આજકાલ દરેકને પોતાની વધેલી ચરબી ફટાફટ ઉતારવા ની ઈચ્છા હોય છે. ઘણા લોકો આમ કરવાં હજારો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે. વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છે… આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક કુદરતી ઉપાય અપનાવો.
તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે. બજારમાં મળતી દવાઓ, જીમ કે પછી લેટ નાઈટ જાહેરાતમાં જોવા મળતા મશીનની મદદથી પોતાનું વજન ઘટાડવાના પ્રયાસ કરે છે પણ આટલાં બધા રૂપિયા ખર્ચવા છતાં તેમને પરિણામમાં તો શૂન્ય જ મળે છે.
ભારતમાં જાડા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે આજે ભારતમાં આશરે 4 કરોડ 15 લાખ જેવા લોકો નું વજન સામાન્ય કરતા ઘણું વધુ છે . શરીર માં ચરબીના લીધે મોટપો આવે અને અનેક જાતની તકલીફ અને બીમારી નો સામનો કરવો પડે છે.
આવો જાણીએ કુદરતી અને જલ્દી ચરબી ઉતારવા ના સરળ ઘરેલું ઉપાયો:
1. ગરમ પાણી અને લીંબુ :
ગરમ પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.
2. ગરમ પાણી અને મધ :
સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતલા થઇ શકશો. આ પીવાથી વજન તો ઓછું થશે સાથે આ પીણું તમને દિવસભર સક્રિય રાખવામાં મદદ પણ કરશે. તે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખશે. મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પદાર્થ હોય છે જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે. તમે આ પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો.
3. ગ્રીન ટી :
આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે. ગ્રીન ટીની શોધ માં જાણવા મળ્યું કે ગ્રીન ટી પીવાથી આપ 35-45 ટકા સુધી ચરબી બાળી શકો છો. ગરમ પાણીમાં આ ટી બેગ નાંખી તેને પીવામાં આવે છે.
4. સંતરાનો જ્યુસ :
સંતરાનો જ્યુસ વજન ઉતારવામાં સહાયક છે. તેના રસમાં વિટામિન સી હોય છે જે શરીર માટે તો સારુ છે જ પણ સાથે સાથે ચરબી પણ ઉતારે છે એપ્પલ વેનિગર આ સ્વાદમાં એટલો સારો હોતો નથી.
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.
લેખક – Pari Patel
આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.