હાઈ સ્જુલ ના આ પ્રેમી ૧૯૪૬ માં લગ્ન ના બંધન માં બંધાયા હતા. પણ એ વિશેષ દિવસને યાદ કરવા માટે આ કપલ પાસે એક પણ ફોટો ન હતો. જ્યારે તેમની પૌત્રીએ દંપતિ માટે એક વ્યાવસાયિક ફોટો શૂટ ગોઠવ્યો ત્યારે વસ્તુઓ બદલાઈ ગઈ, ૭૦ વર્ષ પછી પણ તેમનો પ્રેમ હજુ મજબૂત છે.
માર્ગરેટ રોમેરે પોતાના હાઈ સ્કુલ ના પ્રેમી ફેરીસ રોમેર જે અત્યારે ૯૦ વર્ષના છે, તેમની સાથે નવેમ્બર ૨૪ ૧૯૪૬ માં લુસિયાના સ્તીથ મોર્ગન સીટી માં લગ્ન કર્યા હતા.
બન્ને એક એવા સમારંભ માં લગ્નના બ્ન્ધ્નમાં બંધાયા જે માત્ર ૧૫ મિનીટ સુધી ચાલ્યું. દુલ્હન ના ઘરે આયોજિત કરવામાં આવેલ રીસેપ્શન ખુબજ સામાન્ય હતું, એટલું સામાન્ય હતું કે અ ખાસ દિવસને યાદ કરવા માટે દંપતી પાસે એક પણ ફોટો ન હતો.
૮૯ વર્ષીય માર્ગારેટને યાદ કરતા, કહે છે, “મને ખાતરી છે કે લોકો પાસે એ જમાના માં કૅમેરો હતો, પરંતુ કોઈએ લગ્નમાં કૅમેરાને લાવવો જરૂરી ન સમજ્યો”. તેઓ આગળ કહે છે કે” અમારા લગ્ન એવા નહતા થયા જેવા લોકોના આ જમાના માં થઇ રહ્યા છે.”
સીધા અને સંતુષ્ટ, દંપતી વસ્તુઓને સાધારણ રીતે રાખે છે. તેઓ અત્યારે એજ ઘરમાં રહે છે જે ઘર તેમનણે ૬૫ વર્ષ પહેલા બનાવ્યું હતું. પોતાનો પ્રેમ અને વિશ્વાસ આજ સુધી તેમને એકબીજા તરફ આકર્ષિત કરે છે.
ગયા વર્ષે, તેમની ૩૪ વર્ષીય પૌત્રી, અમાન્ડા ક્લેક્લેએ, એકબીજાને અતિશય પ્રેમ કરવા વાળ પોતાના દાદા દાદી ને તેમના “પ્રેમની તસ્વીર” આપવાનો નિર્ણય કર્યો જે તેમની પાસે અત્યાર સુધી હતીજ નહી.
પૌત્રી અમાન્ડાએ એબીસી ન્યુઝ ને જણાવ્યું કે. “હું ઇચ્છુ છુ કે તેમની પાસે કંઇક એવું હોય જેને જોઇને તે લોકો કહે કે, તેમના લગ્ન કેટલા વિશેષ રહ્યા હતા.”
આ દંપતી કેટલા ખુશ નજર આવી રહ્યા છે!
પોતાના લગ્ન ને ફરીથી અભિનીત કરવા માટે માર્ગરેટ રીંગણ રંગનો લેહ્ન્ગો અને ઘૂંઘટ પહેર્યો હતો. ફેરીશે ચુસ્ત ટક્સીડો પહેર્યો હતો.
લગ્નની ૭૦મી એનીવર્સરી ની સવારે બન્ને એ ફોટોગ્રાફરને ઉત્સુકતા પૂર્વક પોઝ આપ્યા, શેમ્પેન પીધું અને એકબીજાની બાહો માં ખોવાઈ ગયા.
આ દંપતી હમેશા ખુશ અને આનંદ સાથે લાંબુ અને ખુશાલ લગ્ન જીવન જીવતા રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
“પવિત્ર અને પ્રેમ લગ્ન શું છે એ આ દંપતી આજે મોટું ઉદાહરણ છે.”
All photos in this story are credited to Lara Carter Photgraphy.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.AUTHOR: ADITI NANDARGI
1 thought on “૭૦ વર્ષ પછી દંપતીએ લગ્નના ફોટા પડાવ્યા, ૧૫ મિનીટ માં પતી ગયો હતો લગ્ન સમારંભ❤️❣️”