મલેરિયાના સામાન્ય લક્ષણોમાં માથાનો દુખાવો, તાવ, ઠંડી, પેટમાં દુખાવો, ઉલટી, ઉબકા, ઝાડા અને એનિમિયાનો સમાવેશ થાય છે. મેલેરિયા માટે કેટલાક ઘરેલું ઉપચાર અને નિવારણ ટિપ્સ વિશે જાણવા માટે અહીં વાંચો.
મચ્છર કરડવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક બની શકે છે, ખાસકરીને જો આપણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવી ખતરનાક બીમારીઓ પર ધ્યાન આપીએ. મલેરિયા દુનિયાભરમાં સૌથી ધાતક અને વ્યાપક બીમારીમાંથી એક છે. તે મુખ્ય રૂપે સંક્રમિત માદા એનોફિલીજ મચ્છર કરડવાથી થાય છે. જ્યારે તમને કોઈ મચ્છર કરડે છે ત્યારે પરજીવી તમારા શરીરમાં ઇન્જેક્શન લગાવે છે અને પછી તે તમારા લોહીમાં ઝડપથી ફેલાઈ છે અને તમારા લીવર સુધી પહોંચે છે. મલેરિયાની સારવાર માટે દવા ઉપલબ્ધ નથી, પરંતુ આ જીવલેણ બીમારીના પ્રાકૃતિક ઉપચાર, રોક અને સાવધાનીઓ જાણવી જરૂરી છે.
મલેરિયાના લક્ષણ સામાન્ય રીતે 10 દિવસથી 4 અઠવાડિયા સુધી જોવા મળે છે પછી સંક્રમિત થઈ જાઓ છો. ઘણા લોકોમાં લક્ષણ મહિનાઓ સુધી વિકસિત પણ થઈ શકતા નથી. મલેરિયાના લક્ષણમાં માથાનો દુખાવો, ખૂબ તાવ, કંપન, પેટમાં દુખાવો, ઉલ્ટી, ઉબકા, ઝાડા અને એનિમિયાનો સમાવેશ છે.
1. ખાટા ફળ
ખાટા ફળોને તેના ફાયદાકારક ગુણોના કારણે ઇમ્યુનીટી બૂસ્ટર પણ કેહવામાં આવે છે. તેમાં રહેલ વિટામિન સી તાવને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને સંક્રમણ ફેલવાથી પણ અટકાવે છે અને શરીરને જલ્દી સારું થવા માટે પ્રેરિત કરે છે. દ્રાક્ષ, સંતરા, લીંબુ અને બ્લેકબેરી જેવા ખાટા ફળ તમારા શરીરને આ સ્પલીમેન્ટ પૂરા પાડે છે.
2. આદુ
આદુ પણ મલેરિયા માટે ખૂબ મદદરૂપ ઘરેલુ ઉપચાર છે. આદુને પાણીની સાથે ઉકાળી શકાય છે અને પછી તેને એક સ્વાદિષ્ટ મિશ્રણમાં બદલી નાખવામાં આવે છે જે રૂપે આ બીમારીને ઝડપથી સારી થવામાં મદદ કરશે. આદુ જીવાણુવિરોધી પ્રકૃતિ તે નક્કી કરે છે કે રોગ ફેલાઈ નહિ. આદુમાં એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટી ઇફ્લેમેટરી ગુણ પણ હોય છે જે દુઃખાવા અને ઉલટી જેવા લક્ષણોથી રાહત આપી શકે છે.
3. હળદર
હળદર અદભૂત એન્ટી ઓક્સિડન્ટ અને રોગવિરોધી ગુણોવાળો સારો મસાલો છે. હળદર શરીરમાંથી જેરીલા પદાર્થને કાઢવામાં મદદ કરે છે જે પ્લાસ્મોડીયમ સંક્રમણના કારણે બને છે. હળદર મલેરિયાના કીટાણુને મારવામાં મદદ કરે છે. એન્ટી ઇફ્લેમેટરી ગુણ માંસપેશીઓ અને હાડકાના દુઃખાવાને ઓછા કરવામાં મદદ કરે છે, જે મલેરિયામાં સાધારણ છે. મલેરિયાથી છુટકારો મેળવવા માટે રોજ રાત્રે એક ગ્લાસ હળદર વાળુ દૂધ પીઓ. હળદર મલેરિયાના કીટાણુને મારવામાં મદદ કરે છે. તે મલેરિયાના લક્ષણોથી રાહત મેળવવા સૌથી સારો મસાલામાંથી એક છે.
4. તજ
તજમાં એન્ટી ઇફ્લેમેટરી, એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે જે મુખ્ય રૂપે મલેરિયાના લક્ષણોથી રાહત મેળવવા મદદ કરે છે. સ્વાદિષ્ટ મિશ્રણ બનાવવા માટે તમે ગરમ પાણીમાં તજ અને મરીનો પાવડર બંને ઉમેરી શકો છો, તમે સ્વાદ વધારવા માટે તેમાં થોડું મધ ઉમેરી શકો છો અને તેને દિવસમાં ઓછામાં ઓછી બે વાર પી શકો છો. તે તાવ, માથાનો દુખાવો અને ઝાડા જેવી સામાન્ય લક્ષણોથી લડવામાં મદદ કરશે. તે મલેરિયામાં રહેલા દુઃખાવા અને અન્ય લક્ષણોને પણ ઓછા કરે છે. તજ ભારતીય રસોઈમાં સૌથી વધારે ઉપયોગ થનારા મસાલામાંથી એક છે.
5. મેથીના દાણા
મલેરિયાથી સંક્રમિત લોકોમાં ઝડપથી તાવના કારણે પણ શરીરમાં નબળાઈ આવે છે. આ જીવલેણ બીમારીથી થનારી નબળાઈ ઓછી કરવા માટે મેથીના બી સૌથી સારા ઘરેલુ ઉપચારમાંથી એક માનવામાં આવે છે. તે તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારી અને મલેરિયાના કીટાણુને મારીને મલેરિયાને સારા થવાની પ્રક્રિયાને વધારે છે. તમે મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને રાખી શકો છો અને સવારે ખાલી પેટે પાણી પી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team