કોરોના કાળ માં સુસાઇડ, સ્ટ્રેસ અને ડિપ્રેશન માં વધારો થયો છે. WHO ના કહેવા પ્રમાણે દુનિયાભર માં 26 કરોડ થી વધુ લોકો ડિપ્રેશન નો ભોગ બન્યા છે. લેનસેટ જનરલ ના રિપોર્ટ અનુસાર 7 માંથી એક ભારતીય માનસિક રોગી છે. એટલે નક્કી કરો કે મગજ ને શાંત કરવા માટે સમય કાઢો. જયપુર ના ફિટનેસ એક્સપર્ટ વિનોદ સિંઘ કહે છે કે સ્ટ્રેસ અને ડિપ્રેશન ને દૂર કરવા માટે ના આસનો વિશે..
અધોમુખ શ્વાનાશન
કેવી રીતે કરવું.
પેટ ના ભાગે થી સૂઈ જાવ અને સ્વાસ અંદર ખેચતા હાથ અને પગ ના જોરે થી શરીર ને ઊચકો. અને ટેબલ જેવો આકાર બનાવો. સ્વાસ ને બહાર કાઢતા ધીરે ધીરે કુલ્લા ને ઉપર ઊચકો. તમારા ઘૂટણ અને કોણી ને મજબૂત બનાવો. ધ્યાન રાખો કે શરીર ઉંધા ‘v ‘ આકાર માં આવી જાય. ખભો અને હાથ એક સીધી રેખા માં રાખો. અને પગ કુલ્લા ની સિધ માં રાખો. પગ ની ઘૂટી બહાર ની તરફ રહેશે. હવે હાથ ને નીચે જમીન ની તરફ દબાવો. અને ગરદન ને લાંબુ ખેચવાની કોશિશ કરો. તમારા કાન તમારા હાથ ની અંદર ની બાજુ એ અડક્તા રહે. આ સ્થિતિ માં થોડા સમય સુધી રહો અને પછી ઘૂટણ ના સહારે બેસી જાઓ.
ફાયદા
- મગજ શાંત રહે છે.
- માથા નો દુખાવો દૂર થાય છે.
- ખભો, હાથ પગ મજબૂત બને છે.
- ફેફસા ની ક્ષમતા વધારે છે.
સેતુબંધાસન
કેવી રીતે કરવું.
યોગ મેટ પર પીઠ ના બળે સૂઈ જાઓ. હવે સ્વાસ ની ગતિ ને નોર્મલ રાખતા હાથ ને બગલ માં રાખી લો. હવે ધીરે ધીરે પગ ને ઘૂટણ થી વાળતાં કુલ્લા પાસે લઈ જાઓ. કુલ્લા ને બને એટલું જમીન થી ઉપર ની તરફ ઉઠાવો. હાથ જમીન પર જ રહેવા દો. થોડી વાર માટે સ્વાસ ને રોકી ને રાખો. ત્યારબાદ સ્વાસ છોડતા ધીરે ધીરે જમીન પર આવો. પગ ને સીધા કરો અને વિશ્રામ કરો. 10-15 સેકંડ સુધી આરામ કરો અને ફરી થી શરૂ કરો.
ફાયદા
- મગજ માં લોહી નું પરિભ્રમણ થાય છે.
- ગરદન નો દર્દ દૂર થાય છે.
- સ્ટ્રેસ અને ડિપ્રેશન દૂર થાય છે.
- ચરબી ઘટાડવા ની સાથે પાચન પણ સુધારે છે.
શવાસન
કેવી રીતે કરવું.
પીઠ ના બળે સૂઈ જાઓ. બંને પગ ને અલગ અલગ કરો અને રિલેક્સ કરો. હાથ શરીર થી થોડા દૂર રાખો. હથેળી ને આકાશ તરફ રાખો . ધીરે ધીરે શરીર ના દરેક ભાગ પર ધ્યાન આપવાનું શરૂ કરો. શરૂઆત પગ ના અંગૂઠા થી કરો. આવું કરતાં સ્વાસ લેવાની ગતિ એક દમ ધીમી કરી દો. ધીરે ધીરે તમે ઊંડા મેડિટેશન તરફ જવા લાગશો. આળસ કે બગાસું ખાતા સમયએ સ્વાસ ની ગતિ વધારી દેવી. શવાસન કરતાં સમય એ ક્યારે પણ સૂવું જોઈએ નહીં. સ્વાસ લેવાની ગતિ ધીમી પણ ઊંડી રાખવી. તમારું ધ્યાન ફક્ત તમારા શરીર પર જ રાખો. આવું કર્યા પછી રેસ્ટ કરો. 10-12 મિનિટ પછી ફરી થી શરૂ કરો.
ફાયદા
- એકાગ્રતા અને યાદશક્તિ વધારે છે.
- ઓક્સિજન નું લેવલ સુધારે છે.
- માથા નો દુખાવો અને અનિંદ્રા દૂર કરે છે.
- વધેલું બ્લડ પ્રેશર ને નિયંત્રણ કરે છે.
ચક્રાસન
કેવી રીતે કરવું.
પીઠ ના બળે સૂઈ જવું. અને તમારા બંને હાથ અને બંને પગ ને સીધા કરી દેવા. હવે પગ ને ઘૂટણ તરફ થી વાળી લો. હવે તમારા હાથ ને પાછળ ની બાજુ તમારા માથા ની પાસે લઈ જઈ ને જમીન થી ટેકી દો. સ્વાસ ને અંદર ની બાજુ લઈ લો. પગ પર વજન નાખતા કુલ્લા ને ઉપર ઉઠાવો. બંને હાથ પર વજન નાખતા ખભા ને ઉપર ઉઠાવો. ધીરે ધીરે હાથ ને કોણી તરફ થી સીધા કરતાં જાઓ. ધ્યાન રાખો કે બંને હાથ અને બને પગ ના વચ્ચે ની જગ્યા સમાન હોય. હવે તમારા બંને હાથ ને તમારા બંને પગ પાસે લાવવાની કોશિશ કરો. જેટલું નજીક લાવી શકો એટલું લાવું.
ફાયદા
- કરોડરજ્જુ મજબૂત થાય છે.
- હર્દય રોગ નો ખતરો ઘટે છે.
- ફેફસા ની ક્ષમતા ને વધારે છે.
ઉત્તાનાસન
કેવી રીતે કરવું.
સીધા ઊભા રહી જાઓ. અને બંને હાથ કુલ્લા પર મૂકી દો. સ્વાસ ને અંદર ખેચતા અને કમર ને વાળતાં આગળ ની તરફ જુકી જાઓ. ધીરે ધીરે કુલ્લા ને ઉપર ની બાજુ ઉઠાવો. અને દબાણ જાંગ પર આવા લાગશે. હાથ થી પગ ની ઘૂટી ને ને પાછળ ની તરફ થી પકડો. તમાર પગ એક બીજા ને સમાંતર રહે. તમારી છાતી પગ ની ઉપર અડકશે. જાંગ ને અંદર ની બાજુ એ દબાવો. અને શરીર ને એડી ના બળ પર સ્થિર રાખો. માથા ને નીચે ની બાજુ એ જુકાવો. અને પગ ની વચ્ચે થી જુઓ. આજ સ્થિતિ માં 15-30 સેકંડ સુધી રહો. જ્યારે તમે આ સ્થિતિ ને છોડવા માંગો ત્યારે પેટ અને નીચે ના અંગ ને સંકોચી લો. સ્વાસ ને અંદર ની તરફ ખેચો. અને હાથ ને કુલ્લા પર રાખો. ધીરે ધીરે ઉપર તરફ ઉઠો અને સામાન્ય થઈ જાઓ.
ફાયદા
- માથા નો દુખાવો અને અનિંદ્રા થી રાહત મળે છે.
- જાંગ અને ઘૂટણ મજબૂત થાય છે.
- પાચન ક્રિયા સુધરે છે.
- બ્લડ પ્રેશર ને કંટ્રોલ માં રાખે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team