નવા વર્ષની વ્યૂહરચના કેવી રહેશે એ જાણવાની જીજ્ઞાસા બધાનાં મનમાં ઉભી થતી હશે, એટલા માટે અમે તમારા માટે લખ્યું છે, 2020 નવા વર્ષ નું રાશિફળ.
મેષ
નવું વર્ષ તમારા કર્મ ઉપર આધારિત છે, જેટલી મહેનત કરશો એવી તમારી કિસ્મત ચમક છે. આર્થિક રીતે વેપારમાં લાભ થશે, નવો વેપાર ધંધો શરુ કરી શકાય.
વિદ્યાર્થીએ આળસ ન કરી ને ખુબ મહેનત કરવી, સારી નોકરી મળવાની તક મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું દરરોજ વ્યાયામ અને યોગા કરવા જેથી સ્વાસ્થય બગડે નહિ.
વૃષભ
ઘરની સ્તિથિમાં સુધારો થશે, ઉચ્ચ અભ્યાશ અને સંશોધન માટે નવું વર્ષ સારુ રહેશે. બોસ નો સહકાર મળશે જેથી કામ માં મન પ્રફુલિત રહેશે. પિતૃની સંપતિથિ લાભ થશે. શનિ દેવ ની કૃપા થી ભાગ્ય ખુલશે. નવા વર્ષ માં સ્વાસ્થ્ય માટે ચેતીને રહેવું. જે લોકો દારૂનું સેવન કરતા હોય તેણે દારૂનું વ્ય્શન છોડી દેવું નહિતર લિવર ખરાબ થવાની સંભવના છે.
મિથુન
નવા વર્ષના પહેલા ત્રણ મહિના સકારાત્મક વિચારોથી આગળ વધી શકો. વેપાર-ધંધામાં ઘણો ફાયદો થશે. જીવનસાથી સાથે પ્રવાસ જઇ શકો. કોઇ કોર્ટ કચેરીના કેશ નું નિરાકરણ આવશે. નોકરી માં પ્રમોશન મળશે, વિદેશ પ્રવાસની તક મળી શકે. ચામડી ના રોગ થવાની શક્યતા રહેશે, સ્વાસ્થ્યની કાળજી રાખવી. જેથી આર્થિક લાભ થશે. જે મહિલા પોતાનો ઉદ્યોગ ચાલુ કરવા માંગતી હશે તેના માટે સારુ વર્ષ રહેશે.
કર્ક
નવા વર્ષ માં વિદ્યાર્થીઓને ભણતર ઉપર ખુબ મહેનત કરવી પડશે, તેના ઉપરથી ભવિષ્ય નક્કી થશે. વિદેશ યાત્રા નું વિચારી રહ્યાં છો તો સફળ થશો. સરકારી નોકરીને તૈયારી કરવાવાળા લોકો એ આળસ ના કરવી, નોકરી તક મળશે. તમારા સહયોગી તમને ખુબ મદદ માં આવશે, જે તમને એકલતા નહિ આવવા દે. ખુબ મહેનત કરો ફળની ચિંતા ના કરો, વર્ષ ના અંત સુધીમાં મહેનત નું ફળ મળી રહશે.
સિંહ
નવાં વર્ષના પહેલા ત્રણ મહિના જોખમ વાળું કામ ના કરવું તે તમને ઇજા પહોચાડી શકે. જીવનસાથી સાથે ઝગડો થઇ શકે, માટે ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવું.
ધંધામાં ગેરકાયદેસર કામ ન કરવું ગેરકાયદેસર કામ કરવાથી તનાવ આવી શકે. વેપાર-ધંધામાં ભાગીદાર પર શંકા ન કરવી ભાગીદાર બદલી શકે. તમારો આત્મવિશ્વાસમાં વધારો થાઈ શકે. ઘરમાં દાદા ની સેવા કરવાંટજિ લાભ થશે.
કન્યા
પરિવાર સત્જે ધાર્મિક સ્થળ પર પ્રવાસ કરવો,વિદેશ યાત્રા માં જવાની તક મળશે. જો તમે ધંધો કરતા હશો તો ધંધામાં વૃધિ થશે. નોકરી માં ટ્રાન્સફર મળી શકે. નવા વર્ષ દરમ્યાન ધનની આવક મા સતત વધારો થશે. મિત્રો તેમજ સંબંધીઓને સમજીને વિચારીને ધનની મદદ કરવી. જો તમે નિ:સંતાન છો તો આ વર્ષે તમારી ઇચ્છા પુરી થશે. સંતાન પ્રાપ્તિથિ પરિવારમાં ખુશીનો માહોલ બની રહેશે.
તુલા
નવું વર્ષ સુખ સુવિધાથી ભરપુર રહેશે. નવા વર્ષે કોઇ મોટી ખરીદી કરી શકશો. સંતાન ના ભણતર ઉપર ખુબ ધ્યાન દેવું પડશે. આ વર્ષ દરમ્યાન ઘણી યાત્રાઓ કરશો પણ સાથે સાથે સ્વાસ્થય નું પણ ખુબ ધ્યાન રાખવું પડશે. અમુક લોકોને પિતૃક સંપતિ પ્રાપ્ત થવાની શક્યતા દેખાય છે. કારકિર્દીમાં વધુ પડતી મહેનત કરવી પડશે. તમારા ઘરે શુભ કાર્ય થવાથી ખર્ચાઓ વધી જશે. આના સિવાય એવા સંકેતો મળી આવે કે પ્રોપટી કે ઘર ખરીદી શકો.
વૃશ્ચિક
શરીરની ફિઝિકલ ફીટનેશ ઉપર ખુબ ધ્યાન આપવું. મોત રોકાણનું પ્લાનિંગ કરી શકો. સરળતાથી બેંકમાંથી લોન મળી રહેશે. ઘરની મરામત કાં નવુ ઘર ખરીદીના સંકેતો છે.
વહન બદલવા માંગતા હોય તો વાહન બદલી શકાશે. આર્થિક તંગી આવી શકે પણ મિત્રોના સાથથી સ્થિતિ કાબુમાં લાવી શકશો. સંતાન સંબંધીત શુભ સમાચાર મળી શકે. બેંક બેલેન્સ માં વધારો થઈ શકે.
ધન
નવું વર્ષે વ્યક્તિત્વ સુધારવા માટે ધ્યાન આપવું, પરિવારની સાર સંભાળ રાખવી. સંપતિમાં વધારો થઈ શકશે. જવાબદારીમાં વધારો થશે. પોતાના ઉપર ભાર વધી શકે, સાવચેતી વ્રર્તવિ. જો તમે નશો કે વધારે પડતું તેલયુક્ત ખોરાક લેતા હોવ તો હાર્ટ તેમજ લિવર સંબંધીત બિમારીનો ભોગ બની શકે. જીવનસાથીના સ્વાસ્થય માટે સાવચેત રહેવું, બેદરકારી કરવી નહિ.
મકર
શરુઆતમાં નવું વર્ષે ખર્ચાળ રહેશે. કરિયરમાં સારી તક મળશે. પડકારોનો સામનો કરવાથી તમારી જિત નિશ્ચિત છે. વિદેશ અભ્યાશ અર્થ સુવર્ણ તક મળશે. જેવો ને આયાત નિકાસ નો ધંધો કરે તે લોકોને વિદેશી ખરીદદારો મળશે, જેનો સારો એવો નફો થશે. લાંબા સમયથી અટવાયેલા કામો નો નિકાલ થશે. વર્ષ ના અંતમાં મિત્રો માં વધારો થશે.
કુંભ
ભાવનાશીલ બનીને કાં કરવાથી નુક્શાન થવાની સંભવના છે. વ્યવસાયિક રીતે કામ પાર પાડવા. ગૃહિણીઓને લાભ થશે. ઘરેલું મહિલાઓનાં પ્રયત્નોને લીધે ઘર સંપતિથિ ભરેલું રહેશે. જે મહિલા કામ કરી રહી છે, તેણે કારકિર્દી માં લાભ થશે, પ્રમોશન મળી શકે. નવી નોકરી તેમજ પગાર માં વધારો થશે. ઓફિસમાં જવાબદારી વધવાથી કામનું ભારણ વધી જશે. જો સંતાન અભ્યાસ કરે છે તો તેમની પરીક્ષા આરામદાયક જશે, અને નોકરી ધંધો કાર્ય હશે તો તેમા પ્રગતિ થશે.
મીન
તમારા ગુસ્સા પર કાબુ મેળવવો. નાની નાની બાબતોથી પરેશાન ન રહેવું. તમારા સપના સાકાર થવાની સંભાવના છે. ધંધામાં પ્રગતિ થશે અને મહેનત કરવામા સંતોષ અને આનંદ પ્રાપ્ત થશે. સાંધાના દુખાવામાં પિડિત મહિલાઓએ આ વર્ષ તેમના સ્વાસ્થય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે. બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ આર્યુવેદિક દવાથી ફાયદો થશે. ખર્ચ વધુ થશે, જેથી બિં જરુરી ખર્ચ ન કરવો જોઈએ. કોઇ મોટો સોદો થવાનું બંધ થઈ શકે. જેમના લગ્ન ઘણાં સમયથી મોફુક રાખવામાં આવ્યાં છે તે આ વર્ષે પુર્ણ થવાની સંભાવના છે.
આવી સરસ પોસ્ટ દરરોજ મેળવવા માટે અમારૂ પેજ લાઈક કરો #ફક્તગુજરાતી … સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
~ ગીરીશ મકવાણા