આવો જાણીએ શનિદેવના તે મહા ઉપાયો જેને કરવાથી વ્યક્તિ શનિના દોષથી મુક્ત થઈ જાય છે અને તેના દરેક કાર્ય યોગ્ય થવા લાગે છે.
વર્તમાન સમયમાં જો કોઈ વ્યક્તિને સૌથી વધુ કોઈ ગ્રહથી ડરે છે તો તે છે શનિદેવ. સુર્યપુત્ર શનિનું નામ પડતા જ દરેક પ્રકારના અનિષ્ટની આશંકા મનમાં ફરવા લાગે છે. પરંતુ ધીમી ગતિથી ચાલતા શનિ અત્યંત દાર્શનિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિના દેવતા છે. શનિદેવ વ્યક્તિને ઘણા પ્રકારની અગ્નિ પરીક્ષામાંથી પસાર કરીને સોનાની જેમ ચમકાવી દે છે.
કુંડળીમાં શનિના શુભ સ્થાન હોવાથી તે વ્યક્તિને અપાર સંપત્તિ અને માન-સન્માન પણ પ્રાપ્ત કરાવે છે. અને ત્યાં જ અશુભ સ્થાન પર ખૂબ નુકસાન પણ પહોંચાડે છે. કહેવામાં આવે છે કે શનિ શુભ હોય તો વ્યક્તિ નું મકાન બની જાય છે પરંતુ અશુભ હોય તો મકાન વેચાવી પણ નાખે છે. આવો જાણીએ શનિદેવના એ મહાઉપાયો જેને કરવાથી વ્યક્તિ શનિના દોષથી મુક્ત થઈ જાય છે અને તેમના કાર્ય સારા થવા લાગે છે.
1. માતા-પિતાનું સન્માન કરો
શનિની કૃપા મેળવવી હોય તો સૌ પ્રથમ પોતાના માતા પિતાનો આદર કરવો પડશે અને તેમની સેવા કરવી પડશે. જો તે તમારાથી દૂર હોય તો તેમના ફોટા ને પ્રણામ કરો. અને ફોન કરીને દરરોજ તેમના આશિર્વાદ લો. શનિનો આ ઉપાય તમને ચમત્કારીક રૂપથી લાભ અપાવશે.
2. નીલમ રત્ન ધારણ કરો
જો તમારી ઉપર શનિની સાડાસાતી ચાલી રહી છે તો તમે શનિ દ્વારા મળતા તકલીફ અને કફથી હેરાન-પરેશાન થઇ ગયા છો તો તમે કોઈ જ્યોતિષીની સલાહ લઈને નીલમ અથવા નીલો રત્ન ધારણ કરી શકો છો. જો તમે તેને ખરીદી શકતા નથી તો શમીની જડને કાળા કપડામાં બાંધીને તમારા બાવડામાં બાંધો.
3. શનિના મંત્રનો જાપ કરો
શનિના દોષને દૂર કરવા માટે દરરોજ શનિના મંત્ર ”’ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम:” નો દરરોજ ઓછામાં ઓછી ત્રણ માળાનો જાપ કરો.
4. આ વસ્તુઓના દાનનું ખાસ મહત્વ
શનિ સંબંધી તકલીફને દૂર કરવા માટે શનિનું દાન એક પ્રભાવી ઉપાય છે. શનિની કૃપા મેળવવા માટે તમે લોખંડ, કાળા તલ, અડદ, કસ્તુરી, કાળા કપડા, કાળા ચંપલ, ચા વગેરેનું દાન કરી શકો છો.
5 શનિવારના દિવસે આ નિયમનું પાલન કરો
શનિવારના દિવસે પીપળાના ઝાડને ચારેતરફ સાત વખત કાચો દોરો લપેટો દોરો લપેટી વખતે શનિના મંત્રનો જાપ કરતા રહો. ત્યારબાદ દીવો પ્રગટાવો અને તેની સાથે શનિવારના દિવસે માત્ર એક વખત મીઠું અને મસાલા રહિત સાદુ ભોજન કરો અથવા ખીચડી બનાવીને ખાવ.
6 આ ઉપાયથી શનિદેવ થશે પ્રસન્ન
પ્રત્યેક કાળા કૂતરાને તેલમાં ચોપડેલી રોટલી અને મીઠાઈ ખવડાવો જો તે સંભવ ન હોય તો કાળા કૂતરાને બિસ્કીટ ખવડાવો આ પ્રમાણે કાળી ગાયની પણ સેવા કરી શકો છો તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમનાથી થતા દોષ પણ દૂર થાય છે.
7 શનિના દોષ ને દૂર કરશે હનુમાન
શની સંબંધિત દોષને દૂર કરવા માટે હનુમાનજીની સાધના રામબાણ સાબિત થઈ શકે છે. જો તમને શનિની સાઢેસાતી ની તકલીફ ચાલી રહી છે તો દરરોજ હનુમાનજીની સાધના અને આરાધના કરો મંગળવાર અને શનિવાર ના દિવસે વિશેષ રૂપથી સુંદરકાંડનો પાઠ કરો અને હનુમાનજીને સિંદૂર ચઢાવો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team