તમે એરકન્ડીશનમાં રહેવાનું પસંદ કરતા હશો? અને હા, કેમ નહીં ઉનાળો ગરમીનો મિજાજ બરાબર બતાવે તો જવું પણ ક્યાં? બપોરનો સખત તાપ હાલત ખરાબ કરી નાખે છે. જવું તો જવું ક્યાં? પણ હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. એક એવો વિકલ્પ માર્કેટમાં આવ્યો છે જેનાથી તમે એકદમ આરામથી ઊંઘ પણ કરી શકશો અને ગરમીથી રાહત મેળવી શકશો.
ટૂપીક કંપનીએ એવા ACની શોધ કરી કે કોઇપણ વ્યક્તિ ગરમીથી બચવા માટે આ પોર્ટેબલ એસી વસાવી શકે છે. આ એસી માટે એક એવી જગ્યા તૈયાર કરવામાં આવે છે જે તમારા બેડ પર જ શક્ય બની જાય. કંપની એસી સાથે રૂમ બનાવવા માટેનું પણ મટીરીયલ આપે છે, એટલે તો હાલ આ કંપનીએ બજારમાં નવી વસ્તુનું સેલિંગ ચાલુ કર્યું છે. સિંગલ અને ડબલ બંને પ્રકારના બેડ પર આ એસી સીસ્ટમનો રૂમ તૈયાર કરી શકાય છે.
બેડ પર જે રીતે મચ્છરદાની લગાવવામાં આવે છે એ રીતે એસી પણ ફિટ કરી શકાય છે. કદાચ અમુક લોકોને આ વાત ગળે ઉતરતી નહીં હોય પણ આ તસવીરમાં જોઈએ અંદાજો આવી જશે. આ દુનિયાની પહેલી એવી શોધ છે જેમાં બેડ પર એસી લગાડવામાં આવે છે. ગુજરાતીએ ઘરે વસાવવા જેવી વસ્તુ છે અને બધાને જાણકારી મળી રહે એ માટે તો અમે અહીં આજ આ વાતને જાણકારીના રૂપમાં પ્રસ્તુત કરી છે.
- આવી રીતે ફીટ કરવામાં આવ છે AC
મચ્છરદાનીની જેમ આ રૂમને ચારેય બાજુથી પહેલા તો પેક કરી દેવામાં આવે છે. જેમાં માત્ર બે હોલ હોય છે. એકમાંથી બેડ પર જઈ શકાય અને બીજી એક વિન્ડો હોય છે જેમાં ACને ફીટ કરવામાં આવે છે. આ AC ચાલુ થાય ત્યારે ધીમે-ધીમે બેડની અંદરનું વાતાવરણ ઠંડુ થતું જાય છે અને ઠંડી હવા બહાર જતી પણ નથી.
- આ સુવિધા ACનો રૂમ લગાડ્યા પછી અંદર જ મળી જાય છે
AC માટે જે રૂમ તૈયાર કરવામાં આવે છે તેમાં અંદર એક નાઈટ લેમ્પ પણ હોય છે અને મોબાઈલ ચાર્જીંગની સુવિધા પણ હોય છે. ડબલ બેડ અને સિંગલ બેડ બંને ઓપ્શનમાં આ સુવિધા મળી રહે છે. કદાચ આવનારા સમયમાં આ વિકલ્પ સકસેસ નીવડ્યો તો રૂમની અંદર ટીવીની પણ વ્યવસ્થા મળી રહે એ પણ બની શકે.
- આટલી છે AC રૂમની કિંમત
બેડ પર જે મટીરીયલમાંથી રૂમ જેવું બનાવવામાં આવે છે તે સ્પે. મટીરીયલ હોય છે. એટલે તેની કિંમતની વાત કરીએ તો સિંગલ બેડ ૧૭૯૦૦ રૂપિયા અને ડબલ બેડ ૧૯૯૦૦ રૂપિયા જેટલા ભાવમાં વસાવી શકો છો.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel