ શીલ ડુંગરી પર આવેલ આ શીતળા માતાજીના મંદિરની આ વાત છે. અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ખાસ શીતળા માતાજીને મહિલાઓ ઠંડા પદાર્થોનો ભોગ ચડાવે છે.
તમે તસવીરમાં જોઈ શકો છો ઘૂંઘટ, ઘોડાગાડી અને ધાર્મિક કાર્યના મૂડમાં મહિલાઓ તેના સ્પે. પહેરવેશમાં શીતળા માતાની પૂજા કરવા માટે જાય છે. શ્રદ્ધા એવી છે કે આ મંદિરની અંદર જે આવે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિરમાં ચૈત્ર માસમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેલો સપ્તમી અને અષ્ટમીના દિવસે આયોજન કરવામાં આવે છે.
અહીં મંદિર સાથે શીતળા માતાજીનો અપરંપાર મહિમા છે એ માટે તો ભક્તોનો બહુ મોટી ભીડ જામે છે. સાથે આ મંદિરની અંદર જેટલા પથ્થર છે બધાની પૂજા કરવામાં આવે છે. ભક્તો અહીં આવીને શીતળા માતાજીનો જય જયકાર કરે છે અને એ નાદ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દે છે.
આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી ઘણી પ્રકારની બીમારી દૂર થાય છે એવી માન્યતા પણ પ્રચલિત છે. સાથે ભક્તો તેની મનની ઈચ્છા પૂર્ણ કરીને રાહત મેળવે છે. જુઓ નીચેની તસવીર અહીં તમને માનવ ભીડ જોવા મળશે.
આ મંદિરમાં ઘણા ભક્તો મેળાનો લાભ લેવા માટે પધાર્યા છે અને સાથે જેમ ગુજરાતની અંદર જેમ ધાર્મિક મેળાનું આયોજન થાય છે એવી રીતે જયપુરમાં શીતળા માતા મંદિરે થતો આ મેળો પણ પ્રખ્યાત છે. તમે જો ચૈત્ર નવરાત્રીના સમયમાં જયપુર જાવ તો ચોક્કસથી આ મંદિરના દર્શનાર્થે જજો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel