આજકાલ મોટાભાગના માણસોને કંઈક ને કંઈક વ્યસન હોય છે. બહુ ઓછા એવા લોકો છે, જેને કોઈ જ પ્રકારનું વ્યસન નથી. તમાકુએ આખા ભારત દેશને વ્યસનથી ગુલામ કરી દીધો છે. પાન-મસાલા, સિગારેટ અને તમાકુથી પણ વિશેષ છે દારૂ. આ એવા ‘નામ’ છે – જેની અસરની ખરાબ અસર જીવન બર્બાદ કરવા માટે કાફી છે. પણ સ્મોકિંગ કરતા લોકોનું સ્મોકિંગ છોડાવવા માટેનો બોજ ઉઠાવ્યો છે માત્ર સાત વર્ષની એક નાની છોકરીએ. કેવી રીતે અને શું છે આ ‘ક્વિટ ટોબેકો કેમ્પેઇન?’ સાત વર્ષની નાની ઉંમરમાં આ કામ કરનાર છોકરી કોણ છે? ચાલો, આ બાળરાજાની હિંમતને જાણીએ..વધુ વાંચો આગળ..
હૃદયા નામની સાત વર્ષની નાની છોકરી ‘ક્વિટ ટોબેકો કેમ્પેઇન’ ચલાવે છે, જેમાં સ્મોકિંગના વ્યસનથી દૂર રહેવાનું એ સૂચવે છે. વ્યસન છોડવાનું સુચના આપતી આ છોકરીની સમજાવવાની રીત એટલી કારગર છે કે, અત્યાર સુધીમાં ૫૦ થી વધુ લોકોએ આ કેમ્પેઈનમાં જોડાયને સ્મોકિંગને તિલાંજલિ આપી દીધી. વોટ્સએપ ગ્રુપના માધ્યમ થકી આ કેમ્પેઈન વધુ કામ કરે છે અને લોકોને સ્મોકિંગ બંધ કરવાની સલાહ મળે છે.
“કાકા ચાર દિવસથી કશ નથી લીધા, બે-ત્રણ કશ મારવા દો ને…” સાત વર્ષની ઉંમરની ‘હૃદયા’ જયારે કોઈ સ્મોકિંગ કરતુ હોય એવી વ્યક્તિને આ કહે ત્યારે વ્યસની થોડીવાર માટે તો અચરજ પામી જાય છે. અમુક લોકોના હાથમાંથી સિગારેટ નીચે પડી જાય છે ત્યાં સુધી અસર થાય છે. પછી હૃદયા નામની આ છોકરી તેના વોટ્સએપ ગ્રુપમાં તે વ્યક્તિને જોઈન કરી દે છે.
મોબાઈલના આ ગ્રુપમાં સ્મોકિંગ ન કરવાની સલાહ હોય એવા મેસેજ આવતા રહે છે. આ મેસેજ એટલા ઈમોશનલ હોય છે કે, કોઇપણ વ્યક્તિ એકવાર તો સ્મોકિંગ બંધ કરવા માટે પ્રેરાય જાય છે. એવા તો ૫૦ થી વધુ લોકોએ સ્મોકિંગ એકદમ બંધ કરી દીધું છે. હૃદયાની આ કેમ્પેઈનમાં ઘણા લોકોએ તેને સપોર્ટ આપ્યો છે.
આવી છે હૃદયાની કહાની જેને કારણે તે આ કેમ્પેઈન ચાલુ કરવા માટે પ્રેરાઈ હતી
હૃદયાના કાકાને કેન્સર થયું હતું તેના ઉપરથી તેને નોંધ્યું હતું – કાકાને સ્મોકિંગ કરવું હાનીકારક છે એ ખબર હોવા છતાં કેમ કરતા હશે? આ પ્રશ્ન તેના મનમાં ઉઠતો હતો પરિણામે તેને વિચાર્યું કે હું લોકોને સ્મોકિંગ ન કરવાની સલાહ આપીશ પરિણામે કોઈની જિંદગી બચી જાય.
આ કેમ્પેઈનની શરૂઆત આ રીતે થઇ પછી કોઈ પાનની દુકાને જે સ્મોકિંગ કરી રહ્યા હોય તેને હૃદયા કહેતી “કાકા ચાર દિવસથી કશ નથી લીધા, બે-ત્રણ કશ મારવા દો ને…” આવું સાંભળી ઘણાના હાથમાંથી સિગારેટ નીચે પડી જતી અને આ સાંભળીને સ્તબ્ધ થઇ જતા. એ વ્યક્તિનો મોબાઈલ લઈને તેને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેતી. જેમાં રોજ સ્મોકિંગથી છોડી દેવાનું મન થાય એવા વિડીયો આવતા રહે. આ મહેનત હૃદયાએ હજુ ચાલુ રાખી છે.
હૃદયાના વોટ્સએપ ગ્રુપમાં દિવસે-દિવસે સ્મોકિંગ કરતા લોકો ઉમેરતા જાય છે અને ગ્રુપ મોટું બનતું જાય છે. હૃદયાને વિશ્વાસ છે કે, આ કેમ્પેઈનથી વધુથી વધુ લોકોને જાગૃત કરી શકશે. આજ સુધીની ગણતરી કરીએ તો સાત વર્ષની હૃદયા નામની નાની છોકરીએ ૫૦ લોકોનું સ્મોકિંગ છોડાવ્યું છે અને હજુ આ આંકડો આગળ વધતો રહે છે. નાસિકના આસપાસના લોકોમાં આ જાગૃતિ આવે અને શક્ય તેટલા લોકો સ્મોકિંગ કરવાનું બંધ કરી દે એવા ઉદ્દેશથી આ છોકરી મહેનત કરી રહે છે.
માણસો સોશિયલ મીડિયા પર સ્ત્રીને લગતા જોક્સ ફોરવર્ડ કરતા ફરતા હોય છે, પણ સ્ત્રીની સાચી કિંમત શું છે એ તેને ઓળખી શકે એ જ જાણે. સાત વર્ષની છોકરી જો આ મહેનત કરી શકતી હોય તો વિચારો સ્ત્રીની શક્તિ કેટલી હશે કે કોઈના મનને સ્પર્શ કરી શકીએ ત્યાં સુધી પહોંચી જાય છે.
આવી જ રોચક માહિતીનો ખજાનો જાણવા માટે અત્યારે જ “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel