શરીરમાં છુપાયેલી આ 8 બીમારીઓને જડમૂળથી દૂર કરે છે નેચરોપેથી મેડીસીન, જાણો કેવી રીતે કાર્ય કરે તે

નેચરોપેથી મેડીસિન એક સિસ્ટમ છે જેમાં શરીરને તેમની જાતે સાજા કરવા માટે પ્રાકૃતિક ઉપચારનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં અલગ અલગ ઉપચાર, જડીબુટ્ટીઓ, મસાજ, એક્યુપંક્ચર, કસરત અને પોષણ સલાહનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા નવી તબીબી પદ્ધતિ નથી, પરંતુ સદીઓથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, તેમાં કેટલીક આધુનિક વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં વ્યક્તિ તેના શરીર, મન અને આત્માની જેમ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. ચાલો જાણીએ નેચરોપેથી દવા શું છે, તે ક્યાં રોગોમાં અસરકારક છે અને તેમાં શું સામેલ છે.

Image Source

નેચરોપેથિ દવા કેવી રીતે કાર્ય કરે છે?

નેચરોપેથિ દવાનો ધ્યેય વ્યક્તિને સંપૂર્ણ રીતે સાજો કરવાનો છે. તેમાં વ્યક્તિના મન, શરીર અને આત્માનો સમાવેશ કરવામાં આવે છે. તેમાં કોઈપણ સમસ્યાના કારણ સુધી પહોંચવાથી, તેના મૂળને દૂર કરવામાં આવે છે, એટલું જ નહીં લક્ષણોમાં પણ રાહત આપવામાં આવે છે. નેચરોપેથિ ડૉક્ટર તમારી તપાસ કરવા માટે એકથી બે દિવસ લે છે. તે તમારા સ્વાસ્થ્ય, તણાવ સ્તર અને જીવનશૈલી વિશે પૂછે છે.

ત્યારબાદ તે તમારા હેલ્થ પ્લાન વિશે ચર્ચા કરે છે. તમારા ડોક્ટર તમારું ભોજન, કસરત અને સ્ટ્રેસ મેનેજ કરવા સાથે જોડાયેલ ટિપ્સ આપી શકે છે. તે કેટલીક હોમીયોપેથી, હર્બલ દવાઓ અને એક્યુપંકચર વગેરેનો ઉપયોગ કરી શકે છે. શરીરમાં બેલેન્સ જાળવી રાખવા માટે તે મસાજ અને પ્રેશર વગેરેનો ઉપયોગ પણ કરી શકે છે.

નેચરોપેથિ દવા કઈ કઈ સ્થિતિમાં કામ કરે છે ?

નેચરોપેથિ દવા લગભગ દરેક શારીરિક સ્થિતિઓ સારી કરવામાં મદદ કરે છે. કેટલીક શારીરિક સ્થિતિઓ જેવી સમસ્યાઓને સારી કરવામાં પ્રાકૃતિક ઉપચાર પદ્ધતિ ખૂબ મદદરૂપ છે.

  • એલર્જી
  • માથાનો દુખાવો
  • વાંજિયાપણા સાથે જોડાયેલ સમસ્યા
  • પાચનતંત્ર સાથે જોડાયેલ સમસ્યા
  • સ્થૂળતા
  • હોર્મોનલ અસંતુલન થવુ
  • લાંબા સમય સુધી શરીરમાં દુખાવો થવો
  • થાક લાગવો

કેટલાક કિસ્સાઓમાં લાઇસન્સ પ્રાપ્ત નેચરોપેથી ડોકટરો ઘા સારા કરવા જેવી નાની સર્જરી પણ કરી શકે છે. ઘણા ડોકટરો પાસે કુદરતી પ્રસૂતિ સંબંધિત માહિતી હોય છે. જો તમે બીમાર ન હો અને તમારું એકંદર સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હો તો પણ નેચરોપેથિક દવાઓનો ઉપયોગ કરી શકાય છે. જો કોઈ ઈમરજન્સી હોય જેમાં તમારે હોસ્પિટલમાં જવું પડતું હોય, તેવા સમયે તેનો ઉપયોગ કરશો નહીં.

શું નેચરોપેથીની કોઈ આડઅસર પણ છે?

સપ્લીમેન્ટ્સ – જો તમારા ડોકટર સપ્લીમેન્ટ્સનું સેવન કરવાનું કહે છે અને તમે પેહલાથી કોઈ બીજી દવા લઈ રહ્યા છો તો તે રીએકશન કરી તમને સાઈડ ઈફેક્ટ બતાવી શકે છે તેથી પેહલાથી જ ડોકટરને તેના વિશે જણાવી દો.

કરોડરજ્જુ ગોઠવણ

ઘણીવાર ડોકટરો તમારી કરોડરજ્જુ પર ઘણું દબાણ કરે છે. આ તમારી ધમનીઓ, ચેતા અથવા હાડકાં વગેરેને નુકસાન પહોંચાડી શકે છે. ઘણા કેસમાં તેમ કરવાથી સ્ટ્રોક પણ થઈ શકે છે.

ડિટોક્સ આહાર

ઘણા આહારમાં તમારે લાંબા સમય સુધી ભૂખ્યું રેહવુ પડી શકે છે. જો તમને ડાયાબિટીસ અથવા કોઈ અન્ય શારીરિક સ્થિતિ. હે તો તેમાં વધારે સમય સુધી ભૂખ્યા રેહવાથી હાલત ખરાબ થઈ શકે છે. તેથી તેના વિશે પણ ડોકટર સાથે જરૂર વાત કરો જેથી તમને સમય સમય પર પૌષ્ટિક આહાર મળતો રહે.

સલાહ : નેચરોપેથી દવાઓ તેમતો તમને પૂરી રીતે સારા કરવામાં ફાયદાકારક છે, પરંતુ તેના ઘણા સાઈડ ઈફેક્ટ પણ છે. તેથી તેના વિશે ડોકટર સાથે વાત કર્યા પછી જ તેનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવો જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment