ઉનાળાની સખત ગરમીમાં તપ્યા પછી વરસાદ આનંદ આપે છે અને થોડા વરસાદમાં પણ ખુશ થઇ જવાય છે. આમ જુઓ તો ‘ચોમાસું’ એટલે રોમેન્ટિક વાતાવરણની ઋતુ કહેવાય કારણ કે, ચોમાસામાં વરસાદ આવવાની તૈયારી હોય ત્યારે વાતાવરણ ખુશનુમા હોય છે.
પણ ખાસ અગત્યનું કે, ચોમાસામાં વરસાદ તો ગમે છે પણ વરસાદ દરમિયાન શરીરની ‘રોગપ્રતિકારક શક્તિ’ પણ જાળવીને રાખવી જોઈએ. આ સીઝનમાં સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિની જરૂર પડે છે. ચોમાસામાં મચ્છરનો ઉપદ્રવ વધે છે અને એ સાથે વાયરલ ઇન્ફેકશનમાં વધારો થાય છે. આ સમયમાં શરીરની કાળજી રાખવી જરૂરી છે.
એટલે અમુક વાનગીઓ એવી છે જેને ખાવાથી તમારા શરીરને ચોમાસાની સીઝન માટે પણ બેસ્ટ બનાવી શકાશે. વર્ષાઋતુને ભરપૂર એન્જોય કરો અને એ સાથે અમુક પ્રકારની વાનગીઓ જમવામાં લેવાનું ભૂલતા નહીં.
(૧) ડ્રાય ફ્રુટ્સ :
ડ્રાય ફ્રુટ્સ આમ તો ગમે ત્યારે ખાઈ શકાય છે અને ડ્રાય ફ્રુટ્સમાંથી આપણા શરીરને અમુક વિટામિન્સ મળે છે, જે બહુઉપયોગી છે. ચોમાસાની સીઝનમાં થોડો બદલાવ કરીને ડ્રાય ફ્રુટ્સને નિયમિતપણે ખાવાનું રાખો. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો આ બેસ્ટ ઓપ્શન છે.
(૨) તુલસી અને આદુવાળી ચા :
વરસાદની સીઝનમાં ક્યારે પલળવાનું થાય એ કહી ન શકાય. આમ પણ અચાનક વરસાદ આવે ત્યારે અને આપણે ઘરની બહાર હોય ત્યારે વરસાદમાં પલળી જવાનું બનતું હોય છે. તો આ સમયે બીમાર પડવાની સંભાવના વધુ રહે છે. વરસાદમાં પલળીને ઘરે આવો ત્યારે તુલસી અને આદુવાળી ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
(૩) સૂપ :
વરસાદી સીઝન આમ તો ગરમ અને તીખું ખાવા માટે જ આવતી હોય એવું લાગે છે!! એટલે વરસાદનો માહોલ હોય ત્યારે જીભને અવનવા સ્વાદની યાદ આવતી હોય છે. એમાં એક સ્વાદ સૂપનો પણ છે. વાતાવરણ થોડું ઠંડુ થયું હોય અને ગરમ અને ચટાકેદાર સ્વાદ માણવા માટે ટમેટાનું સૂપ પરફેક્ટ છે. આ ગરમ સૂપ પીવાથી શરીરને પણ ફાયદો થાય છે અને જરૂરી એવા વિટામિન્સ પણ મળે છે.
(૪) સ્મૂધી :
વરસાદની સીઝનમાં સ્મૂધી પણ બેસ્ટ રહે છે. માત્ર જ્યુસને જ પીવાથી ફાયદો થાય એવું નથી પણ લીલા અને તાજા શાકભાજીનું સ્મૂધી પીવાથી પણ અવશ્ય ફાયદો થાય છે. આમ તો સ્મૂધીને જલ્દીથી બનાવી શકાય છે ઉપરાંત સ્મૂધીથી શરીરને ઘણો ફાયદો થાય છે. સ્મૂધીને ભૂખ લાગે ત્યારે પણ પી શકાય છે.
(૫) બાજરાની રાબ :
યાદ કરો, નાના હતાં ને’ શરદી થતી ત્યારે મમ્મી બાજરાના લોટની રાબ બનાવી આપતી હતી. એ જ ‘રાબ’ અને એ જ ‘ટેસ્ટ’ એટલે કે ‘બાજરાની રાબ…’ રાબ શરીર માટે અતિ ગુણકારી છે અને ચોમાસાની સીઝનમાં શરદીથી બચવા માટે આ કારગર ઉપાય છે. રાબમાં સુંઠ નાખવામાં આવે છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
એ સાથે હંમેશા માહિતીથી અપડેટ રહેવું હોય તો “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં. અહીં તમને નવી માહિતી દરરોજ મળતી રહેશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel