ગુજરાતનાં આ મંદિર માટે થશે રૂ. પાંચ કરોડનો ખર્ચ😱😱😱

વાહ…દાદા વાહ… મહાદેવનો મહિમા અપરંપાર છે. ભારતમાં ઘણાં મંદિરો આવેલા છે અને ખાસ કરીને બાર જ્યોતિર્લીંગની વાત કરીએ તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ‘સોમનાથ મહાદેવ’ મંદિર ગુજરાતનું જગ પ્રખ્યાત સ્થળ છે. લોક પ્રખ્યાતી પામેલા દરિયા કિનારે વસતા સોમનાથ મહાદેવને સારી ખ્યાતી મળી છે.

એમ, ગુજરાતનાં રાજકોટ શહેરમાં મહાદેવનું મંદિર આવેલ છે. જે ‘રામનાથ મહાદેવ’થી જાણીતું છે. ત્યાં માત્ર મંદિર જ નથી પરંતુ તે મંદિરની આસપાસનાં વિસ્તારને પણ ‘રામનાથપરા’ તરીકે નામના મળી છે. આ એક એવું શંકરનું મંદિર છે જ્યાં આપણે ચોવીસ કલાકમાં ગમે ત્યારે દર્શન કરવા જઈ શકીએ છીએ. તેમજ એકદમ નજીકથી દર્શન-પ્રાર્થના કરી શકીએ છીએ.

 

હજુ પણ વધુ જાણીએ આ મંદિરની વિશેષતા વિશે તો જ્યોતિર્લીંગનાં અમુક સ્થળો ગુજરાતથી લાંબા અંતરે પ્રસ્થાપિત છે, જયારે રામનાથ રાજકોટ શહેરનાં મધ્યમાં આવેલ છે. અહીંથી લગભગ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન બંને સમાન અંતરે થાય છે. આજી નદીના વહેતા પાણીના પ્રવાહ વચ્ચે આ મંદિરની સ્થાપના છે.

હાલમાં આ ગુજરાતનાં મંદિર માટે સરકારે સારી એવી મોટી રકમ ફાળવી છે. એ રકમ ખાસ તો મંદિરની આસપાસની ગંદકીને હટાવવા અને ત્યાંનાં વિકાસ માટેની નિર્ણાયક રકમ છે. નદીના પટમાં ૩૮ પોઈન્ટ પરથી આવતું કચરાવાળું અને ગંદા પાણીને રોકીને મોટી એવી ગટર બનાવવાના કામ માટે પૂના સીટીની એક એજન્સીને કામ સોપ્યું છે.

ramnath temple new plan rajkot

રૂ. પાંચ કરોડનાં ખર્ચે આ રામનાથ મંદિરની વિકાસ કામગીરી થશે જેથી શંકર મંદિરને એક નવી રૂપ ઓળખ મળશે. લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય અને મંદિરની આસપાસની ગંદકી જોઇને તેની સફાઈ માટેની યોજના રચવામાં આવી. તેમજ ચોમાસા દરમિયાન પણ મંદિરમાં દર્શન માટે જઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરનું નવું નજરાણું ખરેખર અદ્દભૂત હશે. આવો તમે પણ એકવાર રામનાથ દાદાનાં ચરણે વંદન કરવા…

ખાસિયત કહી શકાય એવી વાત એ છે કે, આ મંદિરની શિવલિંગ સ્વયંભૂ છે અને અહીં હંમેશાં મહાદેવનાં ભક્તોની ભીડ જોવા મળે છે. ત્યાનાં સ્થાનિક લોકોનું કહેવું છે – “રામનાથ એટલે માંગો એવું આપતું મંદિર”. મંદિરની લાંબી એવી ફરકતી ધજાને આંખે ચડાવીને લોકો ધન્ય થઇ જાય છે. ગર્વ થાય છે કે, ગુજરાતની ધાર્મિક તીર્થની ધરતીને પાવન રાખવામાં ખુદ ભગવાન બેઠા છે.

વિકાસ કામ પૂર્ણ થયા બાદ મંદિરનો નજરો ખુબ જ નયનરમ્ય બનશે. નાયબ કમિશનર ચેતન નંદાણીની સલાહ સુચન હેઠળ મંદિરનો સમગ્ર સફાઈ શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. નદીમાં વહેતા પ્રદુષિત પાણી અને ગંદકીથી મુક્ત કરી આ મંદિરને એકદમ સુઘડ બનાવવામાં આવશે. પાંચ કરોડનાં ખર્ચે ખુબ સરસ આસપાસનું વાતાવરણ બનાવવામાં આવશે.

પ્રાચીન મંદિરની યાદીમાં રામનાથ મંદિરનો સમાવેશ થાય છે. આજ થી લગભગ ચાર સદી જૂનું આ મંદિર હાલમાં પણ એટલું જ લોકપ્રખ્યાત છે જેટલું પૌરાણિક સમયમાં હતું. સેવાભાવી ભક્તો મહાદેવને ફૂલ-ગુલાબથી શણગાર કરે છે અને આરતી-પૂજા કરે છે. સાંજની સંધ્યા આરતીમાં ભીડ સારી એવી જોવા મળે છે.

શંકર ભક્તોમાં એક માસમાં તો અનેરો આનંદ જોવા મળે છે – એ છે ‘શ્રાવણ માસ’. શ્રાવણ માસમાં અહીંનો માહોલ એટલે આહાહા!! શું વાત કરવી. વર્ષો પહેલા રામનાથ મંદિરે શ્રાવણ માસમાં મેળો લાગતો અને લોકમેળા જેવું પબ્લિક થતું. જો કે હાલ પણ શ્રાવણ માસ દરમિયાન જોવા મળતો માનવમેળો તો એ જ જુના સમયની યાદ અપાવે છે.

તો મનમાં ઘણી ઉતેજના છે કે, કેવું હશે નવું મંદિર? પ્રાચીન મંદિરમાંથી નવનિર્માણ બાદ ત્યાં બધું કેવું હશે…!!!

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment