સુપરહીટ દાદી ના નામથી ફેમસ એન્ડ્રીયા સનશાઇનની ઉંમર 53 વર્ષની છે. અને તેમની ફિટનેસ આગળ પુરુષો પણ ફેલ થઈ જાય છે. આ ઉંમરમાં પણ તેમના સિક્સ-પૅક ઍપ છે અને તે ડાયટમાં કઈ વસ્તુ નથી ખાતા અને તેમનો ફિટનેસનો રાઝ શું છે તેના વિશે જાણીશું.
તમે દરેક વ્યક્તિએ આર્નોલ્ડ શ્વાઝેનેગર, રોની કોલમેન, ફિલ હીથ જેવા ઘણા પુરૂષ બોડી બિલ્ડરોના નામ સાંભળ્યા જ હશે. તેમને જોઈને દુનિયા માં ઘણા બધા લોકો મોટીવેટ પણ થયા છે, અને તેમને પણ બોડી બિલ્ડિંગની દુનિયામાં પોતાનું નામ કમાયું છે. અમુક મહિલા-પુરુષ પોતાની જાતને ફિટ રાખવા માટે કસરત કરતા હોય છે. અને અમુક લોકો પ્રોફેશનલ બોડી બિલ્ડર બનવા માટે એક મહિલા એવી જશે જેમની ઉંમર 53 વર્ષની છે અને તેમને જોઈને કોઈ પણ તેમની ઉંમર જણાવી શકતું નથી, આ ઉંમરમાં તેમના સિક્સ પેક એબ્સ છે. અને તેઓ પ્રોફેશનલ બોડી બિલ્ડર પણ છે. તેવો દાવો કરે છે કે તેમની અડધી ઉંમરનાં લોકો તેમની સાથે ડેટ પર જવા માટે પૂછે છે. આ મહિલા કોણ છે? અને શું કરે છે? તથા તેમને પોતાના એબ્સને મેઇન્ટેન કરવા માટે શું કરતા હશે? તેના વિશે જાણીએ.
View this profile on Instagram
કોણ છે સિક્સ પેક એબ્સ વાળી મહિલા
NYpost અનુસાર, 6 પેક એબ્સ ધરાવતી આ મહિલાનું નામ એન્ડ્રીયા સનશાઈન છે, જે લંડનમાં રહે છે. અને તે બ્રાઝિલિયન અને ડચ મોડલ અને પ્રોફેશનલ બોડીબિલ્ડર છે. તે સુપરફિટ દાદીના નામથી ખૂબ પ્રખ્યાત છે. એન્ડ્રીયા અનુસાર પુરુષોની સારી ફિટનેસ વાળી મહિલા ઉપર ખૂબ જ રસ હોય છે, અને મારી ફિટનેસ ખૂબ જ સારી છે તેથી ઘણા બધા ઓછી ઉંમરના પુરુષો મને બહાર ફરવા માટે લઈ જવાનું પૂછે છે. આ પુરુષોમાં 25 વર્ષથી લઈને 35 વર્ષની ઉંમરના લોકો સામેલ હોય છે. એન્ડ્રીયા નું કહેવું છે કે તે પુરુષોનું એટેન્શન મેળવવા માટે આમ કરતી નથી, પરંતુ તેમને સ્વસ્થ અને ફિટ રહેવાનો ખૂબ જ શોખ છે.
View this post on Instagram
આઠ કલાક વર્ક આઉટ કરે છે
NYPost અનુસાર એન્ડ્રીયા દરરોજ 3 કલાક વર્ક આઉટ કરે છે. પરંતુ ઘણી બધી વખત 8 કલાક પણ વર્કઆઉટ કરી લે છે. તેમની આ મહેનતના કારણે જ તેમને આટલી સરસ બોડી મળી છે, તેઓ વજન ઊંચકવાની ટ્રેનિંગ પહેલા એક કલાક કાર્ડિયો કરે છે અને ત્યાર બાદ ભારે વજન ઉઠાવે છે, તે જેમાં માત્ર પોતાના વર્કઆઉટ ઉપર જ ધ્યાન આપે છે.
તેમને ઘણા બધા બોડિબિલ્ડિંગ કોમ્પિટિશન માં પણ ભાગ લીધો છે. અને તેમાં અડધી ઉંમરની છોકરીઓ પણ સામેલ હતી, એન્ડ્રીયા નું કહેવું છે કે હું આ ઉંમરમાં પણ ખૂબ જ સારા આકારમાં છું અને તે વાતનો મને ખૂબ જ ગર્વ છે. હું ઘરના કામ સિવાય બીજું કંઈ કરવા માગતી હતી તેથી જ મેં ફિટનેસમાં નામ કમાયું છે.
View this post on Instagram
એન્ડ્રીયા અનુસાર તેમને જણાવ્યું કે હું હંમેશા મારા ડાયટને સ્વસ્થ રાખું છું અને ડાયટમાં દરરોજ બ્રોકલી અને લીલી શાકભાજી વધુ ખાવ છો તે સિવાય પ્રોટીનવાળા ફૂડ્સ મારી ડાયટમાં સામેલ થાય છે અને ક્યારેક ક્યારેક હું 3500 કેલેરી પણ લઉં છું, તથા પોતાને હેલ્ધી અને સ્લિમ રાખવા માટે હંમેશા શાકભાજીથી દૂર રહું છું ભોજન બનાવવામાં મીઠું તથા તેલનો ઉપયોગ કરતી નથી.
એન્ડ્રીયા સનસાઈન જણાવે છે કે હું હંમેશા સિગરેટથી દૂર રહું છું તેમને ક્યારેય પણ સ્મોકિંગ કર્યું નથી અને હંમેશા બીજાને પણ સ્મોકિંગ કરવાના નુકસાન જણાવે છે, હું જો સ્મોકિંગ કરતી હોત તો આવી ન હોત. તેવું તેમણે જણાવ્યું છે અને તેમને કહ્યું હતું કે બાળપણમાં એક વખત સ્મોકિંગ કરવાની કોશિશ કરી હતી પરંતુ મને ખ્યાલ હતો કે તે મારા સ્વાસ્થ્ય માટે સારું નથી, પરંતુ બાળપણમાં કોઈને પણ એટલી માહિતી હોતી નથી. તેમને આગળ જણાવ્યું કે હું ક્યારેય પણ ફોટો એડીટીંગ કરતી નથી. કારણકે હું લોકોને જણાવવા માગું છું કે સ્મોકિંગ વગર પણ તમે કેટલા ફિટ રહી શકો છો અને હું દરેક પ્રકારના કપડાં પહેરું છું અને તેમાં હું ખૂબ જ સારી લાગુ છું.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team