5 ખોટી આદતો જે તમારા ચેહરા પર ખીલ અને ફોલ્લીઓ થવાનું કારણ બને છે

જો તમે કોમળ અને દોષ રહિત ત્વચા મેળવવા ઈચ્છો છો, તો તેના માટે તમારે કેટલીક આદતો છોડવી જ પડશે.

આમ તો કેહવામા આવે છે કે જ્યારે વ્યક્તિ કિશોરાવસ્થામાં પ્રવેશ કરે છે, તો હોર્મોનલ બદલવાને કારણે તેના ચેહરા પર ખીલ, પિંપલ્સ અને ફોલ્લીની સમસ્યા થવા લાગે છે. પરંતુ જો કેટલીક ખોટી આદતો સાથે રહીએ, તો ઉંમરની સાથે પણ તે બધી ત્વચાની સમસ્યા જતી નથી અને ત્વચાને અવારનવાર નુકશાન પહોંચાડતી રહે છે. જો તમારે તમારા ચેહરા પર વારંવાર આવતા ખીલ અથવા ફોલ્લીઓ થી રાહત મેળવવી છે, તો આજે જ આ ચાર આદત બદલો.

Image Source

વય મુજબ પ્રોડકટનો ઉપયોગ ન કરવો:

જી હા, અમને ખબર છે કે તમે તે વિચાર્યું પણ નહિ હોઈ કે વય મુજબ પ્રોડક્ટનો ઉપયોગ ન કરવાને કારણે પણ તમારી ત્વચાને નુકશાન પહોંચી શકે છે. ઉદાહરણ માટે જો તમે સમય પેહલા એન્ટી ઇજીંગ ક્રીમનો વપરાશ કરી રહ્યા છો, તો તેમાં કરચલીથી લડનારા તત્વો તમારી ત્વચાની અંદર ઉત્પાત મચાવતા ખીલને આમંત્રણ આપી શકે છે. શ્રેષ્ઠ રેહશે કે તમે કોઈ સ્કિન સ્પેશયાલિસ્ટ પાસે તમારી ત્વચાની તપાસ કરાવો અને તેની સલાહ મુજબ જ પ્રોડકટનો ઉપયોગ કરો.

Image Source

સાબુનો ઉપયોગ -:

ઘણા અભ્યાસમાં સાબિત થઈ ચૂક્યું છે કે ચેહરા પર સાબુનો ઉપયોગ તેને ફક્ત અને ફક્ત નુકશાન જ પહોચાડે છે. શરીર સાફ કરવાના હિસાબે પ્રોડક્ટ પસંદ કરી બનાવવામાં આવેલા સાબુ, ચેહરાની પાતળી અને સંવેદનશીલ ત્વચા ફક્ત મોઇશ્ચરાઇઝર ચોરતું નથી, પરંતુ તેમાં સુકાપણું લાવીને બેક્ટેરિયાને પ્રવેશવાની તક પણ આપે છે. ઉતમ રેહશે કે તમે નરમ ફેસવોશનો ઉપયોગ કરો અને ત્વચાને સ્વસ્થ બનાવી રાખો.

Image Source

ચેહરાને વારંવાર સ્પર્શ કરવું:

ચેહરાને વારંવાર સ્પર્શ કરવાની આદત ખીલ અને ફોલ્લી ને આમંત્રણ આપે છે. તમને ભલે લાગે કે તમારા હાથ ઘણા સાફ છે, પરંતુ દરેક ક્ષણે આંગળીઓ તેટલી વસ્તુઓને અડકે છે કે તેના પર ધૂળથી માંડીને વસ્તુઓ પર રહેલા બેકટેરિયા સંપર્કમાં આવી જાય છે. આજ હાથ વડે જ્યારે ચેહરા પર વારંવાર સ્પર્શ કરવામાં આવશે, તો સામાન્ય વાત છે કે ત્વચાની સમસ્યા થશે જ.

Image Source

વધારે જંક અથવા તળેલો ખોરાક ખાવો:

વધારે તેલ, મસાલો, જંક અથવા ડીપ ફ્રાય ફૂડ ફકત સ્વાસ્થ્ય માટે નુકશાનકારક નથી, પરંતુ તેનાથી ત્વચાને પણ નુકશાન પહોંચે છે. તમે શું ખાઓ છો અને શું નહીં, તેની ત્વચા પર સીધી અસર પડે છે. ત્યારે તો ત્વચાના નિષ્ણાત ભોજનમાં બિન આરોગ્યપ્રદ વસ્તુઓને છોડી ફળો, સલાડ, કઠોળ અને ડિટોક્સ  પીણાં જેવી વસ્તુઓ શામેલ કરવાની સલાહ આપે છે.

Image Source

રાત્રે ચેહરો ન ધોવો -:

ચેહરા પરનો મેકઅપ સાફ ન કરવાથી તો રાત્રે સુતા પહેલા ચેહરો ન ધોવાથી બેક્ટેરિયાને ત્વચામાં જન્મ લેવાની તક મળે છે. આ ખરાબ આદત છિદ્રો બ્લોક થવાનું કારણ પણ બને છે. તેનાથી ખીલ અને ફોલ્લી ની સમસ્યા શરૂ થઈ જાય છે. જો ઝડપથી આ આદત ન બદલવામાં આવે, તો ત્વચાને ઘણું નુકશાન થઈ શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment