વજન ઘટાડવું: જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો, તો આયુર્વેદ મુજબ અમે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છીએ જે ખૂબ અસરકારક સાબિત થાય છે.
વજન વધવું એ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા એવા લોકોમા સામાન્ય છે કે જે બેઠાડું કામ કરતા હોય અથવા ધંધો કરે છે. ઘણા લોકો પાસે જીમમાં જવાનો અને ભારે કસરત કરવાનો પણ સમય હોતો નથી, તેથી જીવનશૈલીમાં કેટલાક બદલાવ સાથે વજન વધારવાની કેટલીક રીતો છે. જો તમે પણ વધતા જતા વજનથી પરેશાન છો, તો અમે તમને આયુર્વેદની કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છીએ, જેના પગલે અનુસરણ કરવાથી તમારું વજન ઘટવાનું શરૂ થશે.
આયુર્વેદમાં દરેક વસ્તુની સારવાર કરવામાં આવે છે અને તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનુ કોઈ આડઅસર થતી નથી. જો તમે આ આયુર્વેદ જીવનશૈલીને અપનાવી લો તો તમે જાતે જ જોશો કે તમે કેવી રીતે પોતાનું વજન ઓછું કરી રહ્યા છો.
આ છે આયુર્વેદ ના 5 રહસ્યો, જે ઘટાડશે તમારું વજન:
દિવસમા ત્રણ વખત ભોજન કરવું:
જ્યારે અન્ય પદ્ધતિઓમા ડાઈટ ઓછુ કરીને વજન ઘટાડવામા આવે છે તો આયુર્વેદમાં તેના બધાથી વિપરીત હેલ્થી ખોરાક પર ભાર મૂકવામાં આવે છે. આયુર્વેદમાં પ્રથમ વાત એ છે કે તેને દવા તરીકે માનવું જોઈએ. સ્વસ્થ ચયાપચય જાળવવા માટે, દિવસમાં ત્રણ વખત પેટ ભરવું અને હેલ્થી ખાવું ખુબ જ જરૂરી છે.
સ્નેક્સ ખાવાનું ટાળવું:

આયુર્વેદમાં એ સૌથી અગત્યનું છે કે જો તમે દિવસમાં ત્રણ વખત હેલ્ધી ફૂડ ખાતા હોવ તો તમારે પ્રોસેસ્ડ ફૂડ કે જંક ફૂડ જરાય પણ ન લેવું જોઈએ. આ એટલા માટે છે કારણ કે જો તમે ભોજનની વચ્ચે તેને ખાવ છો, તો તમારું શરીર ચરબી બર્ન કરવાને બદલે ખાંડને બળતણ તરીકે બર્ન કરે છે. જો તમે દિવસમાં ત્રણ જ વાર ખોરાક ખાતા હોવ તો તે તમારી શક્તિઅખંડ રહે છે અને સાથોસાથ ચરબી ઓગળે છે.
ગરમ પાણી પીવો:
શરીરની ચરબી ઘટાડવાનો સૌથી સહેલો અને સરળ રસ્તો એ છે કે દિવસ દરમિયાન ગરમ પાણી પીવું. ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલ ઝેરી તત્વો દૂર થાય છે. તે જ સમયે, જો તમને વધારે ફાયદો મેળવવા માંગતા હોય તો તમારે દર અડધા કલાકમા થોડું ગરમ પાણી પીવાનું પ્રયાસ કરવો જોઈએ. તેમાં વધુ ફાયદા મેળવવા માટે તમે લીંબુનો રસ અને થોડા ટીપાં મધ પણ ઉમેરી શકો છો. આ સમય દરમિયાન કોફી અને હર્બલ ટીથી દૂર રહો.
ઊંઘ ને ટ્રેક કરો:
જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યાં છો, તો તેમાં ઊંઘ સૌથી મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે સંપૂર્ણ રીતે ઊંઘ નથી લેતા તો તે તમારી જીવનશૈલીમાં ખલેલ પહોંચાડે છે અને જ્યારે તમે બીજા દિવસે જાગો છો તો તેતમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થાય છે અને તમારી એકાગ્રતામા અવરોધ ઉભો કરે છે. આ માટે, તમારે નિયમિત રાત્રે ૧૦ વાગ્યે સૂવું જોઈએ અને સવારે ૬ વાગ્યે ઉઠવું જોઈએ.
સાંજે ૭ વાગ્યા બાદ ન ખાઓ:
જ્યારે આપણી ખાવાની પદ્ધતિ અનિયમિત થાય છે તો ત્યારે તે પાચનની સમસ્યાઓપણ ઉત્પન્ન થાય છે. આયુર્વેદ મુજબ સોજો અને કબજિયાત વગેરેથી બચવા માટે સાંજે સાત વાગ્યા પહેલાં ખોરાક લઇ લેવો જોઈએ. જેના લીધે તમારું શરીર રાતોરાત ડિટોક્સિફાઇ કરવા માટે પૂરતો સમય લેશે અને જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમે એકદમ તાજગી નો અનુભવ કરો છો. જો તમે તેની સાચી અસર જોવા માંગતા હો, તો દિવસના છેલ્લા ભોજનમાં વધુ સૂપ અને કચુંબર નો સમાવેશ કરવો જોઈએ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team