મહાશિવરાત્રી પર 117 વર્ષ બાદ શનિ અને ચંદ્ર રચી રહ્યા છે એક વિષયોગ જાણો

જેમ કે આપણે દરેક જાણીએ છીએ કાલે મહાશિવરાત્રીનો અતિ પાવન દિવસ છે. આ દિવસે એક ખાસ યોગ બનવા જઈ રહ્યો છે. આ વિષયોગ તમારા જીવનમાં કેટલાક સંકટ લઈને આવી શકે છે. કુંભ અને મીન રાશિના જાતકોએ વધારે કષ્ટ ભોગવવા પડશે. આવો જાણીએ તમારા પર આ વિષની કેવી રહેશે અસર ..

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે શુક્ર શનિ જેવા ગ્રહોના કારણે દુર્લભ સંયોગ નુકસાનકારક રહેશે. તમારી તબીયત પર વિપરીત અસર થશે. સાથે ધન હાની પણ થઈ શકે છે. આ દરમિયાન કોઇ અજાણ્યા માણસને ઉધાર આપવાની ભૂલ ન કરશો. પારિવારિક સમસ્યાઓ સર્જાશે. ગૃહ ક્લેશથી બચજો.

વૃષભ રાશિ

આપના માટે આ વિષયોગ લાભકારી રહેશે. આવકના સાધનો વધશે. મિત્રોથી સહયોગ પ્રાપ્ત થશે. ધનલાભના યોગ રચાશે. પ્રોપર્ટીમાં રોકાણનું વિચારતા હો તો ફાયદો થશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ સાવધાની રાખવી. માનસીક તાણ અનુભવશો. નોકરીમાં મુશ્કેલી આવે.

કર્ક રાશિ

તમારા અટકેલા કામો થઈ જશે. ભોલેનાથની સાધના કરવાથી લાભ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથે મતભેદ દૂર થશે.

સિંહ રાશિ

તમારા માટે કોઈ સારા સમાચાર રાહ જોઈ રહ્યું છે. તબીયત થોડી નરમ ગરમ રહેશે. થોડું સંભાળીને રહેવુ.

કન્યા રાશિ

મહાશિવરાત્રિએ તમારા માટે નવી ખુશી લઈને આવશે. વિવાહની સમસ્યા દૂર થશે. પરિજનો પાસેથી સહયોગ મળશે.

તુલા રાશિ

તમારા માટે વિષયોગ લાભદાયક રહેશે. મકાન કે પ્રોપર્ટી ખરીદી શકશો. પરિવારમાં શાંતિ જળવાશે.

વૃશ્ચિક રાશિ

જે તકલીફો કેટલાક સમયથી ભોગવી રહ્યા છો તે દૂર થશે. ધનલાભ થશે. વાદ વિવાદથી દૂર જ રહેજો.

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકોએ સંભાળીને રહેવુ. સંતાન સંબંધી સમસ્યા રહેશે. મહેમાનોથી ઘર ઉભરાશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું ટાળજો.

મકર રાશિ

મકર રાશિ માટે લાભદાયક રહેશે. જીવનસાથી સાથે મુશ્કેલી દૂર થશે. આવકના સ્ત્રોત વધારજો અચાનક ધનની જરૂરિયાત ઉભી થશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે વિષયોગ નુકસાન કરશે. આ દરમિયાન ખાસ તબિયતની કાળજી રાખવી. પૈસાની તંગી અનુભવશો.

મીન રાશિ

આપના માટે આ યોગ મિશ્ર રહેશે. સતર્કતા સાથે કોઈ પણ નિર્ણય કરવો. આવક કરતા જાવક વધે. સંભાળીને આગળ વધશો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment