મેષ : આજે પરિવારની આર્થિક સંપત્તિ પહેલા કરતાં સારી થશે. તમારા કામથી તમને ધનલાભ થશે. પૈસાને લઈને મનમાં ઘણા વિચાર આવી શકે છે. કાગળ પર કોઈ કાર્યવાહી કરવા સમયએ ધ્યાન આપો. તમારા પરિવારજનોનો સાથ તમને શાંતિ આપશે. પ્રેમીઓ વચ્ચે વિવાદ થઈ શકે છે.
વૃષભ : વિદયતી મિત્રોને ભણવામાં ધ્યાન આપવાની જરૂરત છે. સમાજમાં તમારા સારા કામના વખાણ થશે. કોઈ જૂનું અટકેલું કામ પૂરું થશે. કામ પૂરું થવા પર ધનલાભ થશે. કોઈપણ કામ કરવામાં ઉતાવળ કે જબરજસ્તી કરશો નહીં. કોઈપણના વિવાદમાં આજે ભાગ લેશો નહીં.
મિથુન : આજે તમારા મનમાં અમુક ઉથલપાથલ થઈ શકે છે. આજે તમારે કોઈપણ કારણ વગર ગૂંચવડ કરવી નહીં. જે મિત્રો લગન કરવા માટે વિચારી રહ્યા છે તેમના લગ્ન નક્કી થશે. તમારી બુધ્ધિ અને હોશિયારીથી તમારું કામ થઈ શકશે.
કર્ક : આજે તમારા સમ્માન અને પ્રતિષ્ઠામાં વૃધ્ધિ થશે. તમારા કામના વખાણ થશે. તમારા બાળકોથી તમારી ખુશીઓમાં વધારો થશે. આજે તમારા ઓફિસનું વાતાવરણ પણ સારું રહેશે. કામ કરવા માટે યોગ્ય સમય છે. જો વગર વિચારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારશો તો નુકશાન થશે.
સિંહ : તમારા પોતાના પર ભરોસો રાખો જેથી તમે યોગ્ય ધનલાભ મેળવી શકો. તમારા પ્રયત્નથી તમને સાચી દિશા મળશે. વિદ્યાથીઓને વધુ મહેનતથી લાભ મળશે. નોકરી કરતાં મિત્રો આજે થોડા પરેશાન રહેશે. પેટ સંબંધિત બીમારી તમને હેરાન કરશે.
કન્યા : આજે ગડબડી વધી શકે છે. પરિવાર સાથે તમારી નારાજગી વધી શકે છે અને તમારા અને પરિવાર વચ્ચે દૂરી આવી શકે છે. વધારે ધીરજ સાથે તમે જે પણ કામ મહેનતથી કરશો તેનું પરિણામ તમારા તરફેણમાં આવશે.
તુલા : આજે સફળતાના કેટલાક નવા રસ્તાઓ ખુલશે. પૈસા સંબંધિત તમારા નિર્ણય ખોટા સાબિત થશે. તમે જેટલા પણ ગરીબ અને જરૂરિયાતવાળા લોકોની મદદ કરશો તમે એટલી જલ્દી જ પ્રગતિ કરશો. વેપાર સંબંધિત નકારાત્મક વિચાર મનમાં લાવો નહીં.
વ્રુશિક : માતા સાથે સંબંધ વધુ આત્મીય થશે, કોઈપણ વાત બાબતે નિર્ણય લેતા પહેલા અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો. તમારી ભૂલોથી તમને ઘણું શીખવા મળશે. વિદેશ રહેતા સંબંધીઓ અથવા મિત્રો તરફથી સારા સમાચાર મળશે. તમારા રોજના રૂટિનમાં તકેદારી રાખો.
ધન : આજે તમારા નજીકના મિત્રો અને સંબંધીઓમાં તમારું આત્મા સમ્માન થશે. સાંજના સમયએ ફરવા જવાના યોગ છે. તમારું મન શાંત રહેશે. માતા પિતાની સલાહ અને આશીર્વાદ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
મકર : આજે નવી ગાડી કે પછી કોઈ નવું સાધન લેવાના યોગ છે. આજે તમારા સાથી કર્મચારીને કારણે કોઈ પ્રકારનો વાદ વિવાદ થઈ શકે છે. રૂપિયા પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો. નાની નાની વાતે ગુસ્સો કરશો નહીં.
કુંભ : તમારામાં આત્મવિશ્વાસની કમી રહેશે. પરિવારમાં સુખ અને ખુશીઓનું સ્થાપન થશે. તમે નવી શરૂઆત કરવામાં સફળ રહેશો. તમારા અટકેલાં પૈસા તમને પરત મળશે. વેપારીઓને તેમના કામમાં ઝડપ મળશે. વિવાદ થઈ શકે એવી સ્થિતિ બનશે.
મીન : ધાર્મિક કામમાં તમારો રસ જાગશે. નોકરી કરી રહેલ મિત્રોના જીવનમાં કેટલાક પોઝિટિવ પરિવર્તન થઈ શકે છે. તમે તમારા વ્યવહારથી વાતાવરણ સામાન્ય બનાવવામાં સફળ રહેશો. કાનૂની બાબતમાં કોઈપણ લાપરવાહી કરવી નહીં.