હિન્દુ રિવાજ માં નામકરણ નું એક વિશેષ મહત્વ હોય છે. દરેક ના જન્મ પછી તેના નામકરણ માટે લોકો ઉત્સાહી ખૂબ હોય છે કે બાળક નું નામ શું રાખવામાં આવે? જો તમે નામકરણના અર્થ ને સમજો તો તે બે શબ્દ થી મળીને બન્યો છે. નામ અને કરણ. તમે બધા જ નામ નો અર્થ તો જાણો જ છો. સંસ્કૃત માં કરણ નો અર્થ થાય છે સૃજન કરવું.
નામકરણ માં નવજાત ના નામકરણ ની પ્રક્રિયા ખૂબ સંસ્કાર સાથે કરવામાં આવે છે. નામ રાખવાની પૂરી પ્રક્રિયા ને પૂરી વિધિ સાથે કરવામાં આવે છે. આ સમયે પરિવાર ના બધા જ લોકો ભેગા થાય છે.
નામકરણ સંસ્કાર
હિન્દુ ધર્મ માં બાળક ના જન્મ પછી ના 11 માં કે 12 માં દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવે છે. જેમા બાળક નું નામ રાખવા માં આવે છે. તમે તમારા ઘર માં બાળક નું નામ કરણ ની વિધિ જોઈ હશે. બધા લોકો બાળક ની રાશિ પ્રમાણે નામ રાખવાની સલાહ આપે છે. નામકરણ સંસ્કાર કોઈ સારા મૂરત માં કે કોઈ શુભ દિવસે કરવામાં આવે છે.
નામકરણ કેવી રીતે કરવું.
નામકરણ સંસ્કાર માં એક પ્રકારની નાની પૂજા હોય છે. જેમા બાળકના માંતા પિતા બાળકને ખોળા માં લઈને બેસે છે. આ સિવાય ઘર ના બધા જ લોકો પણ તેમા શામેલ થાય છે. પૂજા કરવા માટે પંડિતજી રાશિ અનુસાર એક અક્ષર આપે છે. જેના પરથી બાળક ના માંતા પિતા કે અન્ય સદસ્ય બાળક નું નામ રાખે છે. આમ તો ઘણા લોકો બાળક નું ઘર નું નામ અને બહાર નું નામ અલગ રાખે છે. ત્યારબાદ માંતા પિતા દ્વારા નક્કી થયેલ નામ બાળક ના કાન માં કહે છે. આવી રીતે નામકરણ ની પ્રક્રિયા પૂરી થાય છે. તે દિવસ થી બાળક નું તે જ નામ પડી જાય છે.
કેવી રીતે પસંદ કરશો નામ
નામ રાખવું આમ તો ઘણું સરળ છે. પણ તે ઘણી વાર થોડું મુશ્કેલ પણ થઈ જાય છે. તમારે તમારા બાળક માટે એ વિચારવું પડે છે કે તેની પર કયું નામ સારું લાગશે અને તેના નામ નો શું મતલબ થશે. તે ઉપરાંત તમારી પર એ પણ દબાવ હોય છે કે બાળક ના મોટા થવા પર તેને તેનું નામ પસંદ આવે અને એવું ના થાય કે તેને પોતાનું નામ કહેવામાં શરમ આવે. આજકાલ લોકો બાળક ના નામ કરણ માટે ઇન્ટરનેટ નો સહારો લે છે. તેમા તેમને જે અક્ષર પરથી નામ જોઈએ તે મળી જાય છે અને સાથે તેનો અર્થ પણ મળી જાય છે.
આ રીતે શોધવું બાળક નું નામ
બાળક નું નામ પસંદ કરતી વખતે એ ધ્યાન રાખવું કે નામ બોલવામાં સરળ હોય જેનાથી લોકો તે સરળતા થી બોલી શકે.
બાળક નું નામ સાંભળવા માં પણ સારું હોવું જોઈએ. અને નામ રાખતા પહેલા તેનો અર્થ જરૂર થી જાણી લેવો.
બાળક નું નામ પસંદ કરતી વખતે એ કોશિશ રાખવી કે બાળક નું નામ અલગ હોય જેથી કરી ને બાળક સ્કૂલ જતી વખતે તેનું નામ અલગ પડે.
બાળક નું અલગ જ નામ તેને ભીડ માં પણ અલગ ઓળખાણ મળે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team