આ 5 વસ્તુઓ જો બાળક ખાશે તો અટકી જશે તેમનો વિકાસ અને મગજ પર થશે અસર.

બાળકોને હેલ્થી અને સ્વસ્થ રાખવા એ દરેક માતાની ઈચ્છા હોય છે. પણ આજની ફાસ્ટ લાઈફમાં બાળકો અમુક એવી વસ્તુઓ ખાતા હોય છે કે જે તેમના ગ્રોથ પર અસર કરતી હોય છે. આપણે માતા પિતા પણ આ વાતોથી અજાણ હોઈએ છે કે આપણે બાળકઓની ખુશી માટે જે વાનગીઓ તેમને ખવડાવતા હોઈએ છે તે ખરેખર તેમની હેલ્થ માટે હાનિકારક હોય છે.

આજે અમે તમને 5 એવી વસ્તુઓ વિષે જણાવી રહ્યા છે કે જે બાળકોને શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ નુકશાન પહોંચાડે છે. જો તમારું બાળક પણ આ 5 વસ્તુઓ આરોગે છે તો આજથી આ વસ્તુઓ ખવડાવવાની બંધ કરી દો. બાળકો ના સમજે કે જિદ્દ કરે તો ધીરે ધીરે તેમને પ્રેમથી સમજાવો.

1. ફ્રેંચ ફ્રાઈસ : ફ્રેંચ ફ્રાઈસ એ એવી વસ્તુ છે જે બાળકોને સૌથી વધુ પ્રિય હોય છે પણ ટ્રાન્સ ફેટ અને કેલેરીથી ભરપૂર આ વસ્તુ બાળકોની પાચન ક્ષમતા માટે બહુ હાનિકારક છે. જો બાળકો ફ્રેંચ ફ્રાઈસ ખાવાની જિદ્દ કરે છે તો તમે બટાકાની જગ્યાએ શક્કરીયાં કે પછી તેવી કોઈ બીજી શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. બાળકો પર કોઈ જબરજસ્તી ના કરશો તેમને ધીરે ધીરે બીજી ટેસ્ટી, હેલ્થી અને રસપ્રદ વાનગીઓ આપવાનું શરૂ કરો.

2. સોફ્ટ ડ્રિંક : ઘણી એવી વાનગીઓ હોય છે જેમાં બાળકોને સાથે સોફ્ટડ્રિંક પીવા માટે જોઈતી હોય છે. પણ તમને જણાવી દઈએ કે સોડા કે કોકોકોલા પીવાથી ટાઈપ-2 ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય વજન પણ વધી જતું હોય છે. તમને જણાવી દઈએ કે બાળકોને પેક્ડ ફ્રૂટ જ્યુસ આપશો નહીં. તેમાં થોડું મીઠું, સોડા અને શુગર સિવાય કશું જ હોતું નથી.

3. શુગર ગ્રેન : ખાંડથી ભરપૂર ખાવાની વસ્તુઓમાં ફાઈબર હોતું નથી. જેમ કે ક્રીમ રોલ તેમાં ફેટ અને શુગર ભરપૂર હોય છે અને તેમાં બીજા કોઈ પોષકતત્વો નથી હોતા. બાળકોને એવી વસ્તુઓ આપો જેમાં 10 ગ્રામથી ઓછી ખાંડ હોય અને ઓછામાં ઓછું ત્રણ ગ્રામ ફાઈબર હોય.

4. પ્રોસેસ્ડ ફૂડ : ઘણી રિસર્ચમાં સાબિત થયું છે કે પ્રોસેસ્ડ મીટ, જેમ કે હોટ ડોગ એ ડાયાબિટીસ અને આ સાથે પેટનું કેન્સર થવાનું જોખમ પણ વધારે છે. હોટ ડોગ સોડિયમ, વસા અને નાઇટ્રેટથી ભરપૂર હોય છે. જેનાથી કેન્સરનું જોખમ વધે છે. જો તમે દરરોજ મીટ ખરીદો છો તો ઓછા સોડિયમ, કાર્બોનિક વેરીએન્ટનું ખરીદો. જે એકસ્ટ્રા નાઇટરેટ્સ ફ્રી હોય.

5. ફ્રૂટ ફ્લેવર વાળી વસ્તુઓ : ફ્રૂટ એટલે કે ફળની ફ્લેવરને વાંચીને એવું ના સમજો કે તે વસ્તુ ફ્રૂટમાંથી બની હશે. જેમ કે ફ્રૂટ કેક કે પછી ફ્રૂટ કેન્ડી આ બધી વસ્તુઓ ખાંડથી ભરપૂર હોય છે. આ વસ્તુઓ શુગર અને કેમિકલથી ભરેલ હોય છે, જે બાળકોના દાંતમાં ચોંટીને કેવીટીની પ્રોબ્લેમ ઊભી કરે છે.

Leave a Comment