આજે અમે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યા છીએ. જેમ કે કેવી રીતે તમે તણાવમુક્ત જીવન જીવી શકો છો અને તમારી જિંદગી થી કેવી રીતે દૂર કરી શકો છો. આ આ દુનિયામાં લગભગ તણાવ દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે અને તેના પ્રોબ્લેમને સોલ્વ કરવા ના અલગ અલગ ઉપાય પણ હોય છે, જો તમે પણ તમારું જીવન તણાવ ભર્યું જીવી રહ્યા છો તો તેને દૂર કરવા માટે તમે અહીં આપેલા ઉપાયો અજમાવી શકો છો.
જ્યારે આપણે જિંદગીમાં બધું જ સારું ચાલતું હોય છે ત્યારે આપણને કોઈ જ પ્રકારનો તણાવ હોતો નથી અને આપણે હંમેશા ખુશ રહીએ છીએ. પરંતુ જેવું આપણા જીવનમાં દરેક વસ્તુ ઉંધી છતી થવા લાગે છે અથવા તો આપણે જેવું વિચારીએ છીએ તેવું થતું નથી ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે અને આપણા જીવનમાં તણાવ ઊભો થાય છે એટલે કે આપણે ટેન્શન લેવા લાગીએ છીએ.
એ વાત સ્વાભાવિક છે કે આપણા જીવનમાં દરેક વસ્તુ ઉંધી છતી થઇ જાય ત્યારે આપણને ટેન્શન થવા લાગે છે, અને ખૂબ જ ચિંતા થાય છે. ત્યારબાદ આપણે તણાવ માં રહેવાનું શરૂ કરી દઈએ છીએ. આમ તો કોઈ પણ વ્યક્તિ ઇચ્છતું નથી કે તેમના જીવનમાં દુઃખ આવે પરંતુ તે પણ આપણા જિંદગીનો જ એક ભાગ હોય છે અને આપણે તે પરીક્ષામાંથી પસાર થવાનું હોય છે.
લગભગ દરેક વ્યક્તિના જીવનમાં તણાવ એટલા માટે આવે છે કારણ કે આપણી અપેક્ષાઓ વધી જાય છે. અને તે ઈચ્છાને પૂરી કરવા માટે આપણે જે કાંઈ પણ કામ કરીએ છીએ તેમાં આપણને ખૂબ જ તકલીફ નો સામનો કરવો પડે છે. અને તેના જ કારણે આપણી અંગત જિંદગીમાં પણ પરેશાની આવા લાગે છે. અહીં એવા જ ઉપાય છે જેને અપનાવીને તમે તમારા લાઈફને તણાવ મુક્ત કરી શકો છો.
1 હું જે ઇચ્છું છું તે આ નથી
ઘણી વખત આપણા જીવનમાં એ વિચારીને ખુશ થતા નથી અથવા એમ માનીને દુઃખી થવા લાગીએ છીએ કે આ વસ્તુ મારા માટે બની જ નથી, પરંતુ એવું કંઈ હોતું નથી. કારણ કે જે આપણા જીવનમાં મળવાનું છે તે પહેલેથી જ નક્કી હોય છે, બસ તે આપણને મળે છે. તેને આપણે હસીને અપનાવવું જોઈએ આપણે તેને કેટલું યોગ્ય કરી શકીએ છીએ તેની કોશિશ કરવી જોઈએ નહીં. અને તે વિચારીને દુઃખી અથવા ટેન્શન લેવાનું શરૂ કરી દઈએ છીએ કે આ વસ્તુ તે નથી જે મને જોઈતી હતી.
આપણે હંમેશા એવું વિચારીને દુઃખી થયા કરીએ છીએ કે આ કામને મેળવવા માટે મેં કોઈ જ કસર છોડી ન હતી, અને સંપૂર્ણ મહેનત કરી હતી,તેમ છતાં તે મને મળી આમ તે તમારા માટે પરફેક્ટ વસ્તુ છે તેથી તેની તમે વેલ્યુ કરો. હંમેશા હસીને તમારું જીવન વ્યતીત કરો. તે તમારા લાઈફને તણાવ મુક્ત રાખશે.
2 ખર્ચા ઓછા કરો
એક વ્યક્તિની સંપૂર્ણ જિંદગીમાં ઘણા બધા ચડાવ ઉતાર આવે છે, અને ઘણી વખત જિંદગી નવા નવા રંગ રૂપ બતાવે છે. પરંતુ વ્યક્તિમાં એ વાત સ્વભાવિક છે કે જ્યારે આપણો સમય સારો ચાલે છે ત્યારે આપણને ખરાબ અને દુઃખ ભર્યા ટાઈમ ને આપણે ભૂલી જઈએ છીએ, અને આપણે વિચારીએ છીએ કે આપણને ક્યારેય દુઃખ મળે નહીં અને આપણું ખરાબ ટાઈમ આવશે નહીં ત્યારે તમારે એવું બિલકુલ વિચારવું જોઈએ નહીં આપણા સારા સમયમાં અને ખરાબ સમયમાં ધ્યાન રાખીને જ કાર્ય કરવું જોઈએ.
જ્યારે આપણો સમય સારો ચાલી રહ્યો હોય છે ત્યારે આપણે આપણા ખર્ચા વધારીએ છીએ, કારણ કે આપણે વિચારીએ છીએ કે આપણી પાસે ઘણા બધા રૂપિયા છે તેથી આપણે દરેક ખર્ચા કરી શકીએ છીએ. પરંતુ આપણે એવું કરવું જોઈએ નહીં, કારણ કે જ્યારે આપણી પાસે થોડો ખરાબ સમય હોય છે ત્યારે આપણે આ દરેક સમસ્યાઓ નો સામનો કરી શકતા નથી અને તે જ સમયે આપણું જીવન ટેન્શનથી ભરાઈ જાય છે. અને ઇચ્છિને પણ આપણે કઈ જ કરી શકતા નથી, અને આમ તણાવને આપણે આપણા જીવનમાં આમંત્રણ આપીએ છીએ.
3 એક વસ્તુ ઉપર ધ્યાન આપો
જીવનમાં તણાવ મુક્ત રહેવાનો એક ઉપાય છે જો તમે વિદ્યાર્થી છો અથવા તો તમે એક વ્યાપારી છો તમારી માટે જરૂરી હોય છે કે એક સમયમાં એક જ વસ્તુ ઉપર ધ્યાન આપવામાં આવે. કારણ કે જો તમે એક સાથે ઘણી બધી વસ્તુઓ કરશો અથવા તો તેની ઉપર ધ્યાન આપશો તો તમે એક પણ કામને યોગ્ય રીતે કરી શકશો નહીં.
જો તમે આવું કરતા નથી તો તમારા જીવનમાં ટેન્શન સિવાય બીજું કંઈ જ આવતું નથી. કારણકે તમે એક કામમાં ધ્યાન આપી શકતા નથી તેથી જ તમારું કામ યોગ્ય થતું નથી, અને જે રીઝલ્ટ આવે છે તેનાથી તમે ખુશ રહેતા નથી આ રીતે તમારા જીવનમાં તણાવ વધતો જાય છે.
4 અસલી દુનિયાને ગળે લગાવો
આ દુનિયા ખૂબ જ બનાવટી છે અને ખૂબ જ દેખાડો કરનાર છે, તે બિલકુલ સાચી વાત છે. આ દુનિયાના લોકો આપણને કંઈક અલગ બતાવે છે અને તે કંઈક અલગ જ હોય છે. અને આ ખુબ જ સાચી વાત છે આ વાતને આપણે હંમેશા સમજવું જોઈએ તેથી જ્યારે પણ આપણું નેટવર્ક બનેલું હોય ત્યારે એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તમારે એ લોકોની ઓળખ કરવી જોઈએ જે લોકો તમારી માટે ખૂબ જ સાચા હોય એટલે કે તમારા ખરાબ સમયમાં પણ તમારો સાથ આપી શકે.
જો તમે કોઈ પણ વ્યક્તિ ઉપર વધુ વિશ્વાસ કરવા લાગશો તો તમને તે નુકસાન પહોંચાડી શકે છે, તેથી જ એવા લોકોને તમે ગળે લગાવો જે વાસ્તવિક માં ખૂબ જ સારા છે અને દરેક સમયે તમારો સાથ નિભાવે છે.
5 હંમેશા સત્યની સાથે રહો
ઘણા બધા લોકો પોતાના જીવનમાં જુઠ્ઠાણાનો સહારો લે છે પરંતુ જેટલું તમે જૂઠનો સહારો લેશો તેટલી જ તમારા જીવનમાં તકલીફ આવશે, અને તમારા જીવનમાં ટેન્શન રહેશે. તમે તણાવથી જીવનમાં વ્યસ્ત રહેશો તેથી જેટલું બની શકે તેટલું જૂઠાણાનો સહારો છોડવો જોઈએ અને સાચા ની સાથે રહેવું જોઈએ.
તમે જે કંઈ પણ બોલો છો તે સાચું જ બોલો કારણકે સાચું બોલ્યા પછી તમારા દિમાગમાં એ વાત રહેતી નથી કે તમે કયા વ્યક્તિને શું કહ્યું હતું? કારણ કે જો તમે જૂઠું બોલવાનું શરૂ કરશો તો તમારે ઘણી બધી વાતોને યાદ રાખવી પડશે કે મેં આ વ્યક્તિને શું કહ્યું હતું અને તેનાથી તમારા દિમાગ ઉપર તણાવ આવશે અને તે તમારા જીવનને કઠિન બનાવશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team