કોરોના કાળમાં ઇંગ્લિશ ટીચરની નોકરી જતી રહી ત્યારે તે બળબળતા તાપમાં સાઇકલ ઉપર નો ઓર્ડર ઘરે-ઘરે પહોંચાડવા માટે મજબૂર થઈ ગયા હતા, અને રૂપિયાની અછત પણ એટલી બધી હતી કે ક્યારેક રોડ તો ક્યારે રેસ્ટોરન્ટ ઉપર રાત પસાર કરવી પડતી હતી. એમ.એ પાસ કરેલ ડીલેવરી બોય ની હાલત જોઈને 18 વર્ષના કસ્ટમર નું હૃદય એવું કંપી ગયું કે તેમને બાઈક અપાવવાનું નક્કી કર્યું.
આ કસ્ટમરને ટ્વિટર ઉપર લોકો પાસે મદદ માંગી અને ક્રાઉડ ફંડિંગ થી માત્ર બે જ કલાકમાં 1.90 લાખ રૂપિયા ભેગા થઈ ગયા ત્યાર બાદ ડિલીવરી બોયે સ્પ્લેન્ડર બાઈક અપાવી અને બીજા રૂપિયાથી ડીલેવરી બોય પોતાની લોન પૂરી કરશે.
ભીલવાડા નો રહેનાર 18 વર્ષનો આદિત્ય શર્માએ ક્રાઉડ ફંડિંગ કરીને જોમેટો બોય દુર્ગાશંકર મેળાને મંગળવારે સ્પ્લેન્ડર બાઈક અપાવી આદિત્યએ જણાવ્યું કે 11 એપ્રિલે ઉપર કોલ્ડ્રીંક નો ઓર્ડર આપ્યો હતો અને બપોરે બે વાગ્યે 40 ડિગ્રી તાપમાન અને બળબળતા તાપમાં દુર્ગાશંકર ઓર્ડર લઈને આવ્યો હતો.
આદિત્ય જણાવ્યું હતું કે ડિલિવરી બોય સાયકલ ઉપર પણ સમયસર ઓર્ડર લઈને આવી ગયો હતો અને તેમની સાથે વાત કરવાથી તેમની ખરાબ હાલત વિશે તેમને માહિતી મળી હતી અને જ્યારે દુર્ગાશંકર ભાઈ જતા હતા ત્યારે તેમનો મોબાઈલ નંબર લઇ લીધો હતો.ત્યારબાદ કોઈપણ રીતે જોમેટો થી તેમના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી હતી.
ડીલેવરી બોયની મદદથી કર્યું ટ્વિટ
આદિત્ય જણાવ્યું કે ડીલેવરી બોય બાઈક આપવાનો જ્યારે તેમને મન બનાવ્યું પરંતુ એકલા તે અસંભવ હતું નહીં ત્યારે સાંજે ચાર વાગ્યે ટ્વિટર ઉપર એક ટ્વિટ કર્યો અને ટ્વિટર ઉપર દુર્ગાશંકર નો એક ફોટો પણ અપલોડ કર્યો અને તેમની હાલત અને કામ વિશે પણ જણાવ્યું. બાઈક અપાવવા માટે 75 હજાર રૂપિયાની મદદ માંગી ત્યારબાદ મદદ માટે ઘણા બધા લોકોની ટ્વિટ પણ આવી હતી.
✅❤️
All thanks to you guys.
He was emotional during buying bike ❤️ pic.twitter.com/XTgu17byOm— Aditya Sharma (@Adityaaa_Sharma) April 12, 2022
અઢી કલાકમાં આવી 1.90 લાખ રૂપિયાની મદદ
આદિત્ય જણાવ્યું કે દુર્ગાશંકર ની મદદ માટે ટ્વીટ કર્યાના અઢી કલાક પછી જ લગભગ 1.90 લાખ રૂપિયાની મદદ મળી ગઈ. અને વાત એવી થઈ ગઈ કે લોકો પાસે મદદ બંધ કરવા માટેની પણ અપીલ કરવી પડી હતી આદિત્ય દુર્ગાશંકર ને શો રૂમ માં લઇ જઇને 90 હજારની બાઈક અપાવી હતી, અને બાઈકની ચાવી આપી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે જૂની સાયકલ ઉપર પોતાના ઓર્ડર ડિલેવરી કરીને ઘરનું ભરણપોષણ કરતા હતા, અને તેમાં પણ ખૂબ જ તકલીફ થતી હતી પરંતુ ઘર ચલાવવા માટે જરૂરી પણ હતું, આદિત્યએ બાઈક પર બેસાડીને દુર્ગાશંકર નો ફોટો પણ પાડ્યો હતો.
કોરોનાએ ટીચરથી બનાવી દીધો ડીલેવરી બોય
દુર્ગાશંકર મીનાએ જણાવ્યું હતું કે તે સાવરના રહેનારા છે અને 12 વર્ષ સુધી તે એક પ્રાઈવેટ શાળા માં ઇંગ્લિશ ટીચર ની નોકરી કરતા હતા. પરંતુ કોરોના કાળમાં સ્કૂલ બંધ થઈ જવાથી એ બેરોજગાર થઇ ગયા હતા અને ઘરમાં પણ કોઈ જ હતું નહીં તેમના પિતાનું દેહાંત થઈ ગયું હતું અને માતા બીજા લગ્ન કરી ને છોડીને જતી રહી હતી, તેમના ગામમાં જૂનું ઘર હતું પરંતુ તે દબાણમાં આવવાને કારણે તેના રૂપિયા મળી ચૂક્યા હતા અને તે રહેવા જેવું પણ હતું નહીં.
પિતાના મોત અને માતા ને કારણે તેમની આગળ-પાછળ કોઈ જ હતું નહીં અને તેવી પરિસ્થિતિમાં લગ્ન પણ અત્યાર સુધી થઈ શક્યા નહીં. સાત મહિના પહેલા જ તે ભીલવાડા આવ્યા હતા, અને ચાર મહિના પહેલા પોતાના ભરણપોષણ માટે ઝોમેટોમાં ડિલિવરી બોય નોકરી શરૂ કરી હતી. તેમને જણાવ્યું કે ઘર ન હોવાના કારણે રેસ્ટોરન્ટમાં અત્યારે જગ્યા મળતી ત્યારે તે ત્યાં જ સુઇ જતા હતા.
માર્ચ 2020 માં જતી રહી નોકરી
દુર્ગાશંકર એ જણાવ્યું કે તેમને ગામમાં જ દસમા ધોરણ સુધી પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરી હતી. ત્યારબાદ બાર વર્ષ સુધી પાંચમા અને દસમા ધોરણના ક્લાસની ભણાવ્યા અને શરૂઆતમાં 1200 રૂપિયા મહિનાનો પગાર મળતો હતો અને ધીમે ધીમે પગાર વધી ને 2020માં 10,000 રૂપિયા થઈ ગયા હતા. પરંતુ લોકડાઉન બાદ તેમની નોકરી જોતી રહી હતી અને એક વર્ષ સુધી તેમને ભેગા કરેલા રૂપિયાથી જ વધારો કર્યો હતો. તેમજ તેમને ચાલીસ હજાર રૂપિયાની પર્સનલ લોન પણ લીધી હતી, પરંતુ જ્યારે રૂપિયા સમાપ્ત થવા લાગ્યા ત્યારે તે ભિલવાડા આવી ગયા અને તેમને ઝોમેટોમાં નોકરી શરૂ કરી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team