આ ખાસ કારણને લીધે અભિનેતા જીતેન્દ્ર સુંદર હેમા માલિની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા

બોલીવૂડ સુપરસ્ટાર એક્ટર જીતેન્દ્રને તમે ઓળખો છો. આજ વાત કરીએ તેના વિશે તો એ ૭૬ વર્ષના થઈ ચુક્યા છે અને અત્યાર સુધી તેને ફિલ્મ ઇન્ડ. સારી ફિલ્મો આપી છે. આજ પણ તેના ચાહકો લાખોની સંખ્યા છે. જીતેન્દ્રએ આમ તો ફિલ્મી પડદે મોટાભાગના રોલ બખૂબીથી નિભાવ્યા છે અને તેની ફિલ્મના ગીત પણ એકથી એક ચડિયાતા હોય છે.

બોલીવૂડના આ સ્ટાર સકસેસની બહુ નજીક રહ્યા છે પણ આમ જોઈએ તો તેની જિંદગીમાં પણ ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે. ૧૯૬૪માં તેને પહેલો મૂવીમાં આવવા માટેનો બ્રેક મળ્યો “ગીત ગાયા પત્થરો” ફિલ્મથી મળ્યો. જો કે તેને સકસેસ મળી એ ફિલ્મ હતી ૧૯૬૭મ આવેલી “ફર્જ” ફિલ્મ. આ ફિલ્મ થિયેટરમાં પણ ખૂબ ચાલી હતી.

જીતેન્દ્ર સાથે ઘણી અભિનેત્રીઓની જોડી હીટ રહી હતી. તેની સાથે કો-એક્ટ્રેસની યાદી તો લાંબી છે, પણ એ બધા નામમાં પહેલું નામ આવે છે – “હેમા માલિની.” એક સમયમાં હેમા માલિની પણ જીતેન્દ્રની કો-એક્ટ્રેસ રહી ચુકી હતી અને આ કારણ એવું બન્યું કે જીતેન્દ્ર-હેમાને લઈને વધુ સીરીયસ થઇ ગયા હતા.

જીતેન્દ્ર અને હેમા માલિનીએ બે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. જીતેન્દ્ર આ ખૂબસૂરત અભિનેત્રીને લઈને ઘણા સીરીયસ હતા અને તેને હેમા માલિનીને ઈમ્પ્રેસ કરવાની કોશિશ પણ કરી હતી. કિસ્મતની લકીરમાં એવું લખ્યું હતું કે હેમાએ જીતેન્દ્રને બહુ સારા એવા દોસ્ત જ ગણ્યા હતા. ફરી આ સમય એ સમય હતો જેમાં હેમા માલિની બોલીવૂડના એક બીજા સ્ટાર ધર્મેન્દ્રને ડેટ કરી રહી હતી. એ સમયમાં કદાચ પ્રણય ત્રિકોણ રચાય એમ હતું. એમ, જીતેન્દ્ર શોભા સાથે ડેટ કરી રહ્યા હતા. જીતેન્દ્ર અને શોભાનો સંબંધ બહુ જૂનો હતો એટલો જૂનો કે શોભા માત્ર ૧૪ વર્ષની હતી. એ સમયમાં જીતેન્દ્રની અતિ ચાહના હેમા માલિની પ્રત્યેની હતી અને એ માનતા હતા કે હેમા સાથે લગ્ન કરીને તેની કિસ્મત બદલી જશે અને ધર્મેન્દની જેમ લકી થઇ જશે.

પહેલા તો હેમા માલિનીના ઘરના સભ્યો ધમેન્દ્ર સાથેના સંબંધથી ખુશ ન હતા કારણ કે એ બોલીવૂડના સ્ટાર તો હતા પણ પરણિત હોવાની સાથે બાળકની પિતા પણ હતા. હેમા અને તેના ઘરના સભ્યો જીતેન્દ્ર સાથે લગ્ન કરવામાં ખુશ હતા એટલું જ નહીં લગ્નની તારીખ પણ નક્કી કરી નાખવામાં આવી હતી અને એન્ડ ટાઈમ પર બધું કામ બગડી ગયું.

હેમા માલિનીની બાયોગ્રાફીની વિગત જાણીએ તો અચાનક ધર્મેન્દ્ર અને જીતેન્દ્રની ગર્લફ્રેન્ડ જીતેન્દ્રના ઘરે પહોંચી ગયા. ધર્મેન્દ્રને જોઇને હેમા માલિનીની પિતા બહુ ગુસ્સામાં આવી ગયા. એ વખતે હેમા અને જીતેન્દ્ર વચ્ચે વાતચીત થઇ અને કૈંક મામલો બન્યો કે હેમાએ જીતેન્દ્ર સાથે લગ્ન કરવાની ના કહી દીધી. એ પછી જીતેન્દ્રએ શોભા સાથે લગ્ન કરી લીધા. એ પછી આજ સુધી જીતેન્દ્ર અને શોભાનો પતિ-પત્નીનો સંબંધ આજે પણ કાયમ છે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.


Author : Ravi Gohel

Leave a Comment