સુરતમાં સવાણી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે એ ગુજરાતભરમાં ફેમસ છે. આ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને એકસાથે આશીર્વાદ આપવામાં આવે છે અને એથી વિશેષ આ સમૂહ લગ્નના આયોજન થકી યુવક અને યુવતીઓ લગ્નવિધિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરે છે.

સુરતના મહેશ સવાણી એટલે કે સવાણી ગ્રૂપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે ત્યારે તે સમૂહ લગ્ન ઘર આંગણે કરેલા લગ્નના આયોજન કરતા પણ વિશેષ હોય છે. એવી રીતે ફરીથી ૨૦૧૯ના વર્ષમાં પણ સવાણી ગ્રૂપ એકસાથે ૩૦૦ દીકરીઓને આર્શીવાદ આપવા માટેનું આયોજન કર્યું છે. મહેશ સવાણી અને કિરણ જેમ્સ દ્વારા આવનારી ૨૧ અને ૨૨ ડીસેમ્બરના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવની એક વાત એ પણ છે કે, સમૂહ લગ્ન વિવાહ માટે માત્ર હિંદુ જ દીકરીઓ હોય એવું નથી! મુસ્લિમ દીકરીઓને પણ એટલું જ માન અને સમ્માન આપવામાં આવે છે. આ વર્ષમાં થનારા સમૂહલગ્નમાં પાંચ દીકરીઓ મુસ્લિમ પણ છે, જેના નિકાહ કરાવવામાં આવશે.

સવાણી ગ્રૂપ છેલ્લા આઠ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરતુ આવ્યું છે અને હજુ પણ એ એટલા જ ઉત્સાહ સાથે આ આયોજન કરે છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી દીકરીઓને દતક લઈને તેના લગ્નની સઘળી જવાબદારી નિભાવે છે અને દીકરીઓના જીવનને ખુશીઓથી ભરપૂર બનાવી દે છે.

આ વર્ષના સમૂહ લગ્નમાં ૩૦૦ દીકરીઓના લગ્ન એકસાથે થઇ શકે એવું આયોજન કરવામાં આવશે અને એથી વિશેષ લગ્નની તમામ રીત-રીવાજને અનુસરીને દીકરીના વિવાહ કરવામાં આવશે. સવાણી ગ્રૂપ દ્વારા થતું આ સમૂહ લગ્નનું આયોજનની એક ખાસિયત એ પણ છે કે, બધી જ દીકરીઓને કરિયાવર આપવામાં આવે છે. દીકરીઓને પસંદગીનો કરિયાવર આપવામાં આવે છે.

વિવાહ વખતે દીકરીઓને પિતાના ઘર તરફથી કરિયાવર આપવામાં આવે છે. એ રીતે આ લગ્ન આયોજનમાં પણ પિતા છત્રછાયા વગરની દીકરીઓને પસંદગીનો તમામ કરિયાવર આપવામાં આવ્યો. દીકરીઓને હેન્ડલુમ, વાસણ, ઇલેક્ટ્રોનિક, ફર્નિચર જેવી અનેક જીવન જરૂરી વસ્તુઓ કરિયાવર રૂપે ભેટ આપવામાં આવી છે.

સમૂહ લગ્નના આયોજન માટે કરિયાવર આપવા માટે સવાણી ગ્રૂપ ઉપસ્થિત રહ્યું હતું અને દીકરીઓને કરિયાવરની ભેટ આપવામાં આવી હતી. વિશેષ આ કાર્યક્રમમાં ઉદ્યોગની નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. ત્યારબાદ આવનારા ડીસેમ્બર મહિનાની ૨૧ અને ૨૨ તારીખના રોજ વિવાહ વિધિનું આયોજન થશે.
સવાણી ગ્રૂપ હર હંમેશા દીકરીઓના આશીર્વાદ લેતું આવ્યું છે અને આ વર્ષે પણ ૩૦૦ દીકરીઓના લગ્નનું એકસાથે સમૂહમાં આયોજન કરીને ઈશ્વરના અખૂટ આશીર્વાદ મેળવશે.
અવનવી માહિતી સૌથી પહેલા જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અહી તમને માહિત મળશે કંઈક વિશેષ અને બધાથી ખાસ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.