160 ફૂટની ઊંચાઈ ઉપર કુદરતના સુંદર અને આહલાદ્દક નજારાની વચ્ચે મનાલીમાં છે દેશની ત્રીજી ફ્લાયિંગ રેસ્ટોરન્ટ

Image Source

હિમાચલ ફરવા આવનાર પર્યટકોની પસંદગી આ દિવસે એડવેન્ચર ઉપર છે. અને તેની માટે જ પર્યટકો રિવર રાફ્ટિંગ થી લઈને પેરાગ્લાઈન્ડિંગ સાહસિક ખેલ પસંદ કરે છે. પરંતુ મનાલી આવનાર પર્યટકો માટે હવે એક વધુ આકર્ષણનું કેન્દ્ર ઊભું થઈ ગયું છે અને ત્યાં તેમને એડવેન્ચર ભોજન અને પ્રાકૃતિક સુંદરતા એક સાથે જોવા મળશે મનાલીમાં દેશનું ત્રીજું ફ્લાયિંગ રેસ્ટોરન્ટ ખોલ્યું છે અને આ ફ્લાઈટિંગ રેસ્ટોરન્ટ મનાલી પહોંચનાર પર્યટકોની સૌથી પ્રથમ પસંદગી બન્યું છે.

Image Source

ફ્લાઈંગ રેસ્ટોરન્ટમાં શું છે ખાસ?

મનાલીમાં ફ્લાઈંગ રેસ્ટોરન્ટમાં એક વખતમાં 24 લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને હાઇડ્રોલિક ક્રેનના આધારે બાંધવામાં આવી છે, અહીં પહોંચનાર લોકોને હવામાં જ ભોજન પીરસવામાં આવે છે. અને તે દરમિયાન શેફ અને વેઇટર પણ ત્યાં ઉપસ્થિત રહે છે એક પ્રકારે આ હવામાં ઝૂલતી ડાઇનિંગ ટેબલ જેવું લાગે છે. અહીં રેસ્ટોરન્ટ તરફથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની સુવિધા પણ કરવામાં આવી છે. ફ્લાઈંગ રેસ્ટોરન્ટમાં એક વખતમાં 45 મિનિટની રાઇડ મળે છે અને મનાલીમાં આ દેશની ત્રીજી ફ્લાઈંગ રેસ્ટોરન્ટ હશે.

Image Source

160 ફૂટ ઉપર ડાઇનિંગ અને એડવેન્ચર બંને

હાઇડ્રોલિક ક્રેન ની મદદથી ડાઇનિંગ ટેબલ પર બેઠેલા દરેક વ્યક્તિઓને લગભગ 160 ફૂટની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. અને જ્યાંથી મનાલીનો 360 ડિગ્રીનો નજારો જોવા મળે છે. અહીં ભોજન ખાતી વખતે જ લોકો રોહતાંગથી લઈને હામટા સુધીના પહાડો જોઈ શકશે, અને આ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે એડવેન્ચર નો રોમાંચ પણ મળે છે દિવસમાં લંચ સિવાય રાત્રે ડિનર દરમિયાન પણ તારોથી ભરેલા આકાશના 160 ફૂટની ઊંચાઈથી રોશની થી જગમગાતું આખું મનાલી શહેર પણ જોવા મળે છે. સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવેલ આ ડેગ ની ઉપર એક છત બનાવવામાં આવી છે જે તાપ અને વરસાદથી બચાવે છે.

 

View this post on Instagram

 

A post shared by FlyDining Manali (@flydining.manali)

આ રેસ્ટોરન્ટમાં કેટલો ખર્ચ થશે?

હિમાચલનો પહેલું અને દેશનો ત્રીજું ફ્લાયિંગ રેસ્ટોરન્ટ છે તેને પહેલાં નોઈડા અને ગોવામાં આ પ્રકારના રેસ્ટોરન્ટ ઉપલબ્ધ છે રેસ્ટોરન્ટ સંચાલક અનુસાર રેસ્ટોરન્ટ ખુલ્યા બાદ મનાલી પહોંચનાર પર્યટકોમાં તેનો ખૂબ જ ક્રેઝ જોવા મળે છે રેસ્ટોરન્ટમાં બુકિંગ સિવાય ઓનલાઈન બુકિંગ પણ કરવામાં આવે છે અને લંચ ડિનર સિવાય જન્મદિવસ અને લગ્ન તિથિ મનાવવા માટે પણ લોકો અહીં આવે છે આ ફ્લાઈંગ રેસ્ટોરન્ટમાં એન્ટ્રી માટે પ્રતિ વ્યક્તિ 3999 રૂપિયા ખર્ચ કરવા પડશે. સ્વાદિષ્ટ ભોજન ની સાથે જુઓ કુદરતના અદભુત અને આલાદક નજારા.

આ રેસ્ટોરન્ટને શરૂ કરનાર કારોબારી દમન કપૂર પણ હિમાચલ મંડીના જશે અને તેઓ જણાવે છે કે આ રેસ્ટોરન્ટમાં સુરક્ષા માટેના ભરપૂર બંદોબસ્ત કરવામાં આવ્યા છે જે ક્રેન નો ઉપયોગ તેમાં થઈ રહ્યું છે તેની ક્ષમતા 180 મેટ્રિક ટન છે, જ્યારે એક વખતમાં રેસ્ટોરન્ટમાં ઉપસ્થિત લોકોને હવામાં લઈ જવાનો ભાર 7.5 મેટ્રિક ટન છે. તેમાં મૂકેલી ખુરશી પણ જર્મન નોમ્સના અનુસાર દરેક વસ્તુ સર્ટિફિકેટ મળેલ છે, અને આઇઆઇટી ચેન્નઈ તથા હિમાલયના પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટ માંથી તેનું અપ્રુવલ પણ લેવામાં આવ્યું છે, ફ્લાય ડાઇનિંગની એક રાઈડનો 50 કરોડનો વીમો કવર કરેલો છે, દમન કપૂર અનુસાર વર્ષ 2008માં સમગ્ર દુનિયાના 67 દેશોમાં આ પ્રકારની રેસ્ટોરન્ટ ચાલી રહી છે પરંતુ આ જ સુધી કોઈ જ તકલીફ થઈ નથી તેમાં સુરક્ષાની ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને તે સો ટકા સુરક્ષિત છે.

ફ્લાઈંગ રેસ્ટોરન્ટથી પર્યટકોને લાગશે પાંખો

હિમાચલના શિક્ષણ મંત્રી ગોવિંદ ઠાકોરે આ રેસ્ટોરન્ટ નું ઉદઘાટન કર્યું હતું. ગોવિંદ ઠાકોરે કહ્યું હતું કે મનાલીમાં ફ્લાય ડાઇનિંગ રેસ્ટોરન્ટ બનાવવા પર્યટનના ક્ષેત્રમાં મિલના પથ્થર સાબિત થશે તેને 170 ફીટ ઊંચા ફ્લાય ડાઇનિંગ રેસ્ટોરન્ટમાં બેસીને પર્યટકો ન માત્ર કુલુના સ્વાદિષ્ટ વ્યંજન નો આનંદ માણી શકશે પરંતુ રાનીસુઈ, ઈન્દ્રકિલા, હમતા અને રોહતાંગની પહાડીઓ પણ જોઈ શકશો. આ રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થશે.

મળશે જોરદાર અનુભવ

મનાલીમાં દેશ-વિદેશથી પહોંચી રહેલા પર્યટકો ફ્લાઇટ ડાઇનિંગ રેસ્ટોરન્ટમાં પહોંચી રહ્યા છે અને અહીં પર્યટકો ને મનાલીનું વાતાવરણ ભોજન અને પ્રાકૃતિક સુંદરતા એક સાથે જોવા મળી રહી છે જે દરેક વ્યક્તિ માટે એક અલગ અને નવો અનુભવ છે આ દિવસોમાં મનાલી પહોંચનાર પર્યટકો માટે આ રેસ્ટોરન્ટ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. આ ફ્લાઈંગ રેસ્ટોરન્ટના માલિક દમન કપૂર પણ માને છે કે તેમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને પર્યટકોને એક નવો જ અનુભવ આપવા માટે તેમને આ રેસ્ટોરન્ટ ખોલી છે આગળ જઈને તેઓ આ રેસ્ટોરન્ટમાં લાઈવ મ્યુઝિકની પણ સુવિધા ઉભી કરવાનું વિચારી રહ્યા છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “160 ફૂટની ઊંચાઈ ઉપર કુદરતના સુંદર અને આહલાદ્દક નજારાની વચ્ચે મનાલીમાં છે દેશની ત્રીજી ફ્લાયિંગ રેસ્ટોરન્ટ”

Leave a Comment