આ સાત ગુણ જાણ્યા પછી તમને હિંમત અને સાહસથી આગળ વધતા કોઈ નહીં રોકી શકે…

સજ્જનતા કે સજ્જન બનવું આમ તો અધિક અઘરૂ છે અને બીજી દ્રષ્ટિએ જુઓ તો દરેક માણસ પોતાને સજ્જન સમજતો જ હોય છે. સજ્જનતાને માપવા કોઈ ચોક્કસ માપદંડો નક્કી થયા નથી. એવા એક વિશેષ ધર્મ પ્રણાલીમાં થોડા સુચન થયા છે. “તાઓ” એક ધર્મ સંસ્કૃતિ છે. જેમાં કેટલાક જીવનસૂત્રો આપ્યાં છે કે, જે સજ્જન બનવા માટે તથા સફળ અને હિંમત – સાહસ સાથે જીવન પર કરવા માટે દિશાસૂચક છે. તો ચાલો જાણીએ આ ૭ જીવનસૂત્રોને જે તાઓ ધર્મ તરફથી વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે.

૧. “સ્વર્ગીય તત્વ કલ્યાણકારી છે. તે કોઈને કદીએ હાની કરતું નથી.

      આ સૂત્રને સરળ રીતે સમજીએ તો એમ કહી શકાય કે, પરમાત્મા અર્થાત્ એ ઊર્જા જે વિશ્વને ચલાવી રહી છે તે કોઈ દિવસ કોઈને હાનિ કરતું નથી. નુકશાન પહોંચાડી શકે નહીં. ઈશ્વર પર વિશ્વાસ રાખો. આપણાં દુઃખ કે મુશ્કેલીઓ માટે પ્રભુને જવાબદાર ન ઠેરવો.

૨. “તાઓને અનુસરનાર રૂષિ માત્ર કર્તવ્યને અનુસરે છે, પણ તે દેખાડો કરતું નથી”.

      જેમ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે, “કર્મ કરો પણ ફળની ઈચ્છા ન રાખો” એવો જ કંઈક ભાવાર્થ ઉપરોક્ત સૂત્ર પણ ધરાવે છે. સજ્જન ફકત કર્તવ્યને અનુસરે છે. પોતાના કર્મમાં સતત પ્રયત્નશીલ રહે છે. પરંતુ પોતાની મહેનતથી બડાઈ કરતો નથી.

૩. જગતનો સૌથી નિર્બળ પદાર્થ ગમે તેવા શક્તિશાળી પદાર્થનો સામનો કરી શકે છે.

         કોઈ પણ સજ્જન પોતાની શક્તિઓને વિકસાવવાનો પ્રયાસ કરતો રહે છે. તે કોઈ પણ મુશ્કેલીની સામે હાર માનતો નથી. અને પોતાની હિંમત અને સાહસથી આગળ વધતો રહે છે. અહીં સજ્જનનો અર્થ એ છે કે, જે માણસ ડરથી ભયભીત છે. પછી એ ડર કોઈ પણ બાબતનો હોઈ શકે.

૪. પાણીનાં ગુણધર્મ માફક બધી જગ્યાએ અનુકુળ બનતાં શીખવું જોઈએ”.

          પાણીનો ગુણ છે બધે અનુકૂળ થવાનો જાણે કે જગતમાં એના જેવું નિર્બળ અન્ય કશું જ ન હોય. આમ છતાં ગમે તેવા પથ્થરોને પણ તે વારંવાર પ્રહારો કરી તોડી શકે છે. પાણીને જે પાત્રમાં ઠાલવવામાં આવે તે પાત્રનો આકાર ધારણ કરી લે છે અને પોતે તદ્દન નિર્બળ હોય તેમ વર્તે છે. પરંતુ આ જ પાણીનો સતત અને તીક્ષ્ણ પ્રવાહ કોઈ પણ પથ્થરને કોતરીને નાખે છે.

૫. “આમ દુર્બળ એ સબળને પહોંચી વળે છે અને સૌમ્ય એ ગમે તેવા સખત પદાર્થને પહોંચી વળે છે”.

          જેમ પાણી નિર્બળ હોવા છતાં યોગ્ય પ્રયત્નોથી મજબૂત પથ્થર તોડી નાખે છે. તેમ કોઈ પણ નિર્બળ એ સબળને પહોંચવા સક્ષમ છે. જો યોગ્ય હિંમત અને પ્રયત્નો કરવામાં આવે તો દુનિયામાં કાંઇ પણ અશક્ય નથી.

૬. “જે જગતના બધા જ આઘાતો સહન કરે છે તે આ જગતનો માલિક બને છે”.

         જે વ્યક્તિ બધી જ મુશ્કેલીઓ, દુઃખો, આઘાતો સહન કરીને પણ હિંમત નથી હારતો તે વ્યક્તિ ચોક્કસપણે સફળ બને છે.

૭. “જે જગતની બધી જ આફતો વચ્ચે ટકી રહે છે તે આ જગતનો સમ્રાટ બની શકે છે”.

          જીવનમાં આવતી વિપત્તિઓ પડકારોનો સામનો કરી જે વ્યક્તિ સફળતાનું શિખર ચડે છે તે વ્યક્તિ દુનિયા જીતી શકે છે તેમાં શંકા નથી.

માણસ માણસ સફળ થવાના અનેક કારણો હંમેશા શોધતો ફરે છે. અમુક એવી આદત અને માનસિક લક્ષણો પણ હોય જે અનુરૂપ પરિસ્થિતિ બનતાં રોકે છે. એ બધામાંથી ક્યારેક ખુદની જીંદગીમાં અરીશો બનીને જોવું જોઈએ કે, “જીવનગાડી ક્યાં પહોંચી..!!”. બધે અનુકુળ બનવા માટે સૌ પ્રથમ એટલું જ યાદ રાખવું જોઈએ કે, બધું સારું જ છે જે ઈશ્વર દ્વારા અથવા ખુદની મહેનત દ્વારા પ્રાપ્ત થયેલ છે. નકારત્મક માણસ અને એવા કુવિચારોથી દુર રહેતા શીખી જવું જોઈએ.

Author : Payal Joshi

Leave a Comment