ક્યારેક ગુસ્સો આવે તો ઠીક છે પણ વારેવારે એક જ કામ થાય રાખે તો નકામું! આપણે સૌ એક બહુ સારી રીતે કરીએ છીએ, કોઈ પર ગુસ્સો કરવાનું કામ બહુ સારી રીતે કરીએ છીએ. પણ વાસ્તવિકતા એવી છે કે વારેવારે હદથી વધારે ગુસ્સો કરવાથી સંબંધ અને સ્વાસ્થ્ય બંને ખરાબ થાય છે.
પણ શું ગુસ્સો ઓછો કરવા માટેનો કોઈ ઉપાય છે. તો હા બિલકુલ છે. તમે ગુસ્સાને કંટ્રોલ કરતા શીખી શકો છો અને ગુસ્સાને ઓછો કરવા માટેના ઉપાયો જાણીને ગુસ્સાને સાવ બાદ પણ કરી શકો છો.
જેને આપણે સૌથી વધારે ચાહતા હોય અથવા જેની આપણને સૌથી વધારે જરૂર હોય તેના પર તો ક્યારેય ગુસ્સો ન કરવો જોઈએ. કારણ કે એકવારનો ગુસ્સો આજીવન માટેનું નુકસાન આપી શકે છે. એટલે જીભ જેટલી કંટ્રોલમાં એટલી સંબંધની વેલીડીટી વધારે.
તમે પણ વધારે ગુસ્સો કરવાની આદતથી ભૂતકાળમાં પરેશાન થયા હોય અને હવે ગુસ્સાના લેવલને ઓછું કરવા ઇચ્છતા હોય તો આ આર્ટિકલ બેશક તમારી મદદ કરી શકશે. વધુ માહિતી જાણવા માટે આ આર્ટિકલને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.
ગુસ્સો ઓછો કરવા માટેના ઉપાય :
1. ગણતરી કરો :
જે લોકો પોતાનો ગુસ્સો ઓછો કરવા માટેના ઉપાય શોધે છે તેના માટે ખાસ કે ઠંડા પાણીને પીવું અને ત્યારબાદ હાથની આંગળીથી વેઢાને ગણવાની ગણતરી ચાલુ કરી દો. થોડીવારમાં ગુસ્સાને એકદમ હળવો કરી શકશો. એ સિવાય મનમાં નેગેટીવ વિચાર આવતા હોય તો ગમતી પ્રવૃત્તિને ચાલુ કરી દો અને ગુસ્સાને જલ્દીથી બાય..બાય…કહો.
2. વ્યાયામ અને ધ્યાન :
ગુસ્સાનું લેવલ હદ કરતા વધારે પાર થઇ જતું હોય તો દરરોજ સવારમાં વહેલા ઉઠીને નિયમત રીતે ધ્યાનમાં બેસવાનું તુરંત ચાલુ કરી દો. સ્વાસ્થ્ય જો સારું હોય તો ગુસ્સાના લેવલને પણ કંટ્રોલ કરી શકાય છે. મન શાંત રહે એવા પ્રયાસ કરો અને મનની સ્થિતિને કાયમી માટે એક જ સરખી રહે એવી કોશિશ કરવી જોઈએ. ગુસ્સાના લેવલને ઠીક કરવા માટે વ્યાયામ કરવાનું પણ રાખો. વહેલી સવારમાં જેટલો પણ સમય મળતો હોય તેમાં વ્યાયામ કરવાનું રાખો. ચોક્કસથી તમને ગુસ્સાને કંટ્રોલ કરતા આવડી જશે.
3. સંગીત :
સંગીતને કોઇપણ વ્યક્તિના જીવન સાથે સીધો જ સંબંધ હોય છે. મનોરંજન માણસને દુઃખી થતા અટકાવે છે અને મનને હળવું કરે છે. ગુસ્સો વધુ આવતો હોય ત્યારે તમને પસંદ હોય એ સંગીત સાંભળવું જોઈએ. કાનમાં સારા સંગીતના તરંગો પહોંચતા શરીરમાં રહેલી તમામ લાગણીને કાબુમાં રાખી શકાશે.
4. પુરતી ઊંઘ :
અનિંદ્રાના દર્દીઓ પણ ગુસ્સાને કટ્રોલ કરી શકતા નથી અને કોઇપણ વ્યક્તિ પર વારેવારે ગુસ્સો કરી બેસે છે એટલે સૌથી મહત્વનું આ જ છે કે પુરતી ઊંઘ લેવાનું રાખવું જોઈએ. ઊંધ કેટલી કલાક લો છો એના પર સ્વાસ્થ્યનો આધાર રહેલ છે, તો ઊંઘ પુરતી લેવાય એ ખાસ કાળજી રાખવી જોઈએ.
5. બહાર ફરો :
સ્વાભાવિક છે કે ગુસ્સાને કટ્રોલ કરવા માટે બનેલ ઘટનાને ભૂલવી પડે એટલા માટે ગુસ્સો જ્યારે બહુ આવ્યો હોય અથવા આવતો હોય ત્યારે બહાર ચક્કર લગાવો અને ગુસ્સાને હળવો કરો. કારણ વગર ગુસ્સાને મગજ સુદી પહોંચાડવાથી શરીરને વજન પડે છે અને સ્વાસ્થ્ય બગડે પણ છે. બહારની ખુલ્લી હવા મગજને શાંતિ આપી શકે છે એટલે ગુસ્સાને આપમેળે ઉતારવાનો મોકો મળે છે.
6. લાંબા શ્વાસ :
જયારે ગુસ્સો શરીરમાં હોય ત્યારે મગજને પહેલા શાંત કરવો જરૂરી બને છે કારણ કે માણસ એ સમયમાં શું કરે એ પોતાને પણ ખબર હોતી નથી. એટલે ગુસ્સો આવે ત્યારે લાંબા શ્વાસ લઈને શાંત થઇ શકાય છે. મનને જે ગમતું હોય એવી પ્રવૃત્તિ થોડા સમય માટે કરો એટલે ગુસ્સાને કાબુમાં લાવવામાં સરળતા રહેશે.
અહીં જણાવેલ બધા ઉપાય એકદમ સરળ અને કારગર છે, તો હવે તમે પણ ગુસ્સાને સેકંડમાં કાબુ કરી લેશો અને એથી વિશેષ ગુસ્સાના હાઈ લેવલને લો લેવલમાં લાવી શકશો.
કમેન્ટ બોક્ષમાં જણાવો કે આજના આર્ટિકલની માહિતી આપને પસંદ આવી કે નહીં? આ માહિતીને અન્ય મિત્ર સાથે પણ શેયર કરજો જેથી જેને જરૂર છે ત્યાં સુધી આ માહિતી પહોંચી શકે. આવી જ અન્ય માહિતી વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel