ઊંઘ ન આવતી હોય તો YouTube માં આ વિડીયો જોવો, ૧૦ મીનીટમાં આવી જશે ઘસઘસાટની ઊંઘ!!

રાતની ઊંઘ માણસ માટે મહત્વની ગણાય છે. આંખ દિવસનો થાક રાતની ઊંઘ લેવાથી ઉતરી જાય છે. જો તમને રાતના પણ ઊંઘ નથી આવતી તો ડોન્ટ વરી હવે તમારી મદદ કરવા માટે તૈયાર છે – યુટ્યુબ.
તમને વિચાર આવતો હશે કે આ કેવી રીતે શક્ય બને? તો એ જાણવા માટે તમારે માત્ર એક કામ કરવાનું છે. આ આર્ટીકલને અંત સુધી વાંચવાનો છે.

જો તમને ઘણાં સુવાના પ્રયત્નો કર્યા પછી પણ ઊંઘ નથી આવતી તો ચિંતા ન કરો. માત્ર યુટ્યુબમાં જઈને સર્ચ કરો. ASMR એટલે કે યુટ્યુબમાં ASMR ટાઈપ કરો. તમને હજારો એવા વિડીયો મળી જશે જે ASMR પર બનેલા છે. જેના થકી તમને ઊંઘ આવી જશે. પણ ચાલો જાણી લઈએ આ ASMR છે શું?

જયારે આપણને કોઈ માથામાં હળવા હાથે આંગળીઓ ફેરવે અથવા પાર્લરમાં મસાજ કરાવીએ ત્યારે રાહતની અનુભૂતિ થાય છે. એવી રીતે ASMR એટલે કે Autonomous Sensory Meridian Response કહેવાય છે.

તમે યુટ્યુબમાં ASMR સર્ચ કરશો તો ૧૦ લાખથી વધુની સંખ્યામાં વિડીયો મળી જશે. આ વિડીયોની મદદથી તમને સારી ઊંઘ આવી જશે. આ વિડીયો સર્ચ કરશો ત્યારે તમને ખબર પડશે કે કોઈ માઈક સાથે ધીમા-ધીમા આવજે વાતો કરે છે. કોઈ પ્લાસ્ટિકના ડબ્બાનો અવાજ કરે છે. એવી રીતે જયારે આ વિડીયોને હેન્ડસફ્રી એટેચ કરીને સાંભળશો તો કાનમાં જતો અવાજે ASMRનો અહેસાસ કરાવશે.

ASMR વિડીયોમાં સૌથી લોકપ્રિય છે GentleWhispering જે “મારિયા” નામની એક મહિલા પરફોર્મ કરે છે. ઘણા ધીમા આવજે એ દર્શકો સાથે વાતો કરે છે. તમે એ વિડીયોને હેન્ડ્સફ્રી લગાવીને જોતા રહો ત્યાં ધીમે-ધીમે ઊંઘ આવવા લાગે છે. આ વિડીયો બનાવવાળા આર્ટીસ્ટ સ્પેશીયલ માઈકનો ઉપયોગ કરે છે. જેમાંથી રેકોર્ડ થતો અવાજ દર્શકોને શાંતિ આપે છે અને ASMR ફિલ ક્રિએટ કરે છે અને તમને ૧૫-૨૦ મિનીટમાં ઊંઘ આવવા લાગે છે.

જુઓ, આને કહેવાય ટેકનોલોજીનો સાચો ઉપયોગ. ઊંઘ માટે પણ યુટ્યુબ તમારી હેલ્પ કરી શકે છે. અત્યાર સુધી એવું જોવામાં આવ્યું છે કે, યુટ્યુબ પર કોઇપણ વિષય સર્ચ કરો તો તમને એ વિશેની માહિતી લાવીને આપે જ પણ હવે આ બાબતમાં પણ યુટ્યુબ ખરા અર્થમાં સાબિત થઇ ગયું. કારણ કે અત્યાર સુધી ઊંધ ન આવે એ માટે એક જ વિકલ્પ હતો કે ઊંધની ગોળી લેવી પડે પણ હવે દવા લેવામાંથી પણ છુટકારો મળ્યો છે. દવા બની ગયું છે યુટ્યુબ…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel

Leave a Comment