કોરોનાવાયરસ – 7 માલદીવિયો ને ભારત લઈ પહુચ્યું વિશેષ વિમાન, માલદીવે વ્યક્ત કર્યો આભાર …

કોરોનાવાયરસ એ ઘણા વાયરસ પ્રકારોનું જૂથ છે જે સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં રોગના પરિબળોનું કારણ બને છે. મનુષ્યમાં, તે શ્વસન માર્ગના ચેપને લીધે થાય છે, કેટલીકવાર તે જીવલેણ હોય છે. ચીનના વુહાન શહેરમાંથી ઉદ્દભવેલ 2019નો કોરોનાવાયરસ આ જૂથના વાયરસનું ઉદાહરણ છે. જેનો ચેપ 2019-20ના કાળમાં ઝડપથી ઉભરી આવ્યો છે. હાલ વુહાનમાં કોરોનાવાયરસ ફાટી નીકળ્યો છે.

ચીનેમાં દહેશત ફેલાવી રહેલો કોરોનાવાયરસ થી આપણા નાગરિકોની સુરક્ષા કરવા માટે ભારતે ત્યાં થી તેના નાગરિકોને પાછા બોલાવી લીધા છે. તેના સિવાય ભારતે માલદીવના સાત નાગરિકોને પણ વુહાન થી બહાર કાઢ્યા હતા. જેના માટે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહે ભારત નો આભાર વ્યક્ત કર્યો.

વિદેશ પ્રધાન એય જયશંકરના ટ્વીટનો રીપ્લાય કરતા સોલિહે લખ્યું, ‘હું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકરનો આભાર માનું છું કેમકે તેઓએ ચીનના વુહાનમાં રહેતા સાત માલદીવ નાગરિકોને બહાર કાઢ્યા છે. આ વ્યવહાર બંને દેશો વચ્ચેની ઉત્તમ મિત્રતા અને સંવાદિતાનું સારું ઉદાહરણ છે.’


આ પહેલા પણ  માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે વડા પ્રધાન મોદી અને વિદેશ મંત્રીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે. ‘ચીનથી માલદીવના સાત નાગરિકો ને લઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હી આવી રહી છે. વિમાન આવ્યા પછી ચેપ લાગે ત્યાં સુધી તેમને સેના અને આઈટીબીપી કેમ્પમાં રાખવામાં આવશે.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરનો આભાર.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment