મોસમી ફળ હંમેશા સ્વાસ્થ્ય અને શરીર માટે ખુબ જ સારા હોઈ છે. આ જ કારણ છે કે ડોક્ટર હંમેશા સીજનલ ફળ ખાવાની સલાહ આપે છે. પ્રકૃતિએ દરેક મોસમમાં આપણા માટે કઈને કઈ ભેટ રાખેલ છે, જેની મદદથી આપણે સેહતમંદ જીવન જીવી શકીએ છીએ. આજે અમે તમને એક એવા ફેસપેક વિષે જણાવીશું જે કેરીથી બનેલો છે અને તમારી ત્વચામાં જાન ભરવામાં તે ખુબ કરી શકે છે.
1. મેંગો પલ્પ(રસ) ફેસપેક
જો તમારી સ્કીન એકસાર રંગતવાળી નથી તો તમે કેરીનો પેક ટ્રાય કરી શકો છો. કેરીમાં ઘણા બધા ગુણો હોઈ છે જે તમારી ત્વચાને સારી રાખવામાં મદદ કરે છે. તમારે બસ કેરીનું ગોટલું નીકાળી તેનો પલ્પ(રસ) તમારા ચેહરા પર 2 થી 3 મિનીટ સુધી રગડવું પડશે. આ કામ હળવા હાથેથી કરવું, થોડો ટાઈમ મસળ્યા બાદ તેને 5 થી 7 મિનીટ સુધી ચેહરા પર છોડી દો. બાદમાં ઠંડા પાણીથી ચેહરો સાફ કરી લો. આવી રીતે દિવસમાં ત્રણ ચાર વાર કરવાથી તમારી ત્વચામાં નિખાર આવશે.
2 ॰ કેરી અને બેસનનો ફેસપેક
આ પેક બનાવવા માટે તમારે કેરીનો પલ્પ(રસ), બે ચમસી બેસન અને અડધી ચમસી મધ અને થોડા પીસેલા બદામના દાણા લેવા પડશે. એક વાટકીમાં કેરીનો પલ્પ(રસ) નાખો. ત્યારબાદ તેમાં બેસન, પીસેલી બદામ અને મધ નાખો. હવે તેને સારી રીતે મેળવી એક પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને દિવસમાં બે વાર 10 થી 12 મિનીટ સુધી લગાવી રાખો ત્યારબાદ ધોઈ લો. આ પેકથી સારું પરિણામ મળશે.
3 કેરી અને દહીંનો ફેસપેક
જો તમારી ત્વચા ઓઈલી છે તો આ ફેસપેક તમારા માટે જ છે. સામાન્ય રીતે આ બંને તમારા ઘરમાં આસાની થી મળી રહેશે. તે તમારા પિગમેન્ટેશન અને ટેનિંગને દૂર કરવામાં મદદ કરે છે. આ પેક બનાવવા માટે કેરીના પલ્પને(રસ) એક ચમસી દહીં અને એક ચમસી મધમાં મેળવી લો. સારી રીતે મેળવી ચેહરા પર એક મોટી પરત લગાવી લો. તેને ચેહરા પર 10 મિનીટ સુધી રાખો અને પછી સાફ કરી લો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team