11 પ્રસિદ્ધ અને સૌથી લોકપ્રિય ભારતીય ઉત્સવ

ઉત્સવો નું આપણા જીવન માં ખુબ ખાસ મહત્વ છે. એ આપણા જીવનમાં ઉમંગ અને ઉત્સાહ નો સંચાર કરે છે. સાથે એ આપણા જીવનમાં પ્રસન્નતા અને પરિવર્તન નો અવસર લાવે છે. એટલે આનું આપના જીવનમાં વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે.\આપણા ભારત દેશ ને જો પર્વ અને  તેહવારનો દેશ કેહવામાં આવે તો ખોટું નથી. કેમકે જેટલા તેહવાર આપણા દેશ માં મનાવવામાં આવે છે એટલા શાયદ જ કોઈક દેશ માં મનાવવામાં આવે છે.

ભારત અનેક્તા માં એકતા નો દેશ છે. તેની  જલક તેહવારના મોકા પર જોવા મળે છે. આપણા દેશમાં એવા કેટલાય પર્વ અને તેહવાર છે,જેને લોકો ખુબજ ઉત્સાહપૂર્વક મનાવે છે.

એટલે આજ અમે  તમારા માટે ભારત માં ઉજવવામાં આવતા સૌથી ખાસ અને લોકપ્રિય તહેવારોની યાદી લાવ્યા છીએ.

૧. દિવાળી

દિવાળી ભારત નો સૌથી મુખ્ય તેહવાર છે. રોશની ના આ તહેવાર ને કોઈ લોકો દિવાળી પણ કહે છે. દીપાવલી નો અર્થ થાય છે ‘ દીવા ની માળા ‘. આ તહેવાર ભગવાન રામ ના ૧૪ વર્ષ ના વનવાસ પછી ઘરે પાછા આવવા ની  યાદ માં મનાવવામાં આવે છે. આ ખુશી ના દિવસને લોકો નવા વસ્ત્રો પહેરીને પૂજા કરે છે, ફટાકડા ફોડે છે અને મિત્રો અને પરિવાર સાથે મીઠાઈ વેહચે છે. આને દર વર્ષે ધામ ધુમ થી મનાવવામાં આવે છે. આ દિવસે બધા પોતાના ઘર અને રસ્તા ને દીવા અને મીણબત્તી વગેરે થી પ્રકાશ થી રોશની કરે છે. 

૨. નવરાત્રિ 

નવરાત્રિ એક મહત્વપૂર્ણ હિન્દુ તેહવાર છે. આને આખા ભારત માં મહાન ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. ખાસ કરીને આ ગુજરાતમાં મોટા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીંયા આ દરમ્યાન ૯ દિવસનો ઉત્સવ હોય છે, જેમા લોકો સુંદર અને રંગીન પારિવારિક વસ્ત્રો માં ગરબા અને દાંડિયા રમે છે. નવરાત્રિ દરમ્યાન દુર્ગા ના ૯ સ્વરૂપો ની પૂજા હોય છે- શૈલપુત્રી, બ્રહ્મચારિણી , ચંન્દ્રધનટા , કુષ્માંડા , સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી . આને જ નવદુર્ગા કહે છે.

 

૩ ગણેશ ચતુર્થી 

ગણેશ ચતુર્થી પણ હિન્દુઓ નો એક મુખ્ય તેહવાર છે. આ તેહવાર પેહલા મહારાષ્ટ્ર માં મનાવવામાં આવતો હતો પણ આ હવે ભારત ના અન્ય રાજ્યો માં મોટા ધૂમધામ થી મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મ ની માન્યતાઓ ને અનુસાર આ દિવસ ભગવાન ગણેશ નો જન્મ થયો હતો.   એટલે આ દિવસ ભગવાન ગણેશજી ની પૂજા કરવામાં આવે છે. કોઈ મુખ્ય જગ્યા પર ભગવાન ગણેશ ની મોટી મૂર્તિ ની સ્થાપના કરવામાં આવે છે . આ મૂર્તિ ની ૯ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. ૯ દિવસ પછી મોટા ધૂમધામ થી શ્રી ગણેશ મૂર્તિ ને પાણી મા વિસર્જન કરવામાં આવે છે. 

 ૪. દશેરા

દશેરા ભારત ના પ્રસિદ્ધ તેહવાર માંથી એક છે. આને વિજયાદશમી અથવા શાસ્ત્ર પૂજા ના રૂપ માં પણ જાણવામાં આવે છે. આને પણ હિન્દુઓ ના પ્રસિદ્ધ તહેવારો ના રૂપમાં જાણવામાં આવે છે. આ દિવસ ભગવાન શ્રી રામે લંકાપતિ રાવણ ને મારીને વિજય પ્રાપ્ત કરી હતી. એટલે આને અસત્ય પર સત્ય ની જીતના રૂપમાં મનાવવામાં આવે છે. આ તેહવાર ‍વિભિન્ન રૂપોમાં દેશભરમાં મનાવવામાં આવે છે. કોઈ જગ્યા પર આની  યાદ  માં રામલીલા નું આયોજન કરવામાં આવે છે. જેના પછી દશેરા પર રાવણ, કુંભકરણ અને મેશનાથ ના પૂતળા ને સળગાવવામાં આવે છે. 

૫. જન્માષ્ટમી 

કૃષ્ણ જન્માષ્ટમી હિન્દુઓના સૌથી મહત્વપુર્ણ ધાર્મિક તેહવાર માનો એક છે. આ તેહવારને ગોકુલ અષ્ટમી, કૃષ્ણ અષ્ટમી,, શ્રી જયંતિ ના નામ થી જાણવામાં આવે છે. આને ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મદિવસ ના રૂપમાં મનાવવામાં આવે છે. મથુરા અને વૃંદાવન માં જન્માષ્ટમી નો આ તેહવાર ખુબજ લોકપ્રિય છે. આ દિવસે કૃષ્ણ મંદિર માં ભવ્ય સજાવટ , પ્રાથના , નૃત્ય સમારોહ કરવામાં આવે છે. સાથે આ દિવસે લોકો દિવસભર વ્રત રાખે છે અને રાત્રે ૧૨ વાગ્યે વિશેષ ભોજન ની સાથે આ વ્રત ને ખોલે છે. મહારાષ્ટ્ર માં આ તેહવાર જન્માષ્ટમી દહીં હાંડી માટે પ્રખ્યાત છે. 

૬. હોળી 

હોળી પણ હિન્દુઓ નો એક પ્રસિદ્ધ તેહવાર છે. આને રંગો ના તેહવાર રૂપે જાણવામાં આવે છે. આ તેહવાર દર વર્ષે ફાગણ મહિના ની પૂર્ણિમા એ મનાવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન કરે છે અને એકબીજા ને ગળે મળે છે. એના પછી રંગબેરંગી અલગ રંગો થી એકબીજાને રંગ લગાવે છે. આ તેહવાર

 અસત્ય પર સત્યનો વિજય અને વસંત ના આગમન નું પ્રતીક છે. 

૭ નાતાલ

નાતાલ ખ્રિસ્તીઓ નો પ્રસિદ્ધ અને મુખ્ય તેહવાર છે પણ આ ખ્રિસ્તી ધર્મ સિવાય બીજા ધર્મ ના લોકો પણ મોટા ઉત્સાહ ની સાથે મનાવે છે. આ તેહવાર ને ઇસા મસીહ ના જન્મદિવસ રૂપમાં મનાવવામાં આવે છે. આ દર વર્ષે ૨૫ ડિસેમ્બર માં સંપૂર્ણ વિશ્વમાં મોટા ધૂમધામ સાથે મનાવવામાં આવે છે. આ દિવસને મોટા દિવસ તરીકે જાણવામાં આવે છે. આ દિવસે ચર્ચ ને ફૂલો અને રોશની થી સજાવવામાં આવે છે. રાત્રે ચર્ચ માં પ્રાથના હોય છે અને કેક પણ કાપવામાં આવે છે. 

૮. રક્ષાબંધન

રક્ષાબંધન જેને રાખડી નો તેહવાર પણ કહે છે. રાખડીનો આ પવિત્ર તેહવાર હિંદુ વચ્ચે માનવામાં આવે છે. આ તેહવાર પણ હિન્દુ ભાઈ અને બહેન સાથે સંપૂર્ણ ભારતવર્ષ માં અત્યંત ખુશી અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ દિવસે બહેન એના ભાઈની આરતી ઉતારે છે, એને ચાંદલો લગાવે છે, એના કાંડા પર રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર ની પ્રાથના કરે છે. બદલામાં ભાઈ એની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. આ એક તેહવાર નહિ પણ અમારી પરંપરાઓ નુ પ્રતીક છે. 

૯. ઈદ

ઈદ અથવા ઈદ-ઉલ-ફિતર મુસ્લિમ સમાજ નો મુખ્ય તેહવાર છે. આ તેહવાર દુનિયાભર માં મુસલમાનો નો સૌથી મહત્વપૂર્ણ તેહવાર છે. આ દિવસે મુસ્લિમ સમાજ ના લોકો નવા કપડાં પહેરીને મસ્જિદ જઈને નમાજ પઢે છે. અને પછી એકબીજાને ગળે મળે છે. મોટા લોકો નાના બાળકોને ઈદ ના ઉપહાર ના રૂપે ઈદી પણ આપે છે. આ તેહવાર ને મુસલમાનો ના પવિત્ર મહિના  રમજાન ના સમાપન માનવામાં આવે છે. મુસ્લિમ સમાજના રમજાન ના મહિનાનો ખુબજ મહત્વ છે. આ દરમ્યાન એ લોકો દિવસભર ઉપવાસ રાખે છે.

૧૦.લોહરી

લોહરી શીખ સમાજ ના લોકોનો પ્રસિદ્ધ તેહવાર છે. આ તેહવાર મકર સંક્રાંતિ ના એક દિવસ પેહલા મનાવવામાં આવે છે. એમ તો આ સંપૂર્ણ ભારત માં માનવામાં આવે છે.પણ વિશેષ રૂપે આ ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા , હિમાચલ પ્રદેશ, દિલ્લી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ રાજ્યોમાં મનાવવામાં આવે છે. આ દિવસ પરિવાર અને આડોશ પડોશ ના લોકો રાત્રે ખુલ્લી જગ્યા માં મળીને આગ ના કિનારે ગોળ બનાવીને નાચે છે.એના પછી એ મળીને રેવડી, મગફળી , લાવા વગેરે ખાય છે.

૧૧ છઠ્ઠ પૂજા

છઠ્ઠ ઉત્સવ, છઠ્ઠ અથવા ષષ્ઠી પૂજા કાર્તિક શુકલ પક્ષ ના ષષ્ઠી એ મનાવામાં આવતો એક હિન્દુ પર્વ છે. સૂર્યપાસના ના આ અનુપમ લોક પર્વ મુખ્ય રૂપમાં બિહાર, ઝારખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને નેપાળ ના તેરાય પ્રદેશો માં  મનાવવામાં આવે છે. આ તહેવાર બિહારીઓ નો  સૌથી મોટો તહેવાર છે. આ એની સંસ્કૃતિ છે. છઠ્ઠ પર્વ બિહારમાં ખુબજ ધૂમધામ થી મનાવવામાં આવે છે. આ એક માત્ર બિહાર અથવા પૂરા ભારતનો એવો તહેવાર છે જે વૈદિક કાળ થી ચાલ્યો આવે છે અને આ બિહારની સંસ્કૃતિ બની ચૂક્યો છે. આ તહેવાર બિહારની વૈદિક આર્ય સંસ્કૃતિ ની એક નાની ઝલક દેખાડે છે. આ પર્વ મુખ્ય રૂપમાં ઋષિઓ દ્વરા લખાઇ ગયેલી ઋગવેદ માં સૂર્ય પૂજન, ઉષા પૂજન અને આર્ય પરંપરા ના અનુસાર બિહાર માં આ મનાવવામાં આવે છે.

બિહાર માં હિંદુ ઓ દ્વારા ઉજવવામાં આવતા આ તહેવાર ને ઈસ્લામ સહિત અન્ય ધાર્મિક લોકો પણ મનાવે છે. ધીરે ધીરે પ્રવાસી ભારતીયો સાથે આ તહેવાર વિશ્વ ભરમાં  પ્રખ્યાત થઈ ગયો છે.છઠ પૂજા સૂર્ય, ઉષા, પ્રકૃતિ, જળ, વાયુ અને તેની બહેન છઠી મૈયા ને અર્પિત છે જેથી તેઓના પૃથ્વી પર  ભગવાન ને ફરીથી સ્થાપિત કરવા માટે આભાર માનવાની આજીજી કરે છે અને શુભકામનાઓ આપે છે. છઠ માં કોઈ પૂજા કરવામાં આવતી નથી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment